મહાન શાસ્ત્ર શ્રી જયધવલા
(આ શાસ્ત્રની સંક્ષિપ્ત માહીતિ આપતી ૧ થી ૩૩ કલમો
આત્મધર્મ માસિકના અંક ૧૭, ૧૮, અને ૧૯ માં આવેલી છે.)
(૩૪) ઘટરૂપ અવસ્થામાં કપાલોની અને પટરૂપ અવસ્થામાં તન્તુઓની ઉપલબ્ધિ નથી હોતી તેનું
કારણ ઘટનો પ્રધ્વંસાભાવ કપાલ છે, અને પટનો પ્રાગભાવ તન્તુ છે અર્થાત્ ઘટના ફુટવાથી કપાલ થાય છે,
અને પટ બનવા પહેલાંં તન્તુ હોય છે. તે કપાલ અને તન્તુ ઘટ અને પટરૂપ કાર્યને સમયે હોય જ નહીં.
નોંધ––આ સિદ્ધાંત વ્યવહાર–નિશ્ચય–માં નીચે પ્રમાણે લાગુ પડે છે. વ્યવહારનો અભાવ (પ્રધ્વંસાભાવ)
તે નિશ્ચય. શુભ અને શુદ્ધમાં પણ તેવી જ રીતે લાગુ પડે. શુભનો વ્યય–અભાવ–પ્રધ્વંસાભાવ તે શુદ્ધ. નિશ્ચય
પર્યાય પ્રગટ્યા પહેલાંં વ્યવહાર પર્યાય હોય પણ તે વ્યવહાર પર્યાય જ ત્યારે કહેવાય કે વ્યવહારનો અભાવ થઈ
નિશ્ચય પ્રગટે. નહિં તો તે વ્યવહારાભાસ છે. * પા. ૪૮.
(૩પ) શંકા–ઈન્દ્રિઓથી ઉત્પન્ન થવાને કારણે મતિજ્ઞાન આદિને કેવળજ્ઞાન કહી શકાય નહીં?
સમાધાન–નહીં, કેમકે જો જ્ઞાન ઈન્દ્રિઓથી જ પેદા થાય છે એવું માની લેવામાં આવે તો ઈન્દ્રિય વ્યાપાર
પહેલાંં જીવને ગુણ સ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જવાથી ગુણી જીવના પણ અભાવનો પ્રસંગ આવશે.
શંકા–ઈન્દ્રિય વ્યાપાર પહેલાંં જીવમાં જ્ઞાન સામાન્ય રહે છે પણ જ્ઞાન વિશેષ (પર્યાયરૂપે) નહીં, તેથી
જીવનો અભાવ પ્રાપ્ત થતો નથી.
સમાધાન–નહીં, કેમકે સદ્ભાવ લક્ષણ સામાન્યથી (અર્થાત્ જ્ઞાન સામાન્યથી) જ્ઞાન વિશેષ પૃથગ્ભૂત હોતું નથી.
તેથી હમેશાં દ્રવ્યમાં રહેવાવાળા જ્ઞાન અને દર્શન લક્ષણવાળો જીવ ઉત્પન્ન થતો નથી, અને મરતો નથી, કેમકે જીવના
કારણભૂત જ્ઞાન અને દર્શનને છોડયા વિના જ જીવ એક પર્યાયથી બીજી પર્યાયમાં સંક્રમણ કરે છે. પાનું ૪૯–પ૦.
(૩૬) ઈન્દ્રિઓથી જ જીવમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ કહેવું ઠીક પ્રતીત થતું નથી કેમકે એવું માનવાથી
અપર્યાપ્ત કાળમાં ઈન્દ્રિઓનો અભાવ હોવાથી, જ્ઞાનના અભાવનો પ્રસંગ આવશે. ‘જો અપર્યાપ્ત અવસ્થામાં
જ્ઞાનનો અભાવ રહેતો હોય તો ભલે રહો’ એમ કહેવું ઠીક નથી. કેમકે જીવમાં સદા રહેવાવાળા અને તેના
અવિનાભાવી જ્ઞાન–દર્શનનો અભાવ માનવાથી જીવદ્રવ્યના પણ વિનાશનો પ્રસંગ આવશે. પાનું પ૧.
(૩૭) શંકા–ઈન્દ્રિઓથી જીવ દ્રવ્યની ઉત્પત્તિ ભલે ન હોય પણ તેનાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એવું તો
માની લેવું જ જોઈએ?
સમાધાન–નહીં, કેમકે જીવથી અતિરિક્ત (જુદું) જ્ઞાન હોતું નથી, તેથી ઈન્દ્રિઓથી જ્ઞાન ઉત્પન્ન થાય
છે, એમ માની લેવાથી તેનાથી જીવની પણ ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. પા. પ૪
(૩૮) શંકા–જો ઈન્દ્રિઓથી જીવની ઉત્પત્તિનો પ્રસંગ આવતો હોય તો ભલે આવે.
સમાધાન–કેમકે અનેકાંતાત્મક, જાત્યંતર ભાવને (જડથી જુદી જાતીને) પ્રાપ્ત અને જ્ઞાન દર્શન
લક્ષણવાળા જીવમાં એકાંતવાદિઓ દ્વારા માનવામાં આવેલા સર્વથા ઉત્પાદ, વ્યય, અને ધ્રુવત્વનો અભાવ છે.
અર્થાત્ જીવનો ન તો સર્વથા ઉત્પાદ જ થઈ શકે, ન સર્વથા વિનાશ થઈ શકે અને ન સર્વથા ધ્રુવ જ છે તેથી
ઈન્દ્રિઓથી તેની ઉત્પત્તિ થઈ શકે નહિં. પાનું પપ.
(૩૯) જો એમ કહેવામાં આવે કે જીવ દ્રવ્ય ઈન્દ્રિઓની અપેક્ષાએ (મતિજ્ઞાનાદિરૂપે) પરિણમન કરે છે માટે તેને
ઈન્દ્રિઓથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનમાં કેવળજ્ઞાનપણું અર્થાત્ અસહાય જ્ઞાનપણું બની શકતું નથી તો તેમ કહેવું પણ ઠીક
નથી, કેમકે એમ માનવાથી જો કે કેવળજ્ઞાન સમસ્ત પર્યાયરૂપ છે તો પણ તે સમસ્ત પદાર્થોની અપેક્ષાએ પરિણમન કરે
છે માટે તેને પણ અકેવળજ્ઞાનત્વનો પ્રસંગ આવી જશે. પાનું. પપ
* નિશ્ચય વ્યવહાર એક સમયે હોય છે. તે
બે પ્રકારે છે.
(૧) પર્યાય અપેક્ષાએ વ્યવહારનો વ્યય તે
નિશ્ચયનો ઉત્પાદ એ પ્રકારે બન્ને એક સમયે છે.
(૨)દ્રવ્ય–સામાન્ય–ધ્રુવ અપેક્ષાએ–
આત્માના ધ્રુવ સ્વભાવ ઉપરનું લક્ષ તે ધ્રુવપણું
નિશ્રય અને પ્રગટતી શુદ્ધ પર્યાય તે વ્યવહાર એમ
બંને એક સમયે છે.
જોઈએ છીએ.
સંસ્કૃત તથા હીંદી ભાષાના અને જૈન શાસ્ત્રના
અભ્યાસી–પરમ પૂજ્ય સદ્ગુરુ દેવશ્રી કાનજી સ્વામીના
દરરોજના વ્યાખ્યાનની નોંધ તથા બ્રહ્મચારીઓને અભ્યાસ
કરાવવા માટે–પગાર રૂા. પ૦ થી ૭પ માસિક લાયકાત મુજબ
અરજી તુરત કરો.
પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (કાઠિ.)