Atmadharma magazine - Ank 024
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૮૭ :
શા શ્વ ત સુ ખ નો મા ર્ગ દ ર્શા વ તું મા સિ ક
• • • • • • અત્મધમ • • • • • •
યુ વ કો અ ને વિ દ્વા નો ને
(સત્તાસ્વરૂપ શાસ્ત્રની થોડીક વાનગીઓ)
જિજ્ઞાસુઓએ પ્રથમ શું કરવું.
તત્ત્વ નિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન,
નિર્ધન સુક્ષેત્રી તથા કુક્ષેત્રી આદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે,
તેથી જે પુરૂષ પોતાના હિતનો વાંછક છે તેણે સર્વથી પહેલાંં આ તત્ત્વ
નિર્ણય રૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. કહ્યું છે કે:–
न क्लेशो न धन व्ययो न गमनं देशान्तरे प्रार्थना।
केषांचिन्न बलक्षयो न तु भयं पीडा न कस्माश्च न।।
सावद्यं न न रोग जन्म पतनं नैवान्य सेवा न हि।
चिद्रूपं स्मरणे फलं बहुतरं किन्नाद्रियन्ते बुधाः।।
અર્થ:– ચિદ્રૂપ (જ્ઞાન સ્વરૂપ) આત્માનું સ્મરણ કરવામાં
નથી કલેશ થતો, નથી ધન ખર્ચવું પડતું, નથી દેશાંતરે જવું પડતું,
નથી કોઈ પાસે પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય થતો, નથી
કોઈ તરફથી ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય (પાપનું કાર્ય)
નથી, રોગ કે જન્મ મરણમાં પડવું પડતું નથી, કોઈની સેવા કરવી
પડતી નથી. આવી કોઈ મુશ્કેલી વિના જ્ઞાન સ્વરૂપ આત્માના
સ્મરણનું ઘણું જ ફળ છે તો પછી ડાહ્યા પુરૂષો કેમ આદરતા નથી?
વળી જે તત્ત્વ–નિર્ણયના સન્મુખ નથી થયા તેમને જાગ્રત
કરવા ઠપકો આપ્યો છે કે:–
साहिणे गुरु जोगे जे ण सुणं तीह धम्म वयणाई।
ते धिठ्ठ दुठ्ठ चिता अह सुहडा भव भय विहुणा।।
અર્થ:– ગુરુનો યોગ સ્વાધીન હોવા છતાં જેઓ ધર્મ
વચનોને સાંભળતા નથી તેઓ ધૃષ્ટ અને દુષ્ટ ચિત્તવાળા છે
અથવા તેઓ ભવ ભય રહિત (જે સંસાર ભયથી શ્રી તીર્થંકરાદિક
ડર્યા તેનાથી નહીં ડરનારા ઊંધા) સુભટો છે.
જેઓ શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વ નિર્ણય તો નથી કરતા અને
વિષય કષાયના કાર્યોમાં જ મગ્ન છે તે તો અશુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ
છે; તથા જે સમ્યગ્દર્શન વિના પૂજા, દાન, તપ, શીલ, સંયમાદિ વ્યવહાર
ધર્મમાં (શુભભાવમાં) મગ્ન છે તે શુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ છે.
માટે ભાગ્યોદયથી જેઓ મનુષ્ય પર્યાય પામ્યા છે, તેમણે
તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ તત્ત્વ
નિર્ણય તથા તેનું પણ મૂળ કારણ શાસ્ત્રાભ્યાસ તે અવશ્ય કરવા
યોગ્ય છે. (પાછળ)
વર્ષ: ૨
અંક: ૧૨ ભાદ્રપદ ૨૦૦૧