Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૨૧ :
૨૫/– શેઠ ધનજી ગફલના માતુશ્રી વઢવાણકેમ્પ
૨૫/– બેન દીપુબહેન ઓઘડદાસ બોટાદ
૨૫/– સંઘવી ચંદુલાલ શીવલાલના માતુશ્રી વઢવાણશહેર
૨૫/– બેન ઝવેરીબહેન
નાગનેશ
૩૧૫/– રૂા.।। પચીસ નીચેની રકમો બહેનોમાંથી આવેલી તે.
૭૦૦૨
૮૪૧૫૪।। કુલ
૧૫૦૨/– કરાંચીવાળા શેઠ મોહનલાલ વાઘજી ૧૦૦૧/–
તથા તેમના ધર્મપત્ની ડાહીબેન ૫૦૧/–
૨૫૧/– શેઠ હેમચંદભાઈ ચત્રભુજ ગારિયાધાર
૮૫૯૦૭।। કુલ
(રકમો આવવી ચાલુ છે)
આ ઉપરાંત ધર્મ પ્રભાવનાનો જોરદાર પ્રવાહ
મુમુક્ષુ ભાઈ બહેનો તરફથી પર્યુષણ પર્વમાં
ચાલ્યો હતો અને તે કારણે નીચેની વિગતે
રકમો મળી હતી.
૧૫૪૮/– શ્રી જ્ઞાન ખાતામાં તથા જ્ઞાન પૂજામાં આવેલ રકમ
૩૯૧૮/– શ્રી આરતીમાં તથા ભંડાર આદિમાં આવેલ રકમો
૧૨૦૦૦/– શ્રી કુંદકુંદ મુમુક્ષુ નિવાસમાં ઓરડાઓ વીગેરે
બાંધવામાં આવ્યા છે તેના ખર્ચને પહોંચી
વળવામાટે આવેલી ભેટ.
૭૪૩૩/– શ્રી જૈન અતિથિ સેવા સમિતિને અંગે ચાલતા
રસોડા ખર્ચને અંગે આવેલી રકમો
૨૬૬૧/– શ્રી પર્યુષણપર્વમાં સ્વામીવત્સલ માટે આવેલી રકમો
૫૬૩––૧–૦ શેઠ કુંવરજી આણંદજી, પાલેજ એકદીનના
૧૦૭૮–૭–૦ શેઠ નેમીદાસ ખુશાલદાસ, પોરબંદર ,,
૧૦૧૯–૮–૦ પારેખ લીલાધર ડાહ્યાભાઈ હા. જયાકુંવરબેન
૨૬૬૧–૦–૦
૧૭૬૪/– શ્રી જૈન અતિથિ સેવા સમિતિના સભ્યોના
લવાજમના આ સાલે જમા આવ્યા તે.
૧૧૫૨૩૧।। કુલ રૂપિયા એકલાખ પંદરહજાર બસો
સાડીએકત્રીશ
ઉપર મુજબ આ પર્યુષણપર્વમાં મુમુક્ષુ ભાઈ બહેનોએ
ધર્મ વૃદ્ધિની ભાવનાથી ઉદાર રકમો ભરી છે તેથી તેમનો
સર્વનો આભાર માનવાની રજા લઉં છું.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ : શ્રી જૈન અતિથિ સેવાસમિતિ
સોનગઢ
દ્ર....વ્ય....દ્ર....ષ્ટિ
“દરેકે દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્યને
બીજા દ્રવ્ય સાથે ખરેખર કાંઈ સંબંધ નથી”
આમ જે યથાર્થપણે જાણે તેને દ્રવ્યદ્રષ્ટિ થાય
અને દ્રવ્યદ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય, જેને
સમ્યગ્દર્શન થાય તેનો મોક્ષ થયા વગર રહે
નહિ, તેથી સૌથી પહેલાંં વસ્તુનું સ્વરૂપ જાણવું
જરૂરી છે.
‘દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્ય બીજા
દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી’ આમ માનતાં–
આત્મા સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે તેમજ દરેકે
દરેક પુદ્ગલપરમાણુ જુદા છે, બે પરમાણુ
ભેગા–એકરૂપ થઈને કદી કાર્ય કરતાં નથી, પણ
દરેક પરમાણુ સ્વતંત્ર જુદો જ છે–એમ વસ્તુ
સ્વભાવનું જ્ઞાન થાય છે.
જીવને વિકારભાવ થવામાં નિમિત્તરૂપ
વિકારી પરમાણુઓ [સ્કંધ] થઈ શકે, પરંતુ
દ્રવ્ય અપેક્ષાએ જોતાં દરેક પરમાણુ છૂટો જ છે–
બે પરમાણુ ભેગા થયા જ નથી અને એક છૂટો
પરમાણુ કદી વિકારનું નિમિત્ત થઈ શકતો નથી
એટલે કે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી
સ્વભાવદ્રષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના
વિકારનું નિમિત્ત પણ નથી. આ રીતે
દ્રવ્યદ્રષ્ટિથી કોઈ દ્રવ્યમાં વિકાર છે જ નહિ, જીવ
દ્રવ્યમાં પણ દ્રવ્યદ્રષ્ટિથી વિકાર નથી.
પર્યાયદ્રષ્ટિથી જીવને અવસ્થામાં રાગ દ્વેષ થાય
છે અને તેમાં કર્મ નિમિત્તરૂપ થાય છે પરંતુ
પર્યાયને ગૌણ કરી જ્યારે દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં
આવે ત્યારે કર્મ કાંઈ વસ્તુ જ ન રહી કેમકે તે
તો સ્કંધ છે અને તેના દરેક પરમાણુઓ જુદે
જુદું કાર્ય કરે છે તેથી જીવને વિકારનું નિમિત્ત
કોઈ દ્રવ્ય ન રહ્યું અર્થાત્ સ્વ તરફથી લેતાં જીવ
દ્રવ્યમાં વિકાર જ ન રહ્યો. આ રીતે દરેક દ્રવ્ય
ભિન્ન છે એવી દ્રષ્ટિ એટલે કે દ્રવ્યદ્રષ્ટિ થતાં
રાગ–દ્વેષની ઉત્પત્તિનું કારણ જ રહ્યું નહિ એટલે
દ્રવ્યદ્રષ્ટિમાં વીતરાગભાવની જ ઉત્પત્તિ રહી.
અવસ્થાદ્રષ્ટિથી–પર્યાયદ્રષ્ટિથી અથવા તો
બે દ્રવ્યોના સંયોગી કાર્યની દ્રષ્ટિમાં રાગ–દ્વેષાદિ
ભાવો થાય છે; ‘કર્મ’ અનંત પુદ્ગલોનો સંયોગ
છે તે સંયોગ ઉપર કે સંયોગી ભાવ ઉપર લક્ષ
કર્યું ત્યારે રાગ–દ્વેષ થાય છે, પણ જો અસંયોગ
એટલે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે એવી
દ્રષ્ટિ કરે [ખરેખર પોતાના અસંયોગી આત્મ
સ્વભાવની દ્રષ્ટિ કરે] તો રાગ–દ્વેષ થાય નહિ,
પણ તે દ્રષ્ટિના જોરે મોક્ષ જ થાય...માટે
દ્રવ્યદ્રષ્ટિનો અભ્યાસ તે પરમ કર્તવ્ય છે.