ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
ઉત્તર:–ત્યાં નિશ્ચય સમ્યકત્વની વ્યાખ્યા છે; દ્રવ્ય–
કર્મના ઉપશમ, ક્ષય વગેરેના નિમિત્તથી સમ્યકત્વ પેદા થાય
છે–એમ નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરવી તે વ્યવહારનયથી
છે કેમકે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ કહી છે. પોતાના
પુરુષાર્થથી નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે એ નિશ્ચય નયનું કથન
છે. હિંદીમાં જે ‘વ્યવહાર સમ્યકત્વ’ એવો અર્થ ભર્યો છે તે
મૂળ ગાથા સાથે બંધ બેસતો નથી.
(૧૦)
વ્યવહાર સમ્યગ્દર્શનની વ્યાખ્યા
(૧) પાંચઅસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ–પુદ્ગલના
સંયોગ પરિણામોથી ઉત્પન્ન આસ્રવ, બંધ, પુણ્ય, પાપ,
સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ
વ્યવહાર સમ્યક્ત્વ.
[પંચાસ્તિકાય, જયસેનાચાર્યકૃત ટીકા ગાથા–૧૦૭ પા. ૧૭૦]
(૨) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા
અને મોક્ષ એ સાત તત્ત્વો જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા
કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે.
[છહઢાળા–ઢાળ–૩ ગાથા–૩]
(૩) પ્રશ્ન:–વ્યવહાર સમ્યગ્દર્શન કયા જીવને અને
ક્યારે હોય છે? તથા નિશ્ચય સમ્યગ્દર્શન નહિ હોવા છતાં
તેને વ્યવહાર સમ્યગ્દર્શન શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર:–પ્રથમ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે
વિકલ્પરૂપ વ્યવહાર સમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે
[વ્યવહાર સમ્યગ્દર્શન] ખરેખર નિશ્ચયસમ્યગ્દર્શનનું સાધક
નથી, તો પણ તેને ભૂત નૈગમનયથી સાધક કહેવામાં આવે
છે, એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યગ્દર્શન હતું તે નિશ્ચય
સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી
જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની
શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. [પરમાત્મ
પ્રકાશ–ગાથા–૧૪૦ પાનું–૧૪૩ આવૃત્તિ પહેલી સંસ્કૃત ટીકા]
આ રીતે વ્યવહાર સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ
નથી, પણ તેનો અભાવ તે કારણ છે.
(૧૧)
વ્યવહારાભાસ સમ્યગ્દર્શનને કોઈવાર વ્યવહાર
સમ્યગ્દર્શન પણ કહે છે.
દ્રવ્યલીંગી મુનિને આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન,
તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કાર્યકારી નથી.
[જુઓ પ્રવચનસાર અધ્યાય ૩ ગાથા–૩૯ તથા મોક્ષમાર્ગ
પ્રકાશક પાનું ૨૩૭–૨૩૮–૨૪૧] અહીં જે ‘તત્ત્વાર્થ શ્રધ્ધાન’
શબ્દ વાપર્યો છે, તે ભાવ નિક્ષેપે નથી પણ નામ નિક્ષેપે તે
કથન છે.
‘જેને સ્વ–પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વીતરાગે
કહેલા દેવ–ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં
કહેલા દેવાદિ તથા તત્ત્વાદિને માને નહિ–તો એવા કેવળ
વ્યવહાર સમ્યકત્વવડે તે નિશ્ચય સમ્યકત્વી નામ પામે નહિ.’
[મોક્ષમાર્ગ પ્રકાશક પનું. ૩૪૩.] તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું
છે એ અપેક્ષાએ વ્યવહારસમ્યકત્વ થયું છે એમ કહેવાય છે;
પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને
વ્યવહારાભાસ સમ્યગ્દર્શન છે.
મિથ્યાદ્રષ્ટિ જીવને દેવ–ગુરુ–ધર્માદિનું શ્રદ્ધાન
આભાસમાત્ર હોય છે, તેના શ્રદ્ધાનમાંથી વિપરીતાભિનિવેશનો
અભાવ થયો નથી; વળી તેને વ્યવહાર સમ્યકત્વ આભાસ
માત્ર છે તેથી તેને જે દેવ–ગુરુ–ધર્મ નવ તત્ત્વાદિનું શ્રદ્ધાન છે
તે વિપરીતાભિનિવેશના અભાવ માટે કારણ ન થયું, અને
કારણ થયા વિના તેમાં [સમ્યગ્દર્શનનો] ઉપચાર સંભવતો
નથી; તેથી તેને વ્યવહાર સમ્યગ્દર્શન પણ સંભવતું નથી, તેને
વ્યવહાર સમ્યકત્વ માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે.
[મોક્ષમાર્ગ પ્રકાશક–પાનું. ૩૨૪–૩૩૨]
આ.ત્મ.ધ.ર્મ.ની.પ્ર.ભા.વ.ના
સત્દેવ, ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના ઉલ્લાસથી
મોટા આંકડિયાના રહીશ ધર્મપ્રેમી બહેનશ્રી હેમકુંવરબહેન તરફથી રૂપિયા
પાંચસોને એક આત્મધર્મ માસિકના ૨૫ મા અંકને ખાસ અંક–ભગવાન શ્રી
મહાવીર નિર્વાણ મહોત્સવ અંક–તરીકે પ્રગટ કરી આત્મધર્મની પ્રભાવના કરવા
માટે પર્યુષણપર્વ વખતે મળ્યા હતા, તે મુજબ આજે ચાલુ અંકના ૧૬ પાનાં ઉપરાંત
બીજા ૨૮ પાનાં મળી ૪૪ પાનાંનો આ અંક આપવામાં આવેલ છે. પ્રકાશક
મુદ્રક – પ્રકાશક – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટો આંકડિયા, કાઠિયાવાડ. તા. ૭ – ૧ – ૪પ