Atmadharma magazine - Ank 034
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૧૮૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
સંસારનું–મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ
સિદ્ધિ પામી શકતું નથી.
– આત્મા અને બંધભાવ વચ્ચે ભેદ –
આત્માના બધા ગુણોમાં અને બધી ક્રમવર્તી પર્યાયોમાં ચેતના વ્યાપીને પ્રવર્તે છે તેથી ચેતના જ આત્મા
છે. ક્રમવર્તી પર્યાયો કહેતાં રાગાદિ વિકાર તેમાં ન લેવો પણ શુદ્ધ પર્યાય જ લેવી, કેમકે રાગ બધી પર્યાયોમાં
વ્યાપીને પ્રવર્તતો નથી. રાગ વગરની પર્યાય તો હોઈ શકે પરંતુ ચેતના વગરની કોઈ પર્યાય હોય નહિ, ચેતના
તો દરેક પર્યાયમાં હોય જ. માટે રાગ તે આત્મા નથી પણ ચેતના તે જ આત્મા છે. બંધભાવો તરફ ન ઢળતાં
અંતર સ્વભાવ તરફ ઢળીને જે ચૈતન્ય સાથે એકમેક થાય છે એવી નિર્મળ પર્યાયો તે જ આત્મા છે. આ રીતે
નિર્મળ પર્યાયોને આત્મા સાથે અભેદ કરીને તેને જ આત્મા કહ્યો અને વિકારભાવને બંધભાવ કહીને તેને
આત્માથી જુદો પાડયો. આ ભેદજ્ઞાન થયું.
બંધરહિત પોતાના શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર બંધભાવને પણ યથાર્થપણે જાણી શકાય નહિ. પુણ્ય–પાપ
બંને વિકાર છે, તેઓ આત્મા નથી; આ ચૈતન્યસ્વભાવ તે જ આત્મા છે. જેટલા દયા–દાન–ભક્તિ વગેરેના
શુભભાવો છે તેઓનો મેળ આત્મા સાથે નથી પણ બંધ સાથે છે.
પ્રશ્ન:– પુણ્ય તે આત્મા નથી તો પછી પરજીવની દયા ન કરવી ને?
ઉત્તર:– અરે, ભાઈ! કોઈ આત્મા પરજીવોની દયા પાળી શકતો જ નથી કેમકે પરજીવને મારવા કે
બચાવવાની ક્રિયા આત્માની છે જ નહિ; આત્મા તો ફક્ત તે પ્રત્યે દયાની શુભ લાગણી કરે; પરંતુ જો શુભદયાની
લાગણીને પોતાનું સ્વરૂપ માને તો તેને મિથ્યાત્વનું મોટું પાપ લાગે. શુભ કે અશુભ કોઈ પણ લાગણી
આત્મકલ્યાણમાં કિંચિત્ મદદગાર નથી કેમકે તે લાગણીઓ આત્માના સ્વભાવથી વિપરીત લક્ષણવાળી છે,
પુણ્ય–પાપ ભાવ તે અનાત્મા છે.
– જ્ઞાનું કાર્ય –
સાધકદશામાં રાગ થાય છતાં જ્ઞાન તેનાથી જુદું છે. રાગ વખતે રાગને રાગ તરીકે જાણી લીધો ત્યાં તે
જાણનારૂં જ્ઞાન રાગથી જુદું રહ્યું છે. જો જ્ઞાન અને રાગ એકમેક થઈ ગયા હોય તો રાગને રાગ તરીકે જાણી
શકાય નહિ. રાગને જાણનારૂં જ્ઞાન આત્મા સાથે એકતા કરે છે અને રાગ સાથે અનેકતા (–ભિન્નતા) કરે છે.
જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે તે રાગને પણ જાણે છે. જ્ઞાનમાં રાગ જણાય છે તે તો જ્ઞાનની સ્વ–પર પ્રકાશક
શક્તિનો વિકાસ છે, પરંતુ અજ્ઞાનીને પોતાના સ્વતત્ત્વની શ્રદ્ધા નહિ હોવાથી તે રાગને અને જ્ઞાનને જુદા પાડી
શકતો નથી તેથી તે રાગને પોતાનું જ સ્વરૂપ માને છે, તે જ સ્વતત્ત્વનો વિરોધ છે. ભેદજ્ઞાન થતાં જ જ્ઞાન અને
રાગ જુદા જણાય છે તેથી ભેદવિજ્ઞાની જીવ જ્ઞાનને પોતાપણે અંગીકાર કરે છે અને રાગને બંધપણે જાણીને તેને
છોડી દે છે. આ ભેદજ્ઞાનનો જ મહિમા છે.
રાગ વખતે હું રાગપણે જ થઈ ગયો છું એમ માનવું તે એકાંત છે, પરંતુ રાગ વખતે પણ હું તો જ્ઞાનપણે
જ છું, હું રાગપણે થતો જ નથી–એમ ભિન્નપણાની પ્રતીત કરવી તે અનેકાંત છે. રાગને જાણતાં જ્ઞાન એમ જાણે
છે કે ‘આ રાગ છે;’ પરંતુ “આ રાગ હું છું” એમ જ્ઞાન જાણતું નથી, કેમકે જ્ઞાન પોતાનું કાર્ય રાગથી જુદું રહીને
કરે છે. દ્રષ્ટિનું જોર જ્ઞાન સ્વભાવ તરફ વળવું જોઈએ, તેને બદલે રાગ તરફ વળે છે તે જ અજ્ઞાન છે. જેનું
વજન જ્ઞાન તરફ ઢળે છે તે રાગને નિઃશંકપણે જાણે છે પણ તેને જ્ઞાનસ્વભાવમાં શંકા પડતી નથી. અને જેને
જ્ઞાન તરફ વજન નથી તેને રાગને જાણતાં ભ્રમ પડે છે કે આ રાગ કેમ? પણ ભાઈ! તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપરથી
ખસીને રાગ ઉપર કેમ જાય છે? આ રાગ જણાય છે તે તો જ્ઞાનની જાણવાની તાકાત ખીલી છે તે જ જણાય છે
એમ જ્ઞાન અને રાગને જુદા કરીને તારા જ્ઞાન ઉપર જોર દે, એ જ મુક્તિનો ઉપાય છે. જ્ઞાન ઉપર જોર દેતાં
જ્ઞાન સંપૂર્ણ ખીલી જશે અને રાગ સર્વથા તૂટી જશે–એટલે મુક્તિ થશે. ભેદજ્ઞાનનું જ તે ફળ છે.
રાગ વખતે, ‘આ રાગ જણાય છે તે મારું જ્ઞાન સામર્થ્ય છે પણ રાગનું સામર્થ્ય નથી, ’ આમ જેણે ભિન્નપણે
પ્રતીત કરી તેને એકલું જ્ઞાતાપણું રહી ગયું અને જ્ઞાતાપણાના જોરે બધાય વિકારનો કર્તા ભાવ ઉડાડી દીધો.
– જ્ઞાનું સામર્થ્ય; ચારિત્રનું સાધન –
કોઈ એમ માને કે મહાવ્રતના શુભવિકલ્પથી ચારિત્ર દશા પ્રગટે, તો તે મિથ્યાદ્રષ્ટિ છે. કેમ કે વ્રતનો
વિકલ્પ તે તો રાગ હોવાથી બંધનું લક્ષણ છે અને ચારિત્ર તે