। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું સંપાદક શ્રાવણ
રામજી માણેકચંદ દોશી
અંક દસ વકીલ ૨૪૭૨
• સાચી સમજણનું ફળ •
(સમયસારજી ગાથા ૨૯૫ ના વ્યાખ્યાનમાંથી)
પ્રશ્ન:– પર વસ્તુઓ આત્માથી જુદી છે એમ સમજવાથી
શું લાભ?
ઉત્તર:– હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું અને પરવસ્તુઓ
મારાથી જુદી જ છે–એટલે મારામાં પરને સુખ–દુઃખ કરવાની
તાકાત ત્રણકાળ ત્રણલોકમાં નથી અને મારું સુખ કે દુઃખ
પરવસ્તુને આધીન નથી–આવું ભાન થતાં પુણ્ય–પાપ રહિત
આત્મસ્વભાવ છે એમ ખ્યાલમાં આવે છે; કેમ કે પુણ્ય–પાપના
ભાવ પરલક્ષે જ થાય છે. જ્યાં પરના સંબંધનો જ પોતે નકાર
કર્યો ત્યાં પરના લક્ષે થતા ભાવોનો પણ નિષેધ થયો એટલે
એકલો જ્ઞાનસ્વભાવ જ રહ્યો. પરથી જુદો એટલે કે પોતાના
જ્ઞાનસ્વરૂપમાં પૂરો. પોતાના જ્ઞાનસ્વભાવના ભાન વગર
યથાર્થપણે પરથી અને વિકારથી જુદાપણું માની શકે નહિ.
સ્વને અને પરને કાંઈ સંબંધ નથી–એમ નક્કી થતાં પર
તરફના વલણવાળી કોઈ શુભ કે અશુભ વૃત્તિ તે મારું સ્વરૂપ
નથી–એમ જાણીને એકત્વ સ્વભાવમાં સ્થિરતા કરવી તે જ
બંધન છોડીને મુક્ત થવાનો ઉપાય છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •