: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
આત્મહિત માટે કોઈ પણ પ્રકારનો રાગ લાભદાયક નથી
પ. પૂ. સદ્ગુરુદેવશ્રીના સમયસાર મોક્ષ અધિકાર
ગાથા ૨૯૬ ઉપરના વ્યાખ્યાનમાંથી
ઈન્દ્રની સુખ સામગ્રી કે તીર્થંકરોના સમવસરણના વૈભવનું વર્ણન સાંભળીને જો તેની રુચિ જીવને થઈ
જાય તો તેને સંયોગની અને રાગની રુચિ છે; તે રાગ વડે નથી આત્માને લાભ, કે નથી પરને લાભ! સંયોગ તે
રાગનું ફળ છે, જેને સંયોગની અને રાગની રુચિ છે તેને સંયોગ અને રાગરહિત એવા અસંયોગી વીતરાગ
આત્મસ્વભાવની રુચિ નથી.
અહીં ક્યાં રાગની અને કયા સંયોગની વાત કરી? જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તથા ઈન્દ્ર પદ મળે તે
રાગભાવ અને સમવસરણ તથા ઈન્દ્રપદની સામગ્રી–તેમાં આત્માનું સુખ નથી અને તેના વડે સ્વને કે પરને
ખરેખર લાભ નથી.
તે કેમ લાભદાયક નથી? કેમ કે શુભરાગ પણ વિકાર છે, તે રાગવડે વર્તમાનમાં પોતાની અવસ્થાની
શુદ્ધતા અટકે છે તેથી વર્તમાનમાં રાગથી લાભ નથી, અને તે રાગના ફળમાં જે બાહ્ય સંયોગ મળશે તે સંયોગ
ઉપર જ્યાં સુધી લક્ષ હશે ત્યાં સુધી વીતરાગતા નહિ પ્રગટે પણ રાગનો અભાવ કરવાથી જ વીતરાગતા પ્રગટે
છે, માટે તે રાગ વડે ભવિષ્યમાં પણ લાભ નથી.
પ્રશ્ન:– જે જીવ તીર્થંકરગોત્ર બાંધે તે તીર્થંકર–કેવળીપદ પામે જ એમ નક્કી થઈ જાય છે, માટે તે રાગથી
એટલો તો લાભ થયો કે નહિ?
ઉત્તર:– ના, ભવિષ્યમાં કેવળજ્ઞાન થશે–એવો નિર્ણય તે રાગ વડે થયો નથી, પરંતુ સમ્યગ્દર્શનના જોરે તે
રાગનો નકાર વર્તે છે તેથી તે રાગ ટાળીને અલ્પકાળે કેવળજ્ઞાન થશે–એવો નિર્ણય થયો છે. ત્યાં સમ્યગ્દર્શનનું
માહાત્મ્ય છે, પણ રાગનું માહાત્મ્ય નથી.
જે રાગભાવે તીર્થંકરગોત્ર બાંધે તે ભાવે તીર્થંકર–કેવળીદશા પમાય નહિ; પણ, શુભાશુભરાગ થાય તેને
જાણનારૂં જ્ઞાન તે હું અને રાગ હું નહિ એમ પ્રજ્ઞાવડે આત્માને અને રાગને છેદીને ભિન્ન પાડ્યા છે તે પ્રજ્ઞા જ
કેવળજ્ઞાનનું કારણ છે. પ્રજ્ઞા અર્થાત્ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યા પછી જે તીર્થંકરગોત્રનો રાગ આવ્યો તે રાગને આત્મા
તરીકે જ્ઞાનીઓ સ્વીકારતા નથી પણ બંધ તરીકે સ્વીકારે છે; જ્યારે તે બંધભાવને છેદશે ત્યારે કેવળજ્ઞાન
પ્રગટશે. પ્રથમ ‘રાગ તે મારું સ્વરૂપ નહિ’ એમ શ્રદ્ધામાં રાગનો છેદ કર્યો, ત્યાર પછી આત્મામાં સ્થિરતા વડે
ચારિત્રમાંથી પણ તે રાગને છેદી નાખવો તે જ મુક્તિનું કારણ છે. આ રીતે નક્કી થયું કે કોઈ પણ જાતનો
રાગભાવ પોતાને વર્તમાનમાં કે પરંપરાએ ભવિષ્યમાં લાભદાયક નથી.
ભાઈ! ચૈતન્યસ્વરૂપનો મહિમા તો ચૈતન્યમાં જ છે, પણ કોઈ રાગવડે ચૈતન્યનો મહિમા નથી. ચૈતન્યના
મહિમાને જાણ્યા વગર ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તોપણ તે રાગ અને ચૈતન્યના ભેદનું ભાન ન હોવાથી ગોટા જ વાળશે.
તીર્થંકરગોત્રનો શુભરાગ પરંપરા મોક્ષનું કારણ થાય એમ જ્યાં કહ્યું હોય ત્યાં તેનો આશય આ પ્રમાણે
સમજવો–જે રાગ છે તે તો બંધનું જ કારણ છે પણ વર્તમાન સમ્યક્દ્રષ્ટિમાં તે રાગનો સ્વીકાર કરતા નથી અને
તે દ્રષ્ટિના જોરે ક્રમેક્રમે સ્થિરતા કરીને તે રાગને અવશ્ય ટાળશે અને તે રાગભાવ ટાળીને અવશ્ય કેવળજ્ઞાન
પ્રગટાવી મોક્ષ પામશે–આવું સાચી દ્રષ્ટિનું માહાત્મ્ય બતાવવા માટે ઉપચારથી તે રાગને મોક્ષનું કારણ કહી દીધું
છે. પણ રાગને ખરેખર મોક્ષનું કારણ ન માનવું, રાગ તો બંધનું જ કારણ છે.
‘હું અમુક ભાવ કરીને તીર્થંકર ગોત્ર બાંધુ’ એવી ભાવના વડે કદી તીર્થંકરગોત્ર બંધાય નહિ. કેમકે જેણે
તીર્થંકરગોત્રની ભાવના કરી તેણે રાગની ભાવના કરી તેને બંધભાવની રુચિ છે પણ સ્વભાવની રુચિ નથી તેથી
તે મિથ્યાદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિને તીર્થંકરગોત્ર બંધાય જ નહિ. પૂર્ણ–સ્વભાવની ઓળખાણ પછી પૂર્ણતાની
ભાવનાના વિકલ્પથી સમ્યગ્દ્રષ્ટિને તે સહેજે (–ઈચ્છા વગર, આદર વગર) બંધાય છે. પણ પ્રભુ! તે તીર્થંકર
ગોત્રની રુચિમાં તારા ચૈતન્યની રુચિનો અનાદર થઈ જાય છે, માટે નકાર કર કે પુણ્ય–પાપની કોઈ લાગણી
મારી નથી, મારા ચૈતન્ય સ્વભાવની ભાવના વડે સર્વ શુભાશુભને છેદીને હું કેવળજ્ઞાન લેવાનો છું.
તીર્થંકર થનાર જીવ સ્વર્ગ કે નરકમાંથી ચ્યવન કરીને મનુષ્ય થાય છે અને પછી ચારિત્રદશા વડે રાગને