Atmadharma magazine - Ank 034
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: શ્રાવણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૭૯ :
છેદીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે તીર્થંકરગોત્રના પરમાણુઓના નિમિત્તે બહારમાં સમવસરણની રચના થાય
છે અને ઈચ્છા વગર દિવ્યધ્વનિ છૂટે છે. તીર્થંકરનો પૂર્વનો રાગ કે તે રાગના બાહ્ય ફળરૂપ સમવસરણ અને
દિવ્યધ્વનિ તે પર જીવોને પણ પરમાર્થે લાભનું કારણ નથી. કેમકે તીર્થંકર, સમવસરણ અને દિવ્યધ્વનિ એ ત્રણે
પરવસ્તુ છે; જીવને જ્યાંસુધી પર ઉપર લક્ષ રહે ત્યાં સુધી રાગ જ હોય. અને પર લક્ષે આત્મસ્વભાવ સમજાય
નહિ. માટે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે રાગભાવથી પરને પણ લાભ નથી. પણ જીવ જ્યારે તીર્થંકર,
સમોસરણ અને દિવ્યધ્વનિ–એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ તે
સમ્યગ્દર્શન પામે છે અને ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે. જ્યારે જીવ પોતે સ્વભાવના લક્ષે સાચી સમજણ વડે
લાભ પામે ત્યારે દિવ્યધ્વનિ વગેરેને નિમિત્ત કહેવાય છે; અને દિવ્યધ્વનિથી લાભ થયો અથવા તો તીર્થંકરપ્રભુએ
ઘણા જીવોને તાર્યા–એમ ઉપચારથી બોલાય છે, પણ ખરું સ્વરૂપ તો ઉપર જણાવ્યા મુજબ જ સમજવું.
જે રાગ પોતાને લાભદાયક નથી તે રાગ પરને પણ લાભદાયક નથી.
પ્રશ્ન:– શુભરાગવડે તીર્થંકરગોત્ર બંધાય અને તેનો ઉદય થતાં દિવ્યવાણી છૂટે, તે વાણી સાંભળીને ઘણા
જીવો ધર્મ સમજે અને લાભ પામે–એ રીતે શુભરાગવડે પરને તો લાભ થાયને?
ઉત્તર:– ના. જે જીવો ધર્મ સમજ્યા તેઓ વાણીના લક્ષે નથી સમજ્યા, પણ ભગવાન અને ભગવાનની
વાણી તરફની લાગણી એ બંને મારું સ્વરૂપ નથી, હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું–એમ પ્રજ્ઞાવડે સ્વલક્ષ કરીને
જ્યારે ભગવાનનું લક્ષ છોડ્યું ત્યારે જ તેઓ સમજ્યા છે, તેથી સ્વ પ્રજ્ઞાવડે જ લાભ થયો છે અને ત્યારે
નિમિત્ત તરીકે ભગવાનની વાણીની હાજરી હતી તેથી, ભગવાનની વાણી સાંભળીને સમજ્યા એમ ઉપચારથી
કહેવામાં આવે છે. અને સ્વભાવ સમજ્યા પછી પણ જ્યાંસુધી ભગવાનની વાણી તરફ લક્ષ હોય છે ત્યાંસુધી
રાગ ટળતો નથી, પણ પ્રજ્ઞાના જ અભ્યાસ વડે જ્યારે સ્વભાવનું ગ્રહણ અને રાગનો ત્યાગ કરે છે ત્યારે જ
ચારિત્રદશા પ્રગટે છે, ત્યાં વાણીનું લક્ષ હોતું નથી. આ રીતે ભગવાનનો પૂર્વદશાનો રાગ કે તેના ફળરૂપ દિવ્ય
વાણી તે પર જીવને પણ ખરી રીતે લાભ કર્તા નથી......... આમ હોવા છતાં પ્રથમ ભૂમિકામાં જ્યાં સુધી રાગ
હોય ત્યાં સુધી અશુભ રાગથી બચવા માટે અને જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે ભગવાનની દિવ્ય વાણીનું
શ્રવણ–મનનરૂપે અવલંબન હોય છે. સમ્યગ્દ્રષ્ટિઓ અને ગણધરો પણ શુભ વિકલ્પ વખતે ભગવાનની
દિવ્યવાણીનું શ્રવણ કરે છે, પરંતુ તે રાગ વખતેય આત્માના સ્વભાવમાં પ્રજ્ઞા રહેલી છે તે પ્રજ્ઞા રાગનો અને
પરનો નકાર કરીને સ્વભાવમાં ઢળે છે, તે પ્રજ્ઞા જ સર્વત્ર લાભદાયક છે, પરંતુ રાગ ક્યારેય પણ ખરેખર
લાભદાયક નથી.
આ રીતે મોક્ષના સાધન તરીકે એક પ્રજ્ઞાનું જ–ભેદવિજ્ઞાનનું જ–સ્થાપન કર્યું અને પ્રજ્ઞા સિવાયના બધા
ભાવોને બંધમાર્ગ તરીકે સ્થાપ્યા.
સમ્યગ્દ્રષ્ટિને શુભભાવ થાય ખરા, પણ તેઓ તેને મોક્ષમાર્ગ તરીકે માનતા નથી, અશુભથી બચવા માટે
શુભભાવ આવે છે. અભિપ્રાય વડે જ્ઞાન સ્વભાવમાંથી શુભ–અશુભ બંનેને છેદવા તે સમ્યગ્દર્શન છે અને
સ્થિરતાવડે શુભ–અશુભ બંનેને છેદવા તે સમ્યક્ચારિત્ર છે. આ જ મુક્તિનો ઉપાય છે. શુભભાવમાં ધર્મ નથી
માટે શુભને છોડીને અશુભભાવ કરવા એવો અર્થ તો સમજવો જ નહિ. જો તેવો અર્થ માનીને શુભ છોડીને
અશુભ કરે તો તે જીવ ધર્મ સમજવાની પાત્રતાવાળો પણ નથી. જ્યાં મંદકષાય પણ લાભદાયક હોવાની ના
પાડી તો પછી તીવ્ર કષાય તો લાભદાયક હોય જ કેમ?
સુવર્ણપુરીમાં પર્યુષણ દર સાલ મુજબ ઉજવવામાં આવશે. શ્રી જૈન અતિથિ સેવા
સમિતિની બેઠક ભાદરવા સુદ ર ના રોજ સાંજે પાંચ વાગે ભરવામાં આવશે. રા.મા.દોશી
૧. રાગમાં ધર્મ માને તે મિથ્યાદ્રષ્ટિ–બહિરાત્મા.
૨. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનને અને રાગને ભિન્નપણે સમજે અને રાગમાં ધર્મ ન માને, છતાં રાગ હોય, તે સાધક–
અંતરાત્મા.
૩. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનને અને રાગને ભિન્નપણે સમજે અને પછી જ્ઞાન સ્વભાવની પૂર્ણ સ્થિરતા વડે રાગનો
સર્વથા ક્ષય કરે તે સાધ્ય–પરમાત્મા.
જ્ઞાન અને રાગને ભિન્નપણે ઓળખીને એક અંશ પણ રાગને પોતાનો માનવો નહિ, પણ પ્રજ્ઞાવડે જ્ઞાનની
અધિકતા અને રાગની હિનતા રાખીને મોક્ષમાર્ગમાં નિઃશંક ચાલ્યા જવું, એ જ મુક્તિનું કારણ છે. આજ માર્ગથી ચૈતન્ય
ભગવાનનું જેનશાસન અનાદિ અનંત વર્તે છે, અને સાધક સંતોની મંડળી–મુક્તિની મંડળી આ જ માર્ગે ચાલી જાય છે.