ઃ ૩૪ઃ આત્મધર્મઃ ૩૮
સમયસાર–પ્રશ્નોત્તર
–શ્રી સમયસાર પાન પ૦૨ના વ્યાખ્યાનના આધારે–
૯. પ્રશ્નઃ– આત્મકલ્યાણ કરવા માટે सब अवसर आ चुका है–એમ કહ્યું, તેમાં सब अवसर એટલે શું?
ઉત્તરઃ– આત્મામાં સત્ સમજવા જેટલા જ્ઞાનની ઉઘાડ શક્તિ છે અને સત્સમાગમનો યોગ મળ્યો છે– એ જ
सब अवसर છે. સત્નો જોગ મળ્યો છે અને જ્ઞાનશક્તિ પણ મળી છે માટે શીઘ્ર આત્મકલ્યાણનો માર્ગ સમજી લેવો–
એવો તેનો ભાવ છે. કોઈ જીવો કર્મનો તેમજ દેશ, કાળ વગેરેનો વાંક કાઢે છે અને આત્મસ્વરૂપ સમજવાનો પ્રયત્ન
કરતા નથી, તેમને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તારા આત્મકલ્યાણમાં તને કર્મ, દેશ, કાળ વગેરે કોઈ નડતાં નથી, માટે
આ અવસર પામીને તારા જ્ઞાનમાં સત્ સમજવાનો પ્રયત્ન કર.
૧૦. પ્રશ્નઃ– આત્માના સુખના સાધન કયા કયા નથી?
ઉત્તરઃ– અંતરંગમાં મિથ્યાદર્શન, અજ્ઞાન તે સુખના સાધન નથી, તેમ જ પુણ્યનો શુભરાગ, દયા–ભક્તિ–
વ્રત–તપ આદિના શુભ વિકલ્પો તે પણ આત્માના સુખનું સાધન નથી પણ આકુળતા હોવાથી દુઃખ છે. વળી દેવ–
ગુરુ–શાસ્ત્ર પણ આ આત્માથી જુદા છે તેથી તેઓ પણ આ આત્માના સુખનાં સાધન નથી. પૈસા, શરીર, મકાન,
ભોજન વગેરે જડ પદાર્થો આત્માના સુખનું સાધન નથી. ટૂંકમાં કહીએ તો વિકારભાવ અને પરવસ્તુઓ તે કોઈ પણ
આત્માના સુખનું સાધન નથી.
૧૧. પ્રશ્નઃ– તો પછી આત્માનું સુખનું સાધન શું છે?
ઉત્તરઃ– વિકારથી અને પરથી ભિન્ન એવો પોતાનો સ્વભાવભાવ તે જ આત્માના સુખનું સાધન છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ સુખનું સાધન છે, અને તેનું પણ મૂળ કારણ તો સમ્યગ્દર્શન જ છે. જ્ઞાનીઓ
સમ્યગ્દર્શનને કલ્યાણમૂર્તિ કહે છે. ત્રણે કાળે આ જગતમાં જીવનું સર્વોત્કૃષ્ટ હિત કરનાર સમ્યગ્દર્શન જ છે. જેટલે
અંશે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેટલે અંશે જ સુખ છે, અને તેનો અભાવ તે જ દુઃખ છે. તેથી સુખી થવા માટે સર્વ
પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં પણ દુઃખી જ છે, અને સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકમાં પણ સુખી છે.
૧૨. પ્રશ્નઃ– અંતર સ્વભાવને ઓળખીને તેમાં ઠર–તને કેવળજ્ઞાન થશે–આ વાત તમને રુચે છે?
ઉત્તરઃ– હા. તેમાં અંતર સ્વભાવની સમજણ અને સ્થિરતા જ કરવાનું કહ્યું છે; કોઈ બહારની ક્રિયા કે
શુભરાગ કરવાથી કેવળજ્ઞાન થશે એમ કહ્યું નથી, કેમકે બહારની ક્રિયા તો આત્મા કરી જ શકતો નથી. અને
શુભરાગ વડે કેવળજ્ઞાન થતું નથી કેમકે તે વિકાર છે. મુનિરાજ પણ જ્યારે શુભરાગના વિકલ્પને તોડીને સ્વભાવમાં
ઠરે છે ત્યારે કેવળજ્ઞાન પામે છે. માટે પહેલાં કેવળજ્ઞાનના સાચા ઉપાયની પ્રતીત કરવી જોઈએ. જેને કેવળજ્ઞાનના
ઉપાયની પ્રતીત અને રુચિ ન થાય અને શુભરાગની રુચિ થાય તેને વિકારની રુચિ છે પણ આત્માના ધર્મની રુચિ
નથી.
૧૩. પ્રશ્નઃ– જ્ઞાન સાથે વણાયેલી શક્તિઓના નામ કહો.
ઉત્તરઃ– જ્ઞાન સાથે ચારિત્ર, સુખ, વીર્ય, શ્રદ્ધા, અસ્તિત્વ વગેરે અનંત શક્તિઓ વણાયેલી છે.
૧૪. પ્રશ્નઃ– જ્ઞાન માત્રનો સ્વભાવ સિદ્ધપણું છે–એટલે શું?
ઉત્તરઃ– જ્ઞાનમાત્ર એટલે એકલું જ્ઞાન; એકલા જ્ઞાનમાં વિકાર કે રાગદ્વેષ ન હોય, દુઃખ ન હોય, પરનો સંગ
ન હોય, એ રીતે એકલું જ્ઞાન પોતે વિકાર રહિત હોવાને લીધે પરિપૂર્ણ છે, તે જ સુખ છે, તે જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર
રહેતું હોવાથી પોતે જ ચારિત્ર છે, આ રીતે જ્ઞાન માત્રને જ સિદ્ધપણું છે. જેમ સિદ્ધને વિકાર વગેરે નથી તેમ
જ્ઞાનમાત્રમાં પણ વિકાર વગેરે નથી.
૧પ. પ્રશ્નઃ– જ્ઞાન માત્રમાં સ્થાપેલી દ્રષ્ટિ વડે ખરેખર એક આત્મા જ દેખાય છે–તેનો ભાવાર્થ સમજાવો.
ઉત્તરઃ– જ્ઞાન માત્ર તે જ મારૂં સ્વરૂપ છે, વિકાર વગેરે કાંઈ મારૂં સ્વરૂપ નથી એવી દ્રષ્ટિ તે ‘જ્ઞાન માત્રમાં
સ્થાપેલી દ્રષ્ટિ’ છે જેણે પોતાને જ્ઞાનમાત્ર સ્વરૂપે માન્યો તે પરથી પોતાને લાભ–નુકશાન માને નહિ, હું પરનું કરી
શકું એમ માને નહિ, વિકાર થાય તેનો ‘જ્ઞાનમાત્ર’ માં સ્વીકાર કરે નહિ, એટલે તેનું લક્ષ પરથી અને વિકારથી
ખસી ગયું અને એકલા જ્ઞાતા–દ્રષ્ટા સુખમય સ્વભાવી પોતાના આત્મા ઉપર તેનું લક્ષ થયું. આવું જેને આત્મભાન
થાય તેણે પોતાની દ્રષ્ટિ જ્ઞાનમાત્રમાં