ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૩૮
વર્ષ ચોથુંઃસળંગ અંકઃમાગશરઆત્મધર્મ
અંક બીજોઃ૩૮ઃર૪૭૩
... એવા કુંદ પ્રભુ અમ મંદિરીયે...
એવા કુંદ પ્રભુ અમ મંદિરીયે...શ્રી સીમંધર દેવના દર્શન કરી
એવા આતમ આવો અમ મંદિરીયે...સત્ય સંદેશા લાવનાર ચિંતામણી
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યુંપ્રભુ શ્રુતધારી કળિકાળ કેવળી...એવા કુંદપ્રભુ૦
જેણે વન જંગલમાં શાસ્ત્ર રચ્યુંહે ગુણ નિધિ ગુણાગારી પ્રભુ
ૐ કાર ધ્વનિનું સત્ત્વ સાધ્યું...એવા કુંદપ્રભુ૦તારી આદર્શતા ન્યારી ન્યારી પ્રભુ
જેણે આત્મવૈભવથી તત્ત્વ સીંચ્યા,હું પામર એ શું કથી શકું...એવા કુંદપ્રભુ૦
વળી સંયમ ગૂચ્છમાં ગૂંજી રહ્યાપ્રભુ કુંદકુંદ દેવ સુવાસ તારી
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા...એવા કુંદપ્રભુ૦પ્રસરાવી મુમુક્ષુ હૃદયમાંહી
મહા મંગળ પ્રતિષ્ઠા મહા ગ્રંથનીકાનદેવે મીઠાં મેહ વરસાવી...એવા કુંદપ્રભુ૦
વળી અગમ નિગમના ભાવો ભરીજિનેન્દ્ર સ્તવનાવલી પા. ૨૯.
દીસે ‘સાર–સમય’ ની રચના રૂડી...એવા કુંદપ્રભુ૦જિનેન્દ્ર સ્તવનમંજરી પા. ૩૬૯.
વીર નિર્વાણ કલ્યાણક દિન
જગતના સર્વ જીવોને શાંતરસ– સબરસની પ્રાપ્તિ હો!
પ્રાતઃ સ્મરણીય પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રાતઃકાલીન વચનામૃતના આધારે.
વેણલાં વાયાં એમ બેનો ગાય છે. વેણલાં તો દરરોજ વાય જ છે, એવો ને એવો પ્રકાશ દરરોજ હોય છે. તે
પ્રભાતમાં કાંઈ વિશિષ્ટતા નથી. વિશિષ્ટ સુપ્રભાત તો કેવળજ્ઞાન છે, કે જે ઊગ્યું તે ઊગ્યું જ, કદી પણ અસ્ત થવાનું
નહિ જ, પણ સાદિ અનંતકાળ સુધી ટકી રહેવાનું. સ્વભાવમાં વિકાર નથી–ભવ નથી. માટે સ્વભાવની ઓળખાણ
કરનારને વિકાર ન હોય, ભવ ન હોય. પુરુષાર્થ દ્વારા સ્વભાવની વૃદ્ધિ થતાં થતાં અલ્પકાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ
થઈ જાય એ જ મંગલમય સુપ્રભાત છે. લોકો સાલમુબારક કરે છે પણ કેવળજ્ઞાન જ મુબારક છે–અન્ય કશું મુબારક
છે જ નહિ; માટે તેનું જ ધ્યાન ધર, તેનું જ ગાન કર અને તેનું જ બહુમાન કર.
જેમ મીઠાની પૂતળી પાણીમાં નાખતા વેંત જ સમાઈ (ઓગળી) જાય છે તેમ આખો લોકાલોક
કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે અર્થાત્ કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં સર્વ પદાર્થો જણાઈ જાય છે–બધા જ્ઞેયો
સમયે સમયે તેમાં સમાતા જાય છે.
સ્ફટિક જેમ અંદર–બહાર તેના આખા દળમાં પૂર્ણ સ્વચ્છ છે તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે પૂર્ણ
પવિત્ર છે. શરીરના જે ભાગોમાં અશુચિ છે તે સ્થાને રહેલા આત્મપ્રદેશો પણ અશુચિમય હોતા નથી પરંતુ પવિત્ર જ
હોય છે. પગના ભાગમાં રહેલા આત્મપ્રદેશો ઓછા પવિત્ર ને મસ્તક કે જે ઉત્તમાંગ કહેવાય ત્યાં રહેલા આત્મપ્રદેશો
વિશેષ પવિત્ર–એવું નથી. તે તો સર્વાંગે પૂર્ણ પવિત્ર જ છે.
સ્વચ્છ મનુષ્ય જેમ અશુચિવાળા સ્થાનમાં જરા વાર પણ રહેવા ઇચ્છતો નથી પણ જલદીથી બહાર નીકળી
જવા ઇચ્છે છે તેમ આસ્રવો–પુણ્ય પાપના વિકારી ભાવો કે જે અશુચિમય છે તેને આત્મશુદ્ધિનો ઇચ્છક પુરુષ જરાવાર
પણ રાખવા ઇચ્છતો નથી પણ તેને જલદીથી છોડી દઈને પૂર્ણ પવિત્ર બનવા ઇચ્છે છે.
આજે શુક્રવાર છે માટે આત્માના શુક્ર (વીર્ય) માં વાસ કરવો ને વીર્યની વૃદ્ધિ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
કરી લેવી.
આત્માનો શાંતરસ એ જ સબરસ છે–એવા સબરસની જગતના સર્વ જીવોને પ્રાપ્તિ હો!