Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
------------------------------------------------------------------------------------------------------------------------
અભવ્ય–નાલાયક જીવનું ચિહ્ન
(ચક્રવર્તી ભરતના નાની નાની ઉંમરના એક સો પુત્રોને વૈરાગ્ય થતાં તેઓ
શ્રી ઋષભદેવપ્રભુના સમવસરણમાં જિનદીક્ષા લેવા માટે ગયા છે અને તે વખતે ભગવાનને
વિનંતી કરવાથી તેમના પ્રત્યે ભગવાન ઉપદેશ કરે છે. તે પ્રસંગનું આ કથન છે.)
ર્મયોગને માટે ‘તે કાળ કે આ કાળ’ એવી આવશ્યકતા નથી, તે ગમે ત્યારે અનુભવી શકાય છે. જે નિર્મળ
ચિત્તથી એ ધર્મયોગનો અનુભવ કરે છે તે લૌકાંતિક, સૌધર્મેન્દ્ર આદિ પદવી પામીને બીજા ભવે નિશ્ચયથી મુક્તિ
પ્રાપ્ત કરે છે.
વ્યવહાર ધર્મનો જે અનુભવ કરે છે તેને સ્વર્ગ સંપત્તિ તો નિયમથી મળશે, એમાં શક નથી પરંતુ તેમાં
ભવનાશ અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ નિયમ નથી. આત્માનુભવ એ જ મોક્ષને માટે નિયમ છે. આત્માનુભવ થતાં
મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
સંસારમાં અવિવેકી મૂઢ આત્માઓને નિશ્ચયધર્મયોગની પ્રાપ્તિ થતી નથી. જે પોતે તો એ નિશ્ચયધર્મયોગથી
શૂન્ય રહે છે અને નિશ્ચયધર્મને ધારણ કરનારા સજ્જનો પ્રત્યે વીંછીની સમાન રહે છે, અને તેઓની નિંદા કરે છે
એવા દુષ્ટચિત્ત જીવોને તે ધર્મયોગ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે?
ભવ્યયોગમાં બે ભેદ છે–એક સારભવ્ય અને બીજા દૂરભવ્ય. સારભવ્ય એટલે આસન્નભવ્ય, તે આત્માને
ધ્યાનમાં દેખે છે; પરંતુ દુરભવ્યોને આત્માનું દર્શન થતું નથી. તોપણ જેઓ સારભવ્ય જીવોની વૃત્તિ પ્રત્યે અનુરાગ
વ્યક્ત કરે છે તેઓ ભવિષ્યમાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સારભવ્યજીવો આત્માનું દર્શન કરે છે, તે વખતે ભવ્ય તો પ્રસન્ન થાય છે, પણ તે વખતે અભવ્ય જેવા જીવો
તેની નિંદા કરે છે, તેના પ્રત્યે દ્વેષ કરે છે, તેના ફળ સ્વરૂપે તે નરકાદિગતિમાં પહોંચી જાય છે.
જ્યારે વ્યવહારનો વિષય તેના સામે આવે ત્યારે તો બડો ઉત્સાહ દેખાડે છે, પરંતુ સુવિશુદ્ધ
નિશ્ચયનયનો વિષય તેની સામે આવે ત્યારે ચૂપચાપ નીકળી જાય છે, તેનો તિરસ્કાર કરે છે–આ અભવ્યનું
ચિહ્ન છે.
તે અભવ્યને પોતાને તો આત્મયોગની પ્રાપ્તિ થઈ શકતી નથી; જે જીવો સ્વાનુભવ કરે છે તેમને દેખીને
તેના હૃદયમાં ક્રોધ–અરુચિ પ્રગટ થાય છે, અને તે ભવ્યોની નિંદા કરે છે. જો તેમની તે નિંદા ન કરે તો તેને ધ્રુવ અને
અવિનાશી સંસાર કેમ પ્રાપ્ત થાય!!
તે અભવ્ય જીવ દ્વાદશાંગશાસ્ત્રોમાંથી અગીઆર અંગ સુધી પઠન કરી જાય છે તથા બાહ્યપરિગ્રહોને છોડીને
નિર્ગ્રંથ તપસ્વી થાય છે, પરંતુ તે બાહ્યાચરણમાં જ રહે છે. અંતરંગ આત્માને જાણતો નથી.
અંદરના કષાયોને છોડયા વગર બહારમાં બધું છોડે તેથી શું પ્રયોજન છે? સર્પ પોતાની કાચળી છોડે તેવી શું
તે વિષરહિત થઈ જાય છે? આત્મસિદ્ધિ માટે તો અંદર અંશમાત્ર પણ રાગ–દ્વેષ–મોહનો પરિગ્રહ ન હોવો જોઈએ
અને આત્મા પોતે પોતામાં લીન થાય–એ આવશ્યક છે.
આવા પ્રકારના ઉપદેશને અભવ્ય જીવ માનતો નથી. ધ્યાનની અનેક પ્રકારે નિંદા કરે છે, કટાક્ષ કરે છે, અને
જેઓ ધ્યાન કરે છે તેમની મશ્કરી કરે છે કે ‘એ ધ્યાન શું કરે છે, કઈ રીતે કરે છે, આત્મા–આત્મા કરે છે પણ તે ક્યાં
છે?’ ઇત્યાદિ પ્રકારે વિવાદ કરે છે.
પોતાને ધ્યાનસિદ્ધિ નહિ હોવાથી ધ્યાન પ્રત્યેના દ્વેષથી તે અભવ્ય જીવ અનેક પ્રકારે બહાનાબાજી
(ખોટા બહાના) કરે છે કે–‘આને આત્મધ્યાન ન હોય અને તેને આત્મધ્યાન ન હોય, આ કાળ ધ્યાન માટે ઉચિત
નથી, ફલાણો કાળ જોઈએ, ધ્યાન માટે અચુક સામગ્રી જોઈએ અને અમુક જોઈએ, તમારું ધ્યાન અને અમુક ધ્યાન
જુદી જાતનું છે–ઇત્યાદિ’–આ પ્રમાણે અભવ્ય જીવ આત્મધ્યાનનો નકાર કરે છે.
(‘ભરતેશવૈભવ ભાગ–૪ પાનું–૮૯–૯૦ના આધારે)
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, તા. પ–૩–૪૭