અમારી પ્રસન્નતા કયા શબ્દોમાં વ્યક્ત કરીએ? શ્રી કાનજી મહારાજ જગતમાં સ્થાયી શાંતિનો મૂળ મંત્ર–સ્વદ્રષ્ટિ–
સ્વાધિકારનું વિવિધરૂપ નિરૂપણ કરે છે. જગતમાં અશાંતિનું મૂળ કારણ એ છે કે પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર
અધિકાર જમાવવા ચાહે છે, તેને પોતાને અનુકૂળ પરિણમન કરાવવા ચાહે છે, દ્રવ્ય પોતાના જ ગુણ–પર્યાયોનું
સ્વામી છે અને પોતાના જ રૂપમાં પરિણમન કરે છે. પર દ્રવ્ય ઉપર કે તેના પરિણમન ઉપર તેનો કોઈ અધિકાર
નથી. પરંતુ મૂઢ પ્રાણી હંમેશા એમ ઇચ્છે છે કે જગતના બધા પદાર્થો મારી અનુકૂળતાએ પરિણમન કરે અને પર
પદાર્થોનું પરિણમન પોતાને અનુકૂળ કરાવવાની ધૂનમાં અનેક પ્રકારે હિંસા અને સંઘર્ષની ઉત્પત્તિ કરે છે. સંક્ષેપમાં–
પર પદાર્થોને પોતાને અનુકૂળ પરિણમાવવાની વૃત્તિ તે જ હિંસા છે અને સ્વાધિકાર–સ્વગુણપર્યાયાધિકાર તે જ
અહિંસા છે.
અમે તે બધાને અભિનંદન આપીએ છીએ અને ભગવાન જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના છે કે શ્રી કાનજી મહારાજ સો વર્ષ
સુધી ચિરજીવન પ્રાપ્ત કરે અને આપણને બધાને લાભ પહોંચાડતા રહે. અમે આપને ફરથી અભિનંદન કરીએ છીએ.
દુઃખદાયક માને છે. અશુભ લાગણીઓ તે તો ધગધગતા ડામ જેવી દુઃખદાયક છે, તેનાથી આત્માનો નિરાકૂળ આનંદ
લૂંટાય છે; અને શુભલાગણીથી પણ આત્માનો નિરાકૂળ આનંદ લૂંટાય છે, તેથી તે પણ દુઃખદાયક છે. આ
સમ્યગ્દ્રષ્ટિનું અંતરપરિણમન છે તે બહારથી દેખાય નહીં.
તે કારણે શુભ–અશુભવૃત્તિઓ આવી જાય છે, પરંતુ જ્ઞાની તેને સ્વપણે સ્વીકારતા નથી, તેથી તેમાં સુખબુદ્ધિ કેમ
હોય? પુરુષાર્થની નબળાઈ અને રાગ દ્વેષ તેને પણ આત્મામાં સ્વીકારતા નથી, સંયોગ તો પરદ્રવ્ય જ છે, એ પ્રમાણે
જ્ઞાની તો પોતાને એક જ્ઞાયક ભાવ જ માને છે. સમ્યગ્દર્શન થતાં તુરત જ જીવને વિષયાદિની આસક્તિ છૂટી જ જાય
એમ નથી, કેમ કે વિષયની આસક્તિ ટળવી તે તો ચારિત્રનું કાર્ય છે, પરંતુ વિષયાદિની રુચિ, સુખબુદ્ધિ તો અવશ્ય
ટળી જ જાય. (રુચિ તે શ્રદ્ધાનો દોષ છે અને વિષયની આસક્તિ તે ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો દોષ ટળતાં
ચારિત્રનો દોષ પણ સાથે ટળી જ જાય– એવો નિયમ નથી. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાનો દોષ તો ટળે છે, તેથી
પરદ્રવ્યમાં સુખબુદ્ધિ કે રુચિ હોતી નથી, છતાં આસક્તિનો રાગ હોય છે, તે ચારિત્રની અસ્થિરતા છે.)