Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૩ઃ
(૯૪) આ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. સમ્યગ્દર્શન તે સ્વભાવદશા છે, પૂરા સ્વભાવને સ્વીકાર્યા વગર
સમ્યગ્દર્શન થાય નહિ. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આત્મભાન હોવા છતાં વિષયાદિની વૃત્તિ થાય પણ તેને વિકાર
જાણીને છોડવા માગે છે અને તેનું સ્વામીત્ત્વ માનતા નથી. જેમ કોઈને દસ્ત જવાનું થયું હોય, પણ તે જગ્યા દૂર હોય
તેથી ત્યાં જતાં સુધી કેટલોક વખત દસ્ત પેટમાં હોય, છતાં તેને તે દસ્તનું સ્વામીપણું નથી પણ જલ્દી છોડવા માગે
છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવ પણ પુણ્ય–પાપ ભાવોને વિષ્ટારૂપ માનીને છોડવા માગે છે. ‘પુણ્ય–પાપ મારું
કર્તવ્ય છે, અથવા પુણ્યથી મને લાભ છે’ એવી માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે પરંતુ હજી સ્થિરતાની કચાશને
લીધે પર્યાયમાં કેટલોક વખત તે પુણ્ય–પાપ રહી જાય છે, તેને જલ્દી છોડવાની ભાવના છે, તે હવે અલ્પકાળમાં જ
ટળી જવાના છે, સ્વભાવદ્રષ્ટિનું એવું જોર છે કે તે ઊર્ધ્વગતિએ સ્વભાવમાં પરિણમીને કેવળજ્ઞાન જ પ્રગટ કરે. જેને
સ્વભાવદ્રષ્ટિ થાય તેને સ્વભાવના જોરે પ્રતીત થાય કે સમયે સમયે મારી પર્યાયમાં શુદ્ધતા વધતી જ જાય છે, અને
વિકાર ટળતો જ જાય છે; એ કાર્ય સ્વભાવદ્રષ્ટિનું છે.
(૯પ) પ્રશ્નઃ–તો સમ્યગ્દ્રષ્ટિને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય અને અસ્થિરતા રહે ત્યાં સુધી વિકાર કરવાની
છૂટ છે ને?
ઉત્તરઃ–અરે ભાઈ, તને પોતાને વિકારની રુચિ છે તેથી તને વિકાર જ દેખાય છે અને સમ્યગ્દર્શનનું નિર્મળ
પરિણમન ઓળખાતું નથી. તેથી જ તને આવો ઊંધો પ્રશ્ન ઊઠયો છે. સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં વિકારની જરા પણ રુચિ
નથી, અને તેને વિકાર કરવાની ભાવના નથી. ખરેખર તે વિકાર કરતા નથી પણ સમ્યગ્દર્શનના જોરે સમયે સમયે
વિકારને ટાળે જ છે. અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવ છે અને તેના સર્વ પ્રયોજન સ્વયં પોતાથી જ સિદ્ધ છે, એવા
પોતાના સ્વભાવની રુચિ અને વિશ્વાસ થયા પછી જ્ઞાનીને અન્ય ભાવોની રુચિ કેમ હોય? સ્વભાવમાં કાંઈ
અધૂરાશ નથી, દરેક સમયે પરિપૂર્ણ સ્વભાવ છે, તે સ્વભાવની રુચિ પાસે એક વિકલ્પ માત્રની રુચિ સમ્યગ્દ્રષ્ટિને
સ્વપ્ને પણ હોતી નથી.
(૯૬) પ્રશ્નઃ–આટલું બધું સમજવાનું શું કામ છે? છેવટે તો આપણે વિકાર ટાળવો છે ને? તો પછી રાગ
ઘટાડવા માંડો, તેથી ધીમે ધીમે વિકાર ટળી જશે.
ઉત્તરઃ–વિકારરહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે તે સાચું સમજ્યા વગર કોઈ જીવને વહેલો કે મોડો
ક્યારેય વિકાર ટળે નહિ. ‘પુણ્યથી લાભ થાય અને પુણ્ય–પાપ જ મારું કર્તવ્ય છે’ એમ અજ્ઞાની માને છે, તો જેને
પોતાનું કર્તવ્ય માને તેને છોડે શી રીતે? માટે રાગરહિત સ્વરૂપની સાચી સમજણ વગર ખરેખર વિકાર છૂટે નહિ.
જેણે પુણ્યાદિ એક પણ વિકારને પોતાનો માન્યો તેને નિરંતર વિકારની જ ઉત્પત્તિ છે. સમ્યગ્દ્રષ્ટિ વિકારના એક
અંશને પણ આત્માનો માનતા નથી પણ વિકારરહિત જ્ઞાનસ્વભાવ છે તેને જ પોતાનો માને છે, તેથી તેમને
જ્ઞાનભાવની જ ઉત્પત્તિ છે. ચારિત્રની નિર્બળતાને લીધે જે અલ્પ રાગાદિ થાય છે તેનો અહીં શ્રદ્ધાના વિષયમાં
સ્વીકાર નથી. સમ્યગ્દર્શનરૂપી નિર્મળ જળપ્રવાહથી વિકાર અને કર્મરૂપી મેલને ક્ષણે ક્ષણે ધોઈ નાંખે છે.
(૯૭) જેમ ઘરમાં સર્પ હોય તેની ખબર પડે અને તે સર્પને પકડી લ્યે, પરંતુ સર્પ વગેરેને છોડવાની જગ્યા
ઘરથી દૂર હોય તેથી તેને મૂકવા જતાં વાર લાગે; અને તેથી થોડો વખત સર્પ ઘરમાં રહે પરંતુ પકડાયેલો સર્પ હવે
ઘરમાં રહેવાનો નથી અને ઘરના માણસો પણ તેને જલ્દી બહાર કાઢવા ઇચ્છે છે. તેમ જ્ઞાનીઓએ પોતાના શુદ્ધ
સ્વભાવની ઓળખાણના જોરથી સર્વ પુણ્ય–પાપને વિકાર તરીકે જાણી લીધા છે. પહેલાં અજ્ઞાન અંધકારને લીધે
અવિકાર સ્વભાવ અને વિકારભાવ વચ્ચેના ભેદની ખબર ન હતી પણ જ્ઞાનપ્રકાશ વડે તે ભેદ જાણ્યા પછી જ્ઞાનીઓ
વિકારને જલ્દી છોડવાની ભાવના કરે છે. પુરુષાર્થની અસ્થિરતાને લીધે સર્વ પુણ્ય–પાપ દૂર કરતાં થોડો કાળ લાગે
છે; પરંતુ તે ભાવોને વિકાર તરીકે જાણી લીધા હોવાથી હવે તે આત્મામાં લાંબો કાળ ટકી શકશે નહિ. સમ્યગ્દર્શન વડે
પૂર્ણસ્વભાવની ભાવના અને એકાગ્રતાના જોરે અલ્પકાળમાં મુનિદશા અને કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વ વિકારનો
ક્ષય કરશે. આ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે.
(૯૮) શાસ્ત્રોમાં કોઈ વાર કહે કે ભોગ ભોગવવાની વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે ત્યાં
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય બતાવ્યું છે સમ્યગ્દ્રષ્ટિને વિશેષ ચારિત્રદશા ન હોવા છતાં સમ્યક્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાનનું
પરિણમન થયા કરે છે તેથી ભોગની લાગણી વખતે પણ તેનાથી ભિન્ન ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનપણે જે
પરિણમન છે તે ખરેખર નિર્જરાનું કારણ છે; પણ જે વિકારની લાગણી છે તે