દોષ છે. ભોગ ભોગવવાને મુક્તિ થશે–એમ સમ્યગ્દ્રષ્ટિ કદાપિ માનતા નથી, પણ તેઓ જાણે છે કે જ્યારે ભોગની
લાગણીઓને તોડીને, સર્વ સંગ પરિત્યાગી થઈ સ્વરૂપની સાધક નિર્ગ્રંથ મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ સ્થિરતા
કરીશ ત્યારે જ મુક્તિ થશે. સમ્યગ્દ્રષ્ટિને કષાયમાં સ્વામીત્વ રહ્યું નથી, તેઓએ પોતાના અકષાય જ્ઞાનસ્વભાવને
જાણ્યો છે અને અકષાય દશાની ભાવના કરે છે કે–અહો! ક્યાં મારું સિદ્ધપદ! મારું પરમ શાંત, પરમ વીતરાગસ્વરૂપ
તેના વેદનનો અનાકુળ પરમાનંદ ક્યાં અને આ કષાયની આકુળતાનું વેદન ક્યાં?
જો ત્યાં જ આશ્રય માનીને અટકી જાય અને પોતાના સ્વભાવના આશ્રય તરફ ન ઢળે તો તેને પણ સમ્યકત્વ દશા
પ્રગટે નહિ. આ સમ્યગ્દર્શન પોતે જ ધર્મ છે. જે સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટયું તે જ સ્વભાવના વિશેષ
આશ્રયે કેવળજ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે છે, સ્વભાવના આશ્રય સિવાય અન્ય કોઈ ઉપાય નથી.
માન્યાં તેણે સમ્યગ્દર્શન ધર્મ કઠણ અને ચારિત્ર ધર્મ તેના કરતાં સહેલો–એમ માન્યું. તેણે સ્વભાવ દશાની ના પાડી
અને વિકારભાવની હા પાડી–એટલે તેને સ્વભાવની અરુચિ અને વિકારની રુચિ છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રતાદિ પહેલાં
સમ્યગ્દર્શન હોવું જોઈએ. એ સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત છે, તેના વગર ધર્મ હોતો જ નથી, એટલે કે
સમ્યગ્દર્શન વગર જે કરે તે બધું અધર્મ છે અને સંસારનું કારણ છે.
ગુણસ્થાને) અશુભભાવ જ ગણવામાં આવ્યા છે. મિથ્યાદ્રષ્ટિજીવ પૂજા, ભક્તિ, દાન વગેરેના ભાવ કરે, પરંતુ ‘આ
શુભરાગથી મને લાભ છે’ એવા તેના મિથ્યા અભિપ્રાયમાં અનંતાનુબંધી કષાયને તે પોષી રહ્યો છે, તો તેને ખરેખર
મંદ કષાય પણ કેમ કહેવો? તેને ખરેખર તો સદા તીવ્ર કષાય જ છે. વાસ્તવિકપણે મંદ કષાય પણ ત્યારે જ થાય કે
જ્યારે કષાયને જ પોતાનું સ્વરૂપ ન માને અને પોતાના કષાયરહિત જ્ઞાનસ્વભાવને ઓળખે. આત્માની પ્રતીત થયા
પછી સમ્યગ્દ્રષ્ટિને તીવ્ર કલુષતા થતી નથી. સમ્યગ્દ્રષ્ટિને લડાઈનો કષાય હોવા છતાં પણ તે તીવ્ર કષાય નથી; કેમકે
આ કષાય મારું સ્વરૂપ નથી અને તે મારું કર્તવ્ય નથી એવું ભિન્ન સ્વભાવનું ભાન હોવાથી સ્વભાવની હદ ચૂકીને
કષાય થતો નથી એટલે તે કષાય મર્યાદિત છે. અજ્ઞાની જીવ પૂંજણીથી પૂંજતો હોય અને દયાભાવ કરતો હોય તો
પણ તેને તે રાગ–કષાય સાથે એકત્વબુદ્ધિ હોવાથી સ્વભાવની હદ ચૂકીને તે કષાય છે અને તેથી તીવ્ર કષાય છે. માટે
કષાય ટાળવાનો સાચો ઉપાય પણ સમ્યગ્દર્શન જ છે.
કે જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનતા નથી, અને એમ સમજે છે કે બધા આત્મા મારા સમાન જ ચિદ્સ્વરૂપ છે,
મારો કોઈ શત્રુ કે મિત્ર નથી. આવા સમ્યક્ અભિપ્રાયના જોરે તેમને જુનાં કર્મો અને વિકાર પણ ખરી જ જાય છે
અને શુદ્ધતા વધતી જાય છે; એ મહિમા સમ્યગ્દર્શનનો જ છે. જે અલ્પ બંધ થાય છે તે અસ્થિરતાના કારણે થાય છે,
પણ તેમાં સમ્યગ્દર્શનનો દોષ નથી.
છે. અહીં ‘સમ્યગ્દ્રષ્ટિને કષાય થાય તો વાંધો નહિ’ એમ બતાવવું નથી પરંતુ કષાય વખતે પણ સમ્યક્ત્વનું
પરિણમન કેવું શુદ્ધ હોય છે તે બતાવીને સમ્યગ્દર્શનના કાર્યનો મહિમા જણાવવો છે.