Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧પઃ
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના પરિણામને સ્વાધીન માનતા હોવાથી, સામો વિરોધીજીવ મારી નાખવા જેવો છે એવા તીવ્ર
હિંસક ભાવ તેમને કદી થતા નથી અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિને સંકલ્પી હિંસા કદી હોતી નથી. કોઈ એકેન્દ્રિય જીવ પણ
મારી નાખવા જેવો છે એવો હિંસાનો સંકલ્પ (–અભિપ્રાય) સમ્યગ્દ્રષ્ટિને ન હોય. સમ્યગ્દ્રષ્ટિને કદાચિત્ વિરોધિની,
ઉદ્યોગિની કે આરંભી હિંસાના પરિણામ હોય, પરંતુ તે પણ કરવાનો અભિપ્રાય તો તેમને હોતો નથી, અને હિંસાના
જે પરિણામ થાય તેને તેઓ પાપ સમજે છે. ‘ચોથા ગુણસ્થાને તો વિરોધિની વગેરે હિંસાનો સદ્ભાવ કહ્યો છે માટે
આપણને જે જીવો પ્રતિકૂળ હોય તેને મારવા તે આપણી ફરજ છે અને તેમાં પાપ નથી.”–એમ જે માને તે તો
મિથ્યાત્વ સહિતના તીવ્ર પાપપરિણામવાળો છે અથવા તો તે હિંસાધર્મી (હિંસામાં ધર્મ માનનારો) છે.
વળી ‘અમુક જીવ રોગાદિ પીડાથી અત્યંત દુઃખી થઈ રહ્યો છે માટે તેને મારી નાખો, તેથી તે દુઃખમુક્ત થઈ
જાય’–એવા અભિપ્રાયથી કોઈ જીવને મારવાનો ભાવ તે પણ મહા સંકલ્પી હિંસા છે; અહીંથી મરી જાય એટલે જીવ
દુઃખમુક્ત થઈ જાય છે–એમ માને તેણે પુનર્જન્મ માન્યો નથી એટલે તે નાસ્તિક છે. માંસ વગેરેનો આહાર કે
પંચેન્દ્રિય જીવોની હિંસાના પરિણામ સમ્યગ્દ્રષ્ટિને તો ન હોય, પરંતુ આર્ય માણસને પણ ન હોય.
(૧૦પ) જો આ મનુષ્ય જીવનમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો અને આત્મસ્વભાવનો નિર્ણય જીવ ન કરે તો
અનંત સંસારમાં કોઈ આધારભૂત નથી. ભગવાનને ‘તરણતારણહાર’ કહેવાય, પણ ખરેખર ભગવાન કોઈને
તારતા નથી. ભગવાન કોઈના થયા નથી, ભગવાને અન્યનું કાંઈ કર્યું નથી, પણ જે જીવ પોતે સ્વભાવને સમજીને
તરવાનો ઉપાય કરે છે તે વિનયથી ભગવાનમાં ઉપચાર કરીને તેમને ‘તરણતારણહાર’ કહે છે. જેમ ખાલી બારદાન
હોય, તેમાં જો સાકર ભરો તો તેને ‘સાકરનો કોથળો’ કહેવાય અને જો કડવું કરિયાતું ભરો તો ‘કડવા કરિયાતાનો
કોથળો’ કહેવાય; જેવો માલ ભરે તેવો કોથળો કહેવાય, પણ ખરેખર તો કોથળો સાકરનો પણ નથી અને કડવા
કરિયાતાનો પણ નથી, કોથળો તો શણનો છે; તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર તો બારદાન સમાન છે. જેવો માલ પોતે ભરે
તેવો તેમનામાં આરોપ કરાય. જો પોતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરે તો તેમને ‘તરણતારણહાર’ ઇત્યાદિ
ઉપચારથી કહેવાય અને જો રાગ કરે તો રાગના નિમિત્ત કહેવાય છે.
(૧૦૬) સ્વભાવની પ્રતીતિને લીધે સમ્યગ્દ્રષ્ટિને ઉજ્જવળ–પરિણામરૂપી પાણીનો પ્રવાહ ચાલે છે. તેથી
ઉદયગત કર્મને ભોગવવા છતાં તેઓ કર્મથી લેપાતા નથી. ‘ઉદયગત કર્મને ભોગવે છે’ એ ભાષા માત્ર અજ્ઞાનીને
સમજાવવા માટે છે; ખરેખર જ્ઞાનીઓ પરને ભોગવવાનું માનતા જ નથી, અને રાગ થાય તેની પણ તેમને રુચિ
નથી, એટલે નિશ્ચયથી તો તેઓ રાગના ભોક્તા પણ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગાદિ વિકારને વિષ્ટા સમાન જાણીને
છોડવા માગે છે. જેમ કોઈને પેટમાં આંતરની ગતિ ઉલટી થઈ જાય અને મોઢેથી ઉલટી દ્વારા વિષ્ટા નીકળે તો કોઈ
માણસ તેની રુચિ કરતો નથી તેમ જ તેના સ્વાદનો ભોક્તા પોતાને માનતો નથી પણ તે ઝટ કાઢી નાંખવા માગે છે.
તેમ સમ્યગ્દ્રષ્ટિને પુરુષાર્થની મંદતાથી જે રાગાદિ વિકાર થાય છે તેને તે વિષ્ટા સમાન જાણે છે, ચારિત્રનું ઊલટું
પરિણમન થઈને તેની ઉત્પત્તિ થઈ છે, જ્ઞાની તે વિકારના સ્વાદને પોતાનો માનતો નથી, તેની રુચિ નથી; અનાકુળ
સ્વભાવના સ્વાદ પાસે તે વિકારનો સ્વાદ વિષ્ટા સમાન જાણે છે. ચારિત્રસ્વભાવની સવળી ગતિથી તે ભાવ ઉત્પન્ન
થયો નથી પણ ઊંધી ગતિએ તેની ઉત્પત્તિ થઈ છે.
(૧૦૭) આત્માની શ્રદ્ધા થયા પછી વિકાર થાય તો વાંધો નહિ–એમ જો કોઈ માને તો તેને વિકારની હોંશ
છે પણ સ્વભાવની ભાવના નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને તો વિકાર થાય તેનો ખેદ હોય છે અને તે ટાળવાની
ભાવના હોય છે. જ્ઞાનીઓને કોઈ પણ પ્રકારના રાગ પ્રત્યે રુચિ ઉપજતી નથી માટે તેમનો રાગ નિર્જરા ખાતે જ છે
અને તેમને કર્મ લાગતું નથી.
(૧૦૮) છઠ્ઠી ગાથામાં કહ્યું હતું કે ‘જે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરેથી ગુણોથી વર્દ્ધમાન છે અને
કલિકલુષપાપથી રહિત છે તે શીઘ્ર કેવળજ્ઞાની થાય છે.’ કલિકલુષપાપ એટલે આ પંચમકાળમાં કુદેવ–કુગુરુ–
કુશાસ્ત્રની માન્યતારૂપ પાપ; તેનું વર્ણન પહેલાં આવી ગયું છે. આ કાળમાં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા બહુ વધી
પડી છે, તેને અહીં ‘કલિકલુષપાપ’ કહ્યું છે.
(૧૦૯) જેને પરિગ્રહના પોટલાનો પાર નથી એવા જીવોને મુનિ માને, અને તેને મુનિ માનીને નમસ્કાર
કરે તો તેમાં જીવને મહા મિથ્યાત્વપાપનું પોષણ છે;