Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૯ઃ
આથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સ્વાધીનપણે જ કાર્ય કરે છે, નિમિત્ત તો માત્ર આરોપ રૂપ જ છે. શ્રીભગવાન પાસે
અને સાચા ગુરુ પાસે અનંતવાર ગયો પણ ભડનો દીકરો પોતે જાગૃત થઈને પોતની ભૂલ કાઢે ત્યારે સાચું સમજેને?
કાંઈ દેવ કે ગુરુ તેના આત્મામાં પ્રવેશી જઈને તેની ભૂલને બહાર કાઢે? જેમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન લોકાલોકને
પરિણમનમાં નિમિત્ત છે, પરંતુ શું સિદ્ધ ભગવાન લોકાલોકના કોઈ પદાર્થને પરિણમાવે છે? કે તેની કાંઈ અસર
પરદ્રવ્યો ઉપર થાય છે? તેમ કાંઈ થતું નથી; સિદ્ધ ભગવાનના જ્ઞાનની જેમ, સર્વત્ર સમજી લેવું કે નિમિત્ત માત્ર
હાજરરૂપ છે, તે કોઈને પરિણમાવતું નથી કે તેની અસર ઉપાદાન ઉપર જરાપણ થતી નથી. માટે ઉપાદાનનો જ
વિજય છે. દરેક જીવ પોતપોતાના એકલા સ્વભાવના અવલંબને જ ધર્મ પામે છે, કોઈપણ જીવ પરના અવલંબને
ધર્મ પામતો નથી. –૩૯–
(ચાલુ...)
* * * *
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક પ્રશ્નોત્તર
(પહેલાના ૮૦ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ, ૩૯ તથા ૪૦)
૮૧–પ્ર.–સિદ્ધ થવાનો ઉપાય ક્યારે પ્રગટે?
ઉ.–જ્યારે આત્મા અને સિદ્ધમાં સરખાપણું સ્વીકારે ત્યારે. જ્યાં સુધી સિદ્ધમાં અને આત્મામાં કાંઈ ફેર માને
ત્યાંસુધી સિદ્ધ થવાનો ઉપાય પ્રગટે નહિ. સમ્યગ્દર્શનથી જ તે ઉપાયની શરૂઆત થાય છે.
૮૨–પ્ર.–સિદ્ધ પ્રભુ શું કરે અને સંસારી જીવો શું કરે?
ઉ.–સિદ્ધ પ્રભુ સંપૂર્ણ જ્ઞાનવડે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તેઓને રાગાદિ નથી તથા પરદ્રવ્યનું કાંઈ
કરતા નથી, તેઓ જ્ઞાન કરે છે, અને સંપૂર્ણ સુખ વેદે છે; સંસારી અપૂર્ણ જીવો પરદ્રવ્યનું તો કાંઈ કરતા નથી, ફક્ત
જ્ઞાન કરે છે અને સાથે રાગ કરીને તે રાગને વેદે છે. અજ્ઞાની જીવો રાગ અને જ્ઞાનને એકમેકપણે અનુભવે છે તેમજ
પર દ્રવ્યનું હું કરૂં એમ તે મિથ્યા માને છે, જ્ઞાની જીવને રાગ હોવા છતાં તેઓ રાગ અને જ્ઞાનને ભિન્નપણે જાણતા
હોવાથી જ્ઞાન સ્વભાવને જ પોતાપણે અનુભવે છે, રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી અને પરનું હું કરું એમ માનતા
નથી. દરેક જીવ પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને તે જ વખતે વેદે છે.
૮૩. પ્ર.–જીવની મોટપ (શોભા) શેમાં છે.
ઉ.–જગતને આત્માની પવિત્રતાની ઓળખાણ નથી અને જડના સંયોગથી માપ કરે છે, તેની દ્રષ્ટિમાં તો
પુણ્યવંત માણસ મોટો લાગે છે, પણ ખરેખર તે મોટો નથી. શું આત્માની મોટપ જડના સંયોગથી હોય? આત્માને
પર સંયોગથી મોટપ કે હીણપ નથી પણ પોતાના જ ભાવથી મોટપ કે હીણપ છે. જેઓએ પોતાના આત્માને
સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવોવડે શોભિત કર્યા તે જ જીવ ત્રણ જગતમાં મોટા છે, અને મિથ્યાદર્શનાદિ ભાવો વડે
પોતાના આત્માને મલિન કર્યા તે જ જીવ હીણપવાળા છે. સમ્યગ્દ્રષ્ટિ જીવનો મહિમા અપાર છે મિથ્યાદ્રષ્ટિ જીવ
પુણ્યને કારણે કદાચ સંસારમાં મોટો કહેવાય તોપણ તે ખરી મોટપ નથી. પુણ્ય તે વિકાર છે–દોષ છે, તેના વડે જીવને
ખરેખર શોભા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ગુણો વડે જ જીવની શોભા છે. સંસારની મોટપ પુણ્યના આધારે છે, ધર્મમાં
મોટપ ગુણના આધારે છે.
૮૪.–પ્ર.–આ આત્માની અને સિદ્ધના આત્માની શક્તિમાં અલ્પ અંતર માને તો શું વાંધો?
ઉ.–આ આત્માની અને સિદ્ધના આત્માની શક્તિમાં જરા પણ અંતર નથી. જો આત્માને સિદ્ધ સમાન
પરિપૂર્ણ શક્તિવાળો ન માને અને કાંઈ અંતર માને તો તેણે પોતાના આત્માને અપૂર્ણ માન્યો, અપૂર્ણતા હોય ત્યાં
વિકાર પણ હોય એટલે તેણે પોતાના આત્માને વિકારીસ્વભાવવાળો માન્યો. જે પોતાના આત્માને વિકાર
સ્વભાવવાળો માને તે વિકારનો આદર કરે એટલે તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સિદ્ધને અને આ આત્માને પર્યાયમાં ફેર હોવા
છતાં ત્રિકાળી શક્તિમાં જરા પણ ફેર નથી. જો પરમાર્થે સિદ્ધભગવાનની અને આ આત્માની શક્તિમાં કાંઈ ફેર માને
તો તે અનંત સંસારમાં રખડે. પોતાના આત્માને સિદ્ધસમાન પરિપૂર્ણ માન્યા વગર પર્યાયમાં સિદ્ધ થવાની લાયકાત
પ્રગટે નહિ.
૮પ.–પ્ર–આત્મામાં ટળે તે શું અને ન ટળે એવું શું?
ઉ.–જે આત્માનો સ્વભાવ ન હોય પણ વિભાવ હોય તે ટળી જાય, પણ જે આત્માનો સ્વભાવ હોય તે ટળે
નહિ. રાગાદિ વિકાર અને અપૂર્ણતા તે વિકાર હોવાથી ટળી જાય છે, અને સિદ્ધદશા આત્માના સ્વભાવ– ભાવરૂપ
હોવાથી તે પ્રગટયા પછી તેનો કદી નાશ થતો નથી.
(ચાલુ...)