Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ ૧૦૮ઃ આત્મધર્મઃ ૪૨
–તીર્થધામ શ્રી ‘સોનગઢ’ માં દિ. જૈન વિદ્વત્ પરિષદના ત્રીજા અધિવેશનની–
.... અભૂતપૂર્વ સફળતા
તા. ૭–૮–૯ માર્ચ ૧૯૪૭
મહાન ઉપકારી શ્રી સદ્ગુરુદેવના પુનિત્ પ્રતાપે આજે પવિત્ર જૈનદર્શનની જે મહા પ્રભાવના થઈ રહી છે
તેને લીધે સોનગઢ સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું છે; અને તેથી જ પૂ. સદ્ગુરુદેવશ્રીના પવિત્ર અધ્યાત્મ ઉપદેશનો લાભ મળે
એવી ઉત્કંઠાથી આકર્ષાઈને, શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદે પોતાનું ત્રીજું વાર્ષિક અધિવેશન તા. ૭–૮–૯ માર્ચના રોજ
સોનગઢના સુવર્ણ આંગણે ભર્યું હતું. પરિષદનું સ્વાગત કરતાં સ્વાગત પ્રમુખશ્રીએ કરેલું ભાષણ પણ આ અંકમાં
આપ્યું છે.
પરિષદમાં ૩૨ વિદ્વાન ભાઈઓ આવ્યા હતા, જેઓ બનારસ, કટની, મથુરા, સરસાવા (સહારનપુર),
આરા, દિલ્હી, બીના, કોસીકલાં, બડૌત (મેરઠ), રોહતક (પંજાબ), સાગર, લખનૌ, ઉજેડિયા, મહરૌની, લલિતપુર
(ઝાંસી), સુરત, જસવંતનગર અને અમ્બાલા છાવણી (પંજાબ)–એ શહેરોના હતા. બનારસના
સ્યાદ્વાદ્મહાવિદ્યાલયના પ્રધાન અધ્યાપક પં. કૈલાસચંદ્રજી શાસ્ત્રીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પધારેલા
વિદ્વાન ભાઈઓના નામની યાદી આ અંકમાં આપવામાં આવી છે.
પરિષદના ત્રણ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને અને સતત્ તત્ત્વચર્ચાથી સર્વે વિદ્વાન
ભાઈઓએ ઘણો જ પ્રમોદ અને આદરભાવ વ્યક્ત કર્યો છે. કદી નહિ સાંભળેલા અપૂર્વ ન્યાયો સાંભળીને તેઓ ઘણા
પ્રભાવિત થયા છે. ઘણી વાર વિદ્વાન ભાઈઓ કહેતા હતા કે અહીં સોનગઢમાં અમારે પરિષદ્ના કાર્યની તો ગૌણતા
છે, અને શ્રી કાનજી મહારાજના ઉપદેશ અને તત્ત્વચર્ચાનો લાભ લેવો તે જ કાર્યની મુખ્યતા છે. અને ખરેખર થયું છે
પણ તેમ જ. સર્વે વિદ્વાન ભાઈઓએ અધ્યાત્મ ઉપદેશનો અને તત્ત્વચર્ચાનો લાભ લીધો છે. સાથે સાથે પરિષદનું
અધિવેશન પણ શાંતિથી પૂર્ણ કર્યું છે.
આ વર્ષના અધિવેશન પ્રસંગે પરિષદ્ના ઠરાવોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતો એક ઠરાવ શ્રી કાનજી
મહારાજ સંબંધી મૂકાયો હતો, અને સર્વે વિદ્વાન ભાઈઓએ તેને અત્યંત આદરપૂર્વક વધાવી લીધો હતો. પરિષદે
પોતાનો તે ઠરાવ ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ કરવા માટે આપ્યો છે અને તે આ અંકમાં છાપવામાં આવ્યો છે.
તે ઠરાવને અનુમોદન આપતાં પં. મહેન્દ્રકુમારજી, પં. પરમેષ્ઠીદાસજી, અને પં. રાજેન્દ્રકુમારજીએ અત્યંત
હૃદયદ્રાવક પ્રવચન કર્યા હતા; અને છેવટે પ્રમુખશ્રી પં. કૈલાસચંદ્રજીએ આત્મવેદનપૂર્વક ઘણું જ સુંદર ભાષણ આપ્યું
હતું.
પં. મહેન્દ્રકુમારજીએ પોતાના વકતવ્યનો ટૂંક સાર લખી આપેલ છે તે આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
પરિષદના મંત્રીજી પં. ફુલચંદ્રજી અહીં આઠ દિવસ ઉપરાંત રહ્યા હતા, તેઓ અહીંના પરિચયથી ઘણા જ
સંતુષ્ટ થયા છે, અને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે તેમને અપાર ઉલ્લાસ થયો છે. તેઓ વારંવાર કહેતા હતા કે “આ
યુગપ્રવર્તક પુરુષ છે, આ શાસક છે, અસાધારણ વ્યક્તિ છે–એ નિઃસંદેહ છે.” અહીં તેઓએ ઘણા મુમુક્ષુઓનો
પરિચય કર્યો છે, ઘણી તત્ત્વચર્ચા અને નિરીક્ષણ કર્યું છે, તે સર્વેથી તેઓને જે પ્રેમ અને આનંદ થયો છે તે તો તેઓ
પોતે જ પોતાના લેખમાં પ્રગટ કરવાના છે.
પોતાને પ્રાપ્ત થયેલા પરમ સત્ય તત્ત્વજ્ઞાનનો અત્યંત વિસ્તૃત પ્રચાર કરવા માટે દરેકે દરેક વિદ્વાન ભાઈઓ
ઘણા ઉત્કંઠિત છે, કેમકે પરિષદ્નો મૂળ ઉદ્દેશ જ સત્ય તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરવાનો છે. આવા પવિત્ર ઉદ્દેશને માટે
પરિષદ અભિનંદનને પાત્ર છે.
આ રીતે સોનગઢમાં મળેલી વિદ્વત્ પરિષદની જે અભૂતપૂર્વ સફળતા થઈ છે તેના ફળ રૂપે જૈન શાસનના
પવિત્ર સિદ્ધાંતોનો ભારતભરમાં પ્રચાર થશે અને તે ઘેર ઘેર પહોંચી જશે. પૂ. ગુરુદેવશ્રીના મહાપ્રભાવના ઉદયને
લીધે સમસ્ત ભારતમાં જૈનશાસનના વિજયડંકા વાગી રહ્યા છે...
‘જૈન મિત્ર’ પત્ર તા. ૧૩ માર્ચના અંકમાં વિદ્વત્ પરિષદના સમાચાર આપતાં એવી મતલબે જણાવે છે કે
‘તા. ૭ના રોજ સાંજે પા વાગે જિનમંદિરમાં મુમુક્ષુઓ દ્વારા એક સ્વર–તાલથી જિનેન્દ્ર સ્તુતિ થઈ, જે સાંભળીને
જનતા મંત્રમુગ્ધ થઈ ગઈ અને આ પ્રણાલિકાની મુક્તકંઠથી પ્રશંસા કરવા લાગી. હંમેશા સવારે ૮
।। થી ૯।। અને
બપોરે ૩।। થી ૪।। સુધી શ્રી કાનજી મહારાજનું આધ્યાત્મિક ગૌરવાન્વિત મહત્ત્વપૂર્ણ પ્રવચન થતું હતું તથા રાત્રે ૮
થી ૯ તત્ત્વચર્ચા થતી હતી તેમાં સમાજના પ્રકાંડ વિદ્વાનોની નિશ્ચયનય સંબંધી વિવિધ પ્રકારની શંકાઓ થતી હતી.