Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૧૪૨ઃ આત્મધર્મઃ ૪૩
કેવળજ્ઞાન પ્રગટ કર્યા પહેલા પણ તેઓશ્રીના જન્મ કલ્યાણકના માંગલિક પ્રસંગને અતિ અતિ ભક્તિથી તેઓ વધાવે
છે. આ પ્રકારની સ્તુતિમાં ભવિષ્યના ગુણોને વર્તમાન લક્ષમાં લઈને સ્તવવામાં આવે છે.
બીજી રીત એવી છે કે ગુણી પુરુષની હૈયાતિ બાદ તેના ગુણોનું સ્મરણ કરીને ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે,
કે જેથી ભવ્ય જીવો ગુણોનું જ્ઞાન કરીને પોતાનું અવિનાશી હિત સાધી શકે. આ પ્રકારની સ્તુતિમાં ભૂતકાળના ગુણોને
વર્તમાન લક્ષમાં લઈને સ્તવવામાં આવે છે.
ત્રીજી રીત એ છે કે સંત પુરુષની હૈયાતિમાં જ તેમના ગુણો પ્રગટ કરીને સ્તવન કરવું. અત્યારે આ રીત
ઘણી વીરલ જોવામાં આવે છે. ભલે વીરલ હો, છતાં પણ તે સત્ય છે એમ જો તરી આવતું હોય તો તે સ્તવનમાં અતિ
ગૌરવ છે. આપણે આપણા ગુરુદેવ પ્રત્યે આવી ભક્તિ કરીએ. તેની પુષ્ટિ માટે અનુભવસહિત દાખલાઓ વર્ણવવામાં
આવે છે–
આપણા ગુરુદેવશ્રી પોતાની મધુર વાણીથી સ્યાદ્વાદનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ, ક્રમબદ્ધ પર્યાય,
પુણ્યમાં ધર્મ નથી તથા નિશ્ચય–વ્યવહાર–આ બધા વિષયોનો ખુલાસો શાસ્ત્રાધારે કરીને એવી સરસ અને સહેલી રીતે
ભાન કરાવે છે કે આપણે તેની તુલના કરીએ છીએ ત્યારે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે સ્યાદ્વાદ તે ફૂદડીવાદ નથી,
ઉપાદાન–નિમિત્તનું જ્ઞાન તે જડ–ચેતનના ભેળસેળવાળું નથી પણ ભેદજ્ઞાન કરાવનારું છે, ક્રમબદ્ધ પર્યાયનું જે વર્ણન
છે તેમાં શિથિલતાની વાત નથી પણ પુરુષાર્થની ફાટ (ફાટય) છે તથા તે શાંતિને આપનાર છે, પુણ્યની મીઠાશ તે તો
સંસાર છે અને સ્વભાવની મીઠાશ તે મુક્તિનું કારણ છે, વ્યવહાર છે ખરો પણ તેનો નિષેધ કરવા યોગ્ય છે. આવા
પરમ તત્ત્વજ્ઞાનના ફડચા થતા જોઈને મુમુક્ષુઓનાં હૃદયો ભક્તિભાવથી ઊછળી જાય છે, ને તેઓશ્રીના વર્તમાન ગુણ
ગાવામાં નિઃશંકતા ને નિડરતા આવે છે.– આ છે આપણી ગુરુસ્તુતિ.
કોઈ સવાલ કરીને પોતાની શંકાનું સમાધાન માંગે ત્યારે તેઓશ્રીની ઉત્તર આપવાની રીત કોઈ જુદા જ
પ્રકારની છે. પહેલાં તો શંકાકારની શંકાનું સ્પષ્ટીકરણ કરીને શંકાના અનેક સ્થાનો પ્રગટ કરે છે, પછી તેના ખુલાસા
અનુભવ–યુક્તિ અને શાસ્ત્રના આધારોથી દાખલા સહિત એવા સ્પષ્ટ કરે છે કે અંધકાર ટળી જાય છે જ્ઞાનનો પ્રકાશ
થાય છે અને તત્ત્વ પ્રેમમાં રસબોળ થઈ જવાય છે.
સત્ય સંભળાવતાં એવી પણ પક્કડ નથી કે હું બીજાને સમજાવી દઉં. સત્ય સાંભળતા સામાને કદાચ ઘડાકો
લાગે, ખળભળાટ થઈ આવે ને ચમક લાગે તે કારણે વિરોધમાં ગમે તેવા ઉદ્ગારો સામેથી આવે તો પણ તે
સાંભળવામાં તેઓશ્રીની ધીમાશ અને ધીરજ હોય છે. તેઓ નિઃશંક છે કે સત્ય એક જ છે અને તેનો નિર્ણય પણ એક
જ છે. સાચાને નહિ ફરવું પડે, ખોટાને ફરવું પડશે ને સત્યનો સ્વીકાર કરવો પડશે તેઓશ્રીની સત્યની આવી દ્રઢતા
જોઈને અંતરનો વિરોધ ટળતાં વાર લાગતી નથી. શાસ્ત્ર વાંચન અને નવા ન્યાયો કાઢવામાં આત્મશક્તિનો વિકાસ જ
જોવામાં આવે છે, પણ વિરોધીઓનો વિરોધ કાંઈ ડખલ કરતો જોવામાં આવતો નથી.
કષાયનો ઉપશમ, કથન શૈલિમાં ધીમાશ, દ્રઢતા, અંધકારનો ઉકેલ ને પુરુષાર્થ એ તો તેમની મુખમૂદ્રા ઉપર
પ્રગટપણે તરવરી આવે છે. તેમની વાણી વડે આત્મસ્વરૂપ સાંભળતા મુમુક્ષુઓ અધ્યાત્મ રસમાં તરબોળ થાય છે.
આવા ગુણનો સાક્ષાત્કાર જોતાં તેઓશ્રી પ્રત્યે ભક્તિ ઉછળી આવે છે. સત્ય ત્રિકાળ છે, અનાદિ અનંત છે.
વ્યક્તિ વિશેષ માટે આદિ–મધ્ય–અંત છે, તેથી પોતે સત્ય સમજીને તે સત્યનો અને તેના સમજાવનારનો મહિમા ગમે
ત્યારે વ્યક્ત કરી શકે છે–એ વાત નિઃશંક છે...
* * * * * *
ધર્મકાળ અહો વર્તે, ફરીને આ ભરતમાં,
‘કુંદ શિષ્ય’ જહાં ગર્જે, ધોરી ધર્મ પ્રવર્તકા.
પણા પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે ભરત ભરમાં પરમ સત્ય જિનધર્મનો આજે મહાન ઉદ્યોત થઈ
રહ્યો છે...વર્ષોથી છિન્ન–ભિન્ન થઈ રહેલું જિનશાસન આજે ફરીથી ઉન્નત્તિના માર્ગે પોતાનો વિજય ધ્વજ ફરકાવી
રહ્યું છે. જે ભૂમિમાં સત્યધર્મનું લગભગ નામ નિશાન પણ ન હતું તે ભૂમિમાં આજે સત્યધર્મના ઉપાસક હજારો
આત્માર્થિઓ તૈયાર થયા છે; જે ભૂમિમાં વીતરાગીજિનદેવના દર્શન પણ દુર્લભ હતા ત્યાં આજે અનેક વીતરાગી
જિનમંદિરો થવા માંડયા છે. અને જે ભૂમિમાં સત્શાસ્ત્રનું નામ પણ ભાગ્યે જ સંભળાતું તે ભૂમિમાં આજે તો ઘેર ઘેર
બાળકો પણ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને તત્ત્વચર્ચા કરતા થયા છે. વળી ધર્માત્માઓનાં સાક્ષાત્ દર્શન અને સેવા
કરવાનું મહાભાગ્ય