Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
વૈશાખઃ ૨૪૭૩ઃ ૧૪૧ઃ
પરિષદના અમુક વિદ્વાનોએ ભાવના ભાવી હતી. એમના પ૮ મા જન્મ દિનના શુભ પ્રસંગે અમે એથી પણ આગળ
વધીને ભાવના ભાવીએ છીએ કે વર્તમાનમાં શ્રુતજ્ઞાનદ્વારા દિવ્યધ્વનિદાતા કેવળજ્ઞાનદ્વારા સાક્ષાત્ દિવ્યધ્વનિદાતા
બનો!
ત્રિકાળ જયવંત વર્તો એ દિવ્યધ્વનિ દાતા! ! !
* * * * * * *
આપણા પૂજ્ય ગુરુદેવ
* હરિલાલ જૈન *
શ્રી જિનેન્દ્રદેવના કલ્યાણક પ્રસંગે દેવ દેવેન્દ્રો પણ પ્રભુશ્રીની ભક્તિભીના જે મહોત્સવો ઉજવે છે તે પ્રસંગો
જોઈને શાસનભક્ત આત્માર્થી જીવોને આત્મસ્વભાવનો અપરંપાર મહિમા અને ઉત્સાહ જાગૃત થાય છે અને તેમનો
તે ઉત્સાહ અપાર ભક્તિદ્વારા વ્યક્ત થાય છે. આત્મસ્વભાવનો મહિમા લાવીને પોતામાં જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ
પ્રગટ કરે તે તો અભેદ ભક્તિ છે અને તે વખતે જિનેન્દ્રદેવ પ્રત્યે જે ભક્તિનો ઉલ્લાસ આવે છે તે ભેદભક્તિ છે.
આત્માર્થી જીવોના અંતરમાં એ બંને ભક્તિના પ્રવાહ નિરંતર વહેતા હોય છે.
વર્તમાનમાં સાક્ષાત્ જિનેન્દ્રદેવના મંગળ કલ્યાણક મહોત્સવો ઉજવવાનું ભાગ્ય આ ભરતક્ષેત્રમાં નથી, છતાં
પણ હજી શ્રી જિનેન્દ્રદેવનું પરમ પવિત્ર શાસન જયવંત વર્તે છે. અને–જિનેન્દ્રદેવના કલ્યાણક પ્રસંગે ભક્તિનો મૂળ
ઉદ્દેશ જે પોતાના આત્મસ્વભાવનો મહિમા લાવવાનો હતો તે તો આજે પણ ફળીભૂત થઈ શકે એવું ધન્ય ભાગ્ય
આપણને પ્રાપ્ત થયું છે.
એ ધન્ય દિવસ છે વૈશાખ સુદ ૨. એ દિવસે આપણે અતિ ગૌરવથી આપણા પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ
મંગળ દિન ઊજવશું...એ વખતે આપણો ઉત્સાહ દેવોના મહોત્સવને પણ ભૂલાવી દેશે...સાક્ષાત્ ભગવાનના
કલ્યાણકને ઊજવતા હોઈએ તેવો આપણને આનંદ થશે!! એ વખતે મુમુક્ષુ ભક્તોના હૃદયમાં બે વસ્તુઓનું
સામ્રાજ્ય હશે–પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો મહિમા અને તેના દર્શાવનાર ગુરુદેવની ભક્તિ. શુદ્ધાત્મ સ્વરૂપનું પરમ
બહુમાન કરતાં કરતાં આપણને આપણા પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ભક્તિ ઉછળી જશે અને સવારમાં જ આપણે આપણા
પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શન કરતાં કરતાં આપણી ભક્તિ વ્યક્ત કરશું કે–
શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન.
અહો! જે પરમ મહિમાવંત આત્મસ્વભાવને હું અનંતકાળથી નહોતો સમજ્યો તે ગુરુદેવે પરમ કૃપા કરી
સમજાવ્યો...આ આત્મસ્વભાવ કરતાં વધારે મહિમાવંત એવી કોઈ વસ્તુ આ જગતને વિષે નથી કે જેને હું મારા
ગુરુના ચરણમાં ધરીને તેમના ઉપકારનો બદલો વાળું! જેમણે આવો આત્મસ્વભાવ આપ્યો તે પરમ પુરુષના
ચરણોમાં સદાય વર્ત્યા કરું.
આ સ્થળે આપણા પૂજ્ય ગુરુદેવની સાથે સાથે તેમના પરમ ઉપકારી ગુરુશ્રી કુંદકુંદાચાર્યદેવનું અને
તેમના પણ પરમ ઉપકારી પરમ ગુરુ શ્રી સીમંધર ભગવંતનું પરમ ભક્તિપૂર્વક સ્મરણ થઈ આવે છે. પૂજ્ય
ગુરુદેવની ભક્તિમાં તેઓશ્રીની પરમ ભક્તિ પણ સમાયેલી છે. તેઓશ્રીએ વૈશાખ વદ ૬ના મંગળ દિવસે
સમવસરણ અને સંત–મુનિઓ સહિત પધારીને તેમના પવિત્ર ચરણોની સેવાનો લાભ આપણને આપ્યો છે–એ
આપણા ધન્યભાગ્ય છે.
ધર્માત્મા પુરુષોના પવિત્ર ગુણોનું સ્તવન શબ્દો વડે કે વિકલ્પ વડે કેમ થાય? હીરો લેવા માટે તો હીરાની
કિંમત આપવી પડે, તેમ ધર્માત્માના ગુણોની સ્તુતિ કરવા માટે ગુણો પ્રગટ કરવા પડે. આપણા ગુરુદેવે આપણને
બરાબર શીખવ્યું છે કે તમો સ્વતંત્ર છો–પરિપૂર્ણ છો, સંપૂર્ણ ગુણોથી ભરપૂર એવા તમારા આત્મસ્વભાવને સમજીને
તમે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરો–એ જ સાચી ગુણ સ્તુતિ છે, અને એ જ પવિત્ર જન્મ મહોત્સવ છે. આવી
ગુણસ્તુતિ કરવાનું મહાભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે...
શ્રી નારણભાઈ કે જેઓ ગુરુદેવના વિશેષ પરિચયવાળા છે તેઓ પોતાની કાલી–ઘેલી ભાષામાં જણાવે છે
કે–સ્તુતિ ત્રણ રીતે થાય છે;
પહેલી રીત એવી છે કે પ્રભુ તીર્થંકરનો જન્મ કલ્યાણક મહોત્સવ દેવો કરે છે, તેઓ અવધિજ્ઞાનથી જોઈ શકે
છે કે આ પુરુષ આ જ ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરશે અને દિવ્યધ્વનિ દ્વારા જગતના જીવોને એવો ઉપદેશ આપશે કે
જીવોને પોતાની મુક્તિ કરવામાં તે જરૂર નિમિત્ત નીવડે...માટે શ્રી તીર્થંકર પ્રભુએ