ઃ ૧૪૦ઃ આત્મધર્મઃ ૪૩
* દિવ્યધ્વનિદાતા સત્પુરુષ શ્રી કાનજી સ્વામી *
(લેખકઃ શ્રી ખીમચંદ જેઠાલાલ શાહ)
“અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન–કુંદ–ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુ કહાનનો.”
ચતુર્થ કાળમાં ભરતક્ષેત્રમાં અને વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વર્તતા તીર્થંકરો આત્માને કાંઈ હથેળીમાં
લઈને બતાવતા નથી તેઓ પણ દિવ્યધ્વનિ દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવતા હતા ને સમજાવે છે. અલબત્ત તેમણે
કષાયનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી તેમની વાણીમાં અખંડ પરિપૂર્ણપણું હતું. પણ વર્તમાનમાં
આ ક્ષેત્રે ક્ષાયોપશમિક જ્ઞાન હોવાથી વાણીમાં ક્રમ પડે છે છતાં તે દ્વારા પણ આત્માનું અખંડ પરિપૂર્ણપણું સમજાવી
શકાય છે. એવું પરિપૂર્ણપણું પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સમજાવે છે. દ્રષ્ટાંત તરીકેઃ–તેઓ એક વાક્ય “તું હવે નિજાનંદનો
અનુભવ કર” એમ કહે ને તેના ઉપર વિવેચન કરી કેવળજ્ઞાન ખડું કરે છે. તે એવી રીતે કેઃ–
(૧) ‘હવે ‘એમ કહેતાં અનાદિ કાળથી જે કરતો આવ્યો છો તેવું નહિ પણ કાંઈક જુદી જ જાતનું– અપૂર્વ
હવે કર.
(૨) ‘તું’ એમ કહેતાં સમજાવનાર ને સમજનાર જુદા પડે છે. જગતમાં એક જ પદાર્થ નથી પણ અનેક છે
એમ તેના ઉપરથી સિદ્ધ થાય છે.
(૩) અનેક પદાર્થ હોવા છતાં ‘તું’ એમ કહેતાં તું બીજા બધાથી ભિન્ન છો તેથી સ્વતંત્ર અને પરિપૂર્ણ છો.
(૪) ‘તું’ નિજાનંદનો અનુભવ કર, એમાં ‘તું’ ચેતન છો તેથી ‘અનુભવકર’ એમ કહેવામાં આવ્યું છે
તેથી એમ પણ સમજાય છે કે બીજાં કેટલાંય દ્રવ્યો એવાં છે કે જેને અનુભવ હોતો નથી. એટલે કે ચેતન સિવાય
બીજાં જડ દ્રવ્યો પણ છે, એમ સિદ્ધ થયું.
(પ) ‘તું નિજાનંદનો અનુભવ કર’ એમ કહેનાર નિજાનંદના અનુભવી છે અર્થાત્ પોતે સ્વાનુભવની વાત
કરે છે અને સાંભળનારને તેનો અનુભવ હજુ થયો નથી.
(૬) ‘હવે નિજાનંદનો અનુભવ કર’ એમ કહેતાં અત્યાર સુધી કોઈ પર પદાર્થનો અનુભવ કરતો હતો તેને
છોડીને ‘હવે નિજાનંદનો અનુભવ કર’ એવું સૂચન છે.
(૭) પર પદાર્થનો અનુભવ કરતો હતો પણ તેમાં આનંદ ન હતો તેથી તે પર પદાર્થ ઉપરનું લક્ષ છોડી તારા
આત્મા તરફ વળ તો નિજાનંદનો અનુભવ થઈ શકે તેમ છે. તારો આનંદ તારામાં સદાકાળ બેહદ ભર્યો પડયો છે.
(૮) હરખ–શોકનો અનુભવ કરવાનું કહ્યું નથી કારણ કે તે તો અનાદિ કાળથી જીવ કરતો આવે છે તેથી તે
શીખવવું પડતું નથી પણ નિજાનંદનો અનુભવ અપૂર્વ હોવાથી તે શીખવવું પડે છે.
(૯) હરખ–શોકનો પર્યાય ટાળી શકાય તેવો ક્ષણિક છે તો જ તેને ટાળવાનું કહેવાયું છે ને તેને ટાળનારો
ત્રિકાળ ટકનાર છે.
(૧૦) ‘અનુભવ કર’ એ આજ્ઞાર્થ વાચક છે, જે આજ્ઞાને સમજીને તરત તેનો અમલ કરી શકે એવાને તેમ
જ જે પાત્ર થઈને ભાવે નજીક થયો છે એવાને એ આજ્ઞાર્થ વાચક વાક્ય કહેવામાં આવ્યું છે.
(૧૧) અનુભવ પર્યાયનો થઈ શકે છે, દ્રવ્ય–ગુણનો નહિ, તેથી પર્યાયમાં જે વિકાર થતો હતો તેને ટાળીને
નિર્વિકારી પર્યાયનો અનુભવ કરવાનું કહેવામાં આવ્યું છે, આસ્રવ–બંધ હેય છે ને સંવર–નિર્જરા ઉપાદેય છે.
(૧૨) અનુભવ સ્વયં કરી શકાય છે, પરનો અનુભવ પોતાને ઉપયોગી થઈ શકતો નથી.
(૧૩) અનુભવ સ્વાશ્રયે પ્રગટે છે, પરાશ્રયે નહિ.
(૧૪) નિજાનંદનો અનુભવ વધતાં વધતાં પૂર્ણતાને પામે છે. તે કેવળજ્ઞાનનો અવિનાભાવી છે.
આમ એક વાક્ય ઉપર વિચાર લંબાવીને પૂજ્ય સદ્ગુરુદેવ છ દ્રવ્યો, તેના ગુણ–પર્યાયનું સ્વાતંત્ર્ય, સ્વપરનો
વિવેક, નવતત્ત્વનું સ્વરૂપ, વિભાવનો નાશ ને સ્વભાવની ઉત્પત્તિ સ્વભાવ પૂર્ણ થતાં કેવળજ્ઞાન–એમ એકેક વાક્ય
માં કેવળજ્ઞાનનો કંપો ઊભો કરી દ્યે છે.
તીર્થંકર ભગવંતો કેવળજ્ઞાનને કારણે દિવ્યધ્વનિ દ્વારા પરિપૂર્ણ સ્વરૂપ સમજાવે છે. જ્યારે પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રુતજ્ઞાનના દિવ્યધ્વનિ દ્વારા પરિપૂર્ણ સ્વરૂપ સમજાવે છે.
પૂજ્ય મહારાજશ્રીને કુંદકુંદ આચાર્યના સ્વરૂપમાં જોવાની વિદ્વત્