Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વારંવાર નિમિત્તથી ઉપદેશ આવે છે–તેનું શું કારણ? તે પ્રશ્નનું સમાધાન આ છેલ્લા દોહામાં કરે છે–
ઉપાદાન વિધિ નિરવચન હૈ નિમિત્ત ઉપદેશ,
વસે જુ જૈસે દેશમેં ધરે સુ તૈસે ભેષ. ૭.
અર્થઃ– ઉપાદાનની રીત નિર્વચનીય છે તેથી નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ માણસ જે દેશમાં વસે તે
દેશનો વેષ પહેરે છે તેમ (–જીવનું ઉપાદાન જે જાતનું હોય તેને ઓળખાવવા માટે તેને અનુકૂળ નિમિત્તથી ઉપદેશ
કરવામાં આવે છે).
ઉપાદાન વસ્તુનો સ્વભાવ વાણીદ્વારા કહી શકાતો નથી. કથન કરવા જતાં ભેદ આવ્યા વગર રહેતો જ નથી.
જેટલું જેટલું ઉપદેશમાં કથન આવે તે બધું વ્યવહારથી અને નિમિત્તથી આવે. કથનમાં તો નિમિત્તદ્વારા કથન કરીને
સમજાવાય પરંતુ જો નિમિત્તના જ કથનને વળગી રહે અને ખરો આશય ન પકડે તો તેનું લક્ષ નિમિત્ત ઉપર જ રહ્યા
કરે.
निमित्तना कथनोनो अर्थ शब्दो प्रमाणे न थाय परंतु उपादानना भावनी समजणनुं लक्ष राखीने तेना अर्थ
यथार्थ समजवा जोईए। શાસ્ત્રોમાં કર્મોનું વર્ણન છે તે પણ નિમિત્તથી છે એટલે કે આત્માના અનેક પ્રકારના ભાવો
ઓળખાવવા માટે કર્મોના નિમિત્તથી કથન કર્યું છે, ત્યાં આત્માના ભાવો ઓળખવાનું જ પ્રયોજન છે તેને બદલે
અજ્ઞાનીનું લક્ષ કર્મો ઉપર જ રહે છે. જ્યારે નિમિત્તથી વાત કરવી હોય ત્યારે નિમિત્તથી વાત કરવામાં આવે પરંતુ
નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. પહેલાં, પર વસ્તુનું જ્ઞાન કરાવવા માટે તેને નિમિત્ત કહ્યું, પછી
छठ्ठा दोहामा
બનારસીદાસજી એ જોર મૂકયું છે કે અરે! અસહાય વસ્તુ સ્વભાવમાં નિમિત્ત છે કોણ?
જેમ એક માણસ અનેક દેશમાં ફરે અને અનેક પ્રકારના વેશ પહેરે, પરંતુ અનેક પ્રકારના વેશ પહેરવાથી
કાંઈ તે માણસ ફરી જતો નથી, માણસ તો તેને તે જ છે; તેમ આત્માને ઓળખાવવા માટે અનેક પ્રકારના નિમિત્તથી
કથન આવે, પરંતુ આત્મા તો એક જ પ્રકારનો છે. એકલો ‘આત્મા આત્મા’ કહેવાથી આત્મા સમજાતો નથી. તેથી
ઉપદેશમાં તો ભેદથી અને નિમિત્તથી ઓળખાવવામાં આવે છે પરંતુ તેનું પ્રયોજન આત્માનો સ્વભાવ બતાવવાનું છે;
તેથી નિમિત્તનું અને નિમિત્તની અપેક્ષાએ પડતા ભેદોનું લક્ષ છોડીને એકલા અભેદ ઉપાદાનને લક્ષમાં લેવું તે જ
સમ્યગ્દર્શન, અને મોક્ષનો ઉપાય છે. માટે ઉપાદાન નિમિત્તના સ્વાધીન સ્વરૂપને ઓળખીને ઉપાદાન સ્વભાવમાં
ઢળવું...૭.
ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાળા
સ્વાધ્યાય એ મહાન તપ છે
.समयसार प्रवचनो भाग–१गुजराती३–०–०१८.समयसार–प्रवचनो भाग–४गुजराती३–०–०
.समयसार–प्रवचनो भाग–३गुजराती३–०–०१९.मूल में भूल(हिन्दी)०–१२–०
.पूजा–संग्रहगुजराती०–६–०मोक्षमार्ग प्रकाशकगुजराती३–०–०
.छह–ढालागुजराती०–१२–०आत्मसिद्धि प्रवचनोगुजराती३–०–०
.समवसरण–स्तुतिगुजराती०–३–०अपूर्व अवसर–प्रवचनोगुजराती०–८–०
.अमृतझरणांगुजराती०–६–०सर्वसामान्य प्रतिक्रमणगुजराती०–८–०
.जिनेन्द्रस्तवनावलीगुजराती०–६–०द्रव्यसंग्रहगुजराती०–७–०
.नियमसार–प्रवचनो भाग–१गुजराती१–८–०समयसार (गुटको)गुजराती०–५–०
.समयसार–प्रवचनो भाग–२गुजराती२–०–०बारभावना
(कुंदकुंदाचार्य कृत)गुजराती०–४–०
१०.जैन सिद्धांत प्रवेशिकागुजराती०–८–०आत्मधर्म फाईल वर्ष १गुजराती३–४–०
११.आत्मसिद्धिशास्त्र (शब्दार्थ साथे)गुजराती०–४–०आत्मधर्म फाईल वर्ष २गुजराती३–४–०
१२.आत्मसिद्धशास्त्र (स्वाध्याय माटे)गुजराती०–२–०आत्मधर्म फाईल वर्ष ३गुजराती३–४–०
१३.मुक्तिका मार्ग(हिंदी)०–१०–०आत्मधर्म फाईल वर्ष १हिन्दी ३–१२–०
१४.धर्मनीक्रियागुजराती१–८–०आत्मधर्म फाईल वर्ष २हिन्दी३–१२–०
१५.अनुभवप्रकाश अने सत्तास्वरूपगुजराती१–०–०आत्मधर्म – मासिक(गुजराती)वा. भू.२–८–०
१६.सम्यग्ज्ञान–दीपिकागुजराती१–०–०आत्मधर्म–मासिक (हिन्दी)वा. भू३–०–०
१७.मोक्षशास्त्र–गुजराती टीकागुजराती३–८–०
પ્રાપ્તિસ્થાન શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ– કાઠિયાવાડ