ઃ ૨૧૦ઃ આત્મધર્મઃ ખાસ અંક
(૬) દેશસંયમઃ– જીવદ્રવ્યના ચારિત્રગુણનો અવિકારી પર્યાય–ક્ષાયોપશમિકભાવ.
(૭) લબ્ધિઃ– જીવદ્રવ્યના જ્ઞાનગુણનો પર્યાય છે. મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ તે વિકારી છે અને સમ્યગ્જ્ઞાનની
અપેક્ષાએ તે અવિકારી છે. ક્ષાયોપશમિકભાવ.
(૮) ઉપયોગઃ– જીવદ્રવ્યના જ્ઞાન–દર્શનગુણનો પર્યાય છે. મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ વિકારી અને
સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ અવિકારી છે. ક્ષાયોપશમિકભાવ; અને કેવળજ્ઞાનીની અપેક્ષાએ ક્ષાયિકભાવ.
પાંચમા પ્રશ્નનો ઉત્તર
अ. દર્શન ઉપયોગના ચાર પ્રકારઃ–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. મતિજ્ઞાન પહેલાં ચક્ષુ
અને અચક્ષુદર્શન.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક જ હોય છે. તેથી શ્રુતજ્ઞાન પહેલાં દર્શનોપયોગ ન હોય. અવધિજ્ઞાન પહેલાં
અવધિદર્શન હોય છે.
મનઃપર્યયજ્ઞાન ઇહાપૂર્વક હોય છે તેથી તેની પહેલાં દર્શનોપયોગ ન હોય. કેવળજ્ઞાન સાથે જ કેવળદર્શન હોય
છે.
ब. જગતનાં બધાં દ્રવ્યોમાં સામાન્ય ગુણો અનેક હોય છે તેમાં મુખ્ય છ છે–અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ,
પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ. જગતનાં બધાં દ્રવ્યોમાં પારિણામિક ભાવ હોય છે.
क. ઉત્કૃષ્ટ શુક્લ લેશ્યા ધર્મનું કારણ કહેવાય નહિ. કારણ કે તે શુભ ભાવ છે, વિકાર છે તેથી ધર્મ કહેવાય
નહિ. અભવી, મિથ્યાદ્રષ્ટિને પણ શુક્લ લેશ્યા હોય છે છતાં તેને ધર્મનો એક અંશ પણ પ્રગટ થતો નથી. વળી લેશ્યા
છે તે ઉદય ભાવ છે ને ઉદયભાવ ધર્મનું કારણ હોઈ શકે નહિ. કેવળી ભગવાનને શુક્લ લેશ્યા ઉપચારથી કહી છે. પૂર્વે
યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું તે યોગ તેરમા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી લેશ્યા કહી છે. લેશ્યાનું
કાર્ય કર્મબંધ છે. ભગવાનને કષાય નથી તો પણ યોગ હોવાથી એક સમયનો કર્મનો આસ્રવ છે તે અપેક્ષા લક્ષમાં
રાખી ઉપચારથી શુક્લ લેશ્યા કહી છે.
છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર
લેશ્યા=કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત, પદ્માદિ વર્ણોને
દ્રવ્યલેશ્યા કહે છે.
યોગ=પુદ્ગલ વિપાકી શરીર અને અંગોપાંગનામા નામ કર્મના ઉદયથી મનોવર્ગણા, વચનવર્ગણા તથા
કાયવર્ગણાના અવલંબનથી, કર્મ–નોકર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિ વિશેષને ભાવયોગ કહે છે. તે જ
ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને) દ્રવ્યયોગ કહે છે.
વિગ્રહગતિ=એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન કરવાને વિગ્રહગતિ કહે છે.
સપ્રતિષ્ઠિત પ્રતયેક=જે પ્રત્યેક વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય તેને સપ્રતિષ્ઠિત
પ્રત્યેક વનસ્પતિ કહે છે.
સંકલેશ પરિણામ=જીવના હિંસા, અસત્યાદિ તીવ્ર કષાયરૂપ અશુભભાવ.
નિર્વૃત્ય પર્યાપ્તક=પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ તો એકદમ થાય છે, પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે.
જ્યાં સુધી કોઈપણ જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ તો ન હોય, પણ નિયમથી પૂર્ણ હોવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને
નિર્વૃત્ય પર્યાપ્તક કહે છે.
શ્રી જૈન દર્શન શિક્ષણ વર્ગ– પરીક્ષા
સમયઃ ૯–૧પ થી ૧૦–૩૦ વર્ગ ब તા. ૨૮–પ–૪૭
(આત્મસિદ્ધિ)
૧. નીચેના વિષય ઉપર લગભગ ૧પ લીટીનો નિબંધ લખોઃ ૧૨
“શું કારણે આ જીવ અનંત દુઃખ પામ્યો છે? તે અનંત દુઃખથી મુક્ત થવા જીવે શું કરવું જોઈએ?”
૨. પાંચમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ લખો. ૧૨
(૧) મતાર્થી જીવ દેવ–શાસ્ત્ર તથા ગુરુનું કેવું સ્વરૂપ સમજે છે તે ટૂંકાણમાં જણાવો.
(૨) શાં ચિહ્નો વડે સદ્ગુરુ ઓળખાય? તેમનો તમને વિયોગ હોય ત્યારે તમે શું કરશો?
(૩) (ક) આત્મા નિત્ય છે તે સિદ્ધ કરનારું એક દ્રષ્ટાંત આપો.
(ખ) આત્માનાં સદાનાં એંધાણ દર્શાવનારી ગાથા લખો.
(૪) શું કરતાં મોક્ષસ્વભાવ ઊપજે? મોક્ષમાં જીવને શું હોય અને શું ન હોય?