ઃ ૨પ૦ઃ આત્મધર્મઃ ૪૭
અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઈચ્છાવાળું કે ગતિમાન હોય તેને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને જે
નિમિત્ત પોતે સ્થિર કે ઈચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ
તે પ્રેરક નિમિત્ત છે તથા ઇચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બન્ને પ્રકારના
નિમિત્તો પરમાં બિલકુલ કાર્ય કરતા નથી. ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય
વગેરે ઉદાસીન નિમિત્ત છે.
મહાવીર ભગવાનના સમોસરણમાં ગૌતમગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલાં છાંસઠ દિવસ
સુધી ન આવવાથી ધ્વનિ અટકયો હતો–એ વાત સાચી નથી. વાણીના પરમાણુઓમાં જે સમયે વાણીરૂપે
પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે. અને તે વખતે જ બરાબર ગણધર દેવ હોય
જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી–એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત
હતી. એવો જ સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; તેથી ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટત ને?’
એવા તર્કને અવકાશ જ નથી.
૩૯. નિમિત્ત ન હોય તો....?
‘કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો...? ’ એમ શંકા કરવાની સામે જ્ઞાનીઓ પૂછે કે ‘હે ભાઈ, તું
જીવ જ આ જગતમાં ન હોત તો?’ અથવા તો તું અજીવ હોત તો?’ શંકાકાર ઉત્તર આપે છે કે– ‘હું જીવ જ છું તેથી
બીજા તર્કને સ્થાન નથી.’ તો જ્ઞાની કહે છે કે–જેમ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ,
‘જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે’ એવો જ ઉપાદાન–નિમિત્તનો સ્વભાવ છે, તેથી તેમાં બીજા
તર્કને અવકાશ નથી.
૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સુર્ય ન ઊગે તો...?
કમળનું ખીલવું અને સૂર્યનું ઊગવું તેને સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, પણ સૂર્ય ઊગ્યો તે કારણે કમળ
ખીલ્યું નથી, કમળ પોતાની તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે.
પ્રશ્ન–સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને?
ઉત્તર– ‘કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો? એના જેવો આ પ્રશ્ન છે. તેનું સમાધાન ઉપરની યુક્તિ
પ્રમાણે સમજી લેવું જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત
હોય જ–એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય–એમ કદી
બને જ નહિ. છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છે–એમ નથી.
૪૧. જ્યારે સુર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું શું કારણ?
પ્રશ્ન–જો સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો– ‘સૂર્ય છ વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે, ને
સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે’–એમ થવાનું શું કારણ?
ઉત્તર–તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાંજ
ખીલવાની લાયકાત ન હતી, પણ તેની લાયકાત બીડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરૂદ્ધ પ્રકારની પર્યાયની
લાયકાત તો હોઈ શકે નહિ.
૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે
અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે; એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરના
અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ધણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (–આધાર) જે
આત્મસ્વભાવ તેની દ્રષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત
દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યોની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી
પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમયે ધોળો થઈ
જાય, તેમજ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગુણો કાળો થઈ જાય. તેમાં નિમિત્ત કોને કહેશો? તે
પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે.
૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમનઃ નિમિત્ત–નૈમિત્તિક સબંધનું સ્વરૂપ
જડ ઈન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન થાય છે એ વાત જુઠ્ઠી છે. આત્માનો ત્રિકાળી સામાન્યજ્ઞાનસ્વભાવ
પોતાને કારણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય છે. પાંચ
ઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય