Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંભાદ્રપદ
અંક અગિયાર
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
કેવું જીવન ગાળવું?
હે જીવ, તેં આત્માને ભૂલીને દેહદ્રષ્ટિથી તો અનંત જીવન વીતાવ્યા
અને એની પાછળ પણ તારું ભવભ્રમણનું દુઃખ તો ઉભું જ રહ્યું; પણ હવે
સત્પુરુષોની આજ્ઞામાં આત્મદ્રષ્ટિથી એક જીવન તો એવું ગાળ કે જેની
પાછળ ભવ જ ધારણ કરવો ન પડે.
(રાજકોટ તા. ૨૪–૧૧–૪૪ ચર્ચામાંથી)
મુમુક્ષુની આત્મજાગૃતિ
મુમુક્ષુ જીવોને પરમ શાંત શુદ્ધ આત્મસ્વરૂપની જ રુચિ હોય છે, પણ વિકારની રુચિ હોતી નથી;
તેથી તેઓને સ્વરૂપની જાગૃતિ સદાય એવી વર્ત્યા કરે છે કે સ્વરૂપને ભૂલીને કોઈ કાર્યમાં એકાકાર થઈ
જતા નથી–તેમાં તન્મય બુદ્ધિ કરતા નથી. અંતરમાં આત્મા કરતાં શેનીયે કિંમત (–મહિમા) કદી વધતી
નથી. કષાય થાય ખરો, પણ કોઈ કાર્યમાં કષાય તરફનો વેગ ન આવવો જોઈએ. મુમુક્ષુઓને પર્યાય
તરફનો અર્થાત્ વિકાર તરફનો વેગ એટલો બધો તો ન જ હોય કે જેથી જ્ઞાનસ્વરૂપની રુચિ જ ઢંકાઈ
જાય. જ્ઞાન અને રાગની ભિન્નતા અનુભવવા માટેનો અભ્યાસ તેમને સદા જાગૃત હોય છે. મુમુક્ષુને
પરિણામમાં આકુળતા તો થાય પરંતુ કેવા પ્રસંગે પોતાના પરિણામમાં કેટલી આકુળતા થાય છે તે જોવા
માટે જ્ઞાનને જાગ્રત રાખે છે અને તે આકુળતા માટે ખેદ કરે છે. આ રીતે, જ્ઞાન અને આકુળતા વચ્ચેના
ભેદજ્ઞાનના વારંવાર અભ્યાસ વડે અલ્પકાળમાં તે જરૂર પરમશાંત આત્માનુભવને પામે છે. આવું
મુમુક્ષુદશાનું સ્વરૂપ છે. (–ચર્ચાના આધારે)
* * * * * * *
વાર્ષિક લવાજમ૪૭છૂટક અંક
ત્રણ રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *