જૈનતત્ત્વનું તાત્પર્ય છે. અને તેમ કરવાથી જ ધર્મની શરૂઆત, સાધકદશા અને પૂર્ણતા થાય છે, તે જ નિશ્ચયનય અને
વ્યવહારની અવિરોધ સંધિ છે...આમ હોવા છતાં હાલના જૈનસમાજમાં નયાધિરાજ નિશ્ચયનય પક્ષઘાતના તીવ્ર
રોગથી ઘેરાઈ ગયો છે; અને ઘણાઓ તે રોગનું સ્વરૂપ નહિ જાણતા હોવાથી તે રોગનું નિવારણ કરવાને બદલે ઉલટા
પોષણ આપીને તેની વૃદ્ધિ કરી રહ્યા છે; તેમજ જૈન સંપ્રદાયોના નામે પ્રસિદ્ધ થતાં મોટા ભાગનાં છાપાંઓ અને
વર્તમાનપત્રોનો સૂર પણ લૌકિક કથન અને સંસાર વધારનારા પ્રચાર તરફ બળપૂર્વક ચાલી રહ્યો દેખાય છે...એ
રીતે, જૈનશાસનની વર્તમાનદશા અંધાધુંધી ભરેલી અસ્તવ્યસ્ત અને ઊંધી થઈ રહી છે. સમાજ સાચા તત્ત્વજ્ઞાનથી
અને તેના યથાર્થ અભ્યાસથી લગભગ વંચિત છે. ધર્મના સાચા ઉપદેશકોની ઘણી મોટી અછત જોવામાં આવે છે.
લોકોને પણ ધર્મના નામે જે ઉપદેશક જે કંઈ કહે તેની પરીક્ષા કર્યા વગર તેને સાચું માની લેવાની કુટેવ પડી ગઈ છે.
તેમજ કૂળધર્મના નામે પ્રચલિત પુસ્તકો કે લેખોને પણ પરીક્ષા કર્યા વગર સત્ય માની લેવાની કુટેવ પડી ગઈ છે..
પણ એ કોઈ ઉપાય આત્માર્થનો નથી...નયાધિરાજ નિશ્ચયનયને લાગુ પડેલો રોગ તેનાથી મટવાનો નથી, અને એ
રોગ મટયા વગર આત્મકલ્યાણ થવાનું નથી. માટે–
કરો, તૂલનાત્મક શક્તિને કેળવો, તેનો વિકાસ કરો, આંધળી શ્રદ્ધાએ માનવાની કુટેવ છોડો, અને સત્ય–અસત્યનો
બરાબર નિર્ણય કરીને સત્યતત્ત્વજ્ઞાનને પામો...કે જેથી–
પરમ કલ્યાણકારી સાચા જૈનતત્ત્વજ્ઞાનની પ્રભાવના કરવાનો તેમજ નિજ આત્મકલ્યાણ કરવાનો આ પ્રાપ્ત થયેલો
મહાન સુઅવસર વ્યર્થ ગુમાવી બેસશે...માટે હે વીરના સંતાનો!