પોતાના જ્ઞાનસ્વભાવમાં ઢળીને વિકલ્પાદિ સર્વનો નિષેધ કરે છે. તેને જ્ઞાનસ્વભાવમાં એકતાબુદ્ધિ પ્રગટી છે, ને
વિકલ્પમાં એકતાબુદ્ધિ તૂટી ગઈ છે; હવે જે વિકલ્પો આવે તે સર્વનો નિષેધ કરતો કરતો આગળ વધે છે. સાધક જીવ
એમ જાણ છે કે સિદ્ધનો અને મારો સ્વભાવ સરખો જ છે, તો પછી સિદ્ધમાં વિકલ્પાદિ નથી તે મારામાં પણ નથી,
તેથી હું અત્યારે જ મારા સ્વભાવના જોરે તેનો નિષેધ કરું છું. મારા જ્ઞાનમાં બધાય રાગાદિનો નિષેધ જ છે. જેમ
સિદ્ધભગવાન એકલા ચૈતન્ય છે તેમ હું પણ એકલા ચૈતન્યને જ અંગીકાર કરું છું.
પ્રતીતિ કરતાં પુણ્ય–પાપાદિ વ્યવહારનો નિષેધ સ્વયં થઈ જાય છે. વર્તમાનમાં તો પુણ્ય–પાપનો નિષેધ નથી કરતો
પણ પછી તેનો નિષેધ કરીશ–એમ જે માને છે તેને સ્વભાવની રુચિ નથી પણ પુણ્ય–પાપની જ રુચિ છે. જો તને
સ્વભાવની રુચિ હોય અને સર્વે પુણ્ય–પાપ–વ્યવહારના નિષેધની રુચિ હોય તો સ્વભાવ સન્મુખ થઈને હમણાં જ
નિષેધ કરવો યોગ્ય છે એમ નિર્ણય કર. રુચિને મુદત ન હોય. શ્રદ્ધા છે પણ શ્રદ્ધાનું કાર્ય નથી–એમ ન બને. શ્રદ્ધામાં
નિષેધ કર્યા પછી પુણ્ય–પાપને ટળતાં થોડો કાળ લાગે તે જુદી વાત છે, પણ જેને સ્વભાવની રુચિ છે અને પુણ્ય–
પાપના નિષેધની શ્રદ્ધા કરવા જેવી છે–એવી ભાવના છે–તો તે શ્રદ્ધામાં તો પુણ્ય–પાપનો નિષેધ વર્તમાનમાં જ કરે.
વર્તમાનમાં શ્રદ્ધામાં પુણ્ય–પાપનો આદર કરે તો તેને તેના નિષેધની શ્રદ્ધા જ ક્યાં રહી? શ્રદ્ધા તો પુરેપુરા સ્વભાવને
જ વર્તમાન માને છે.
તેનો નિષેધ કરીને સ્વભાવ તરફ ઢળવું–એ જ એક કાર્ય રહ્યું. સ્વભાવની શ્રદ્ધાના જોરે તેનો નિષેધ કર્યો તે કર્યો–હવે
એવો કોઈ પણ વિકલ્પ કે રાગ ન આવે કે જેમાં એકતાબુદ્ધિ થાય. અને એકત્વબુદ્ધિ વગર થતા જે પુણ્ય–પાપના
વિકલ્પો છે તેને ટાળવા માટે શ્રદ્ધામાં અધીરજ થતી નથી, કેમકે મારા સ્વભાવમાં તે કોઈ છે જ નહિ–એમ રુચિ થઈ
પછી તેને ટાળવાની અધીરજ શેની રહે? સ્વભાવ તરફ ઢળીને તેનો નિષેધ કર્યો છે તેથી તે અલ્પકાળમાં ટળી જ
જાય છે. ‘તેનો નિષેધ કરું’ એવો વિકલ્પ હોતો નથી પણ સ્વભાવમાં તે નિષેધરૂપ જ છે તેથી સ્વભાવનો અનુભવ–
વિશ્વાસ કરતાં તેનો નિષેધ સ્વયં થઈ જાય છે.
વ્યવહારનો નિષેધ થઈ જ ગયો. રુચિ અને અનુભવ વચ્ચે વાર લાગે તેનો પણ નિષેધ જ છે. જેને સ્વભાવની રુચિ
થઈ છે તેને વિકલ્પ તોડીને અનુભવ કરતાં વાર લાગે તોપણ તે વિકલ્પોનો તો તેને નિષેધ જ છે. જો વિકલ્પનો
નિષેધ ન હોય તો સ્વભાવની રુચિ શેની? અને જો સ્વભાવની રુચિ વડે વિકલ્પનો નિષેધ વર્તે છે તો પછી તે
વિકલ્પ તોડીને અનુભવ થવામાં તેને શંકા શેની? રુચિ થયા પછી જે વિકલ્પ રહે તેનો પણ રુચિ નિષેધ જ કરે છે
તેથી રુચિ અને અનુભવ વચ્ચે કાળભેદ નો સ્વીકાર નથી. જેને સ્વભાવની રુચિ થઇ છે તેને રુચિ અને અનુભવ
વચ્ચે જે અલ્પકાળ વિકલ્પ હોય તેનો રુચિમાં નિષેધ છે, એ રીતે જેને સ્વભાવની રુચિ થઈ છે તેને અંતરથી
અધીરજ હોતી નથી, પણ સ્વભાવની રુચિના જોરે જ બાકીના વિકલ્પો તોડીને અલ્પકાળમાં સ્વભાવનો પ્રગટ
અનુભવ કરે છે.