Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૩ :
સત્શ્રુતજ્ઞાની પ્રભાવના
સંપાદકીય
૧. શ્રી ‘આત્મધર્મ’ માસિક આજે પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે, તેમાં મુખ્યપણે પરમ પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રીકાનજીસ્વામીનાં વ્યાખ્યાનો આપવામાં આવે છે. પોતાની મધુર વાણીદ્વારા તેઓશ્રી સત્શ્રુતજ્ઞાનની જે
પ્રભાવના કરી રહ્યા છે તે આ ક્ષેત્રમાં આ કાળે અદ્વીતિય છે. જ્યારે જગતના લોકોમાં ધર્મના નામે સંસારપોષક
ઉપદેશ ચાલી રહ્યો છે ત્યારે તેઓશ્રી સંસારનો નાશ કરનાર એવા સત્યધર્મનો ઉપદેશ એકદમ સરળ ભાષામાં,
નાનામાં નાનું બાળક પણ સમજી શકે તેવી રીતે આપી રહ્યાં છે. મુમુક્ષુ જીવોનાં મહાન પુણ્યનો ઉદય છે કે
તેઓને આવા સદુપદેશનો યોગ સાંપડ્યો છે. તત્ત્વજ્ઞાનનો ઉપદેશ જ્યાંસુધી સત્પુરુષ પાસેથી સીધો સાંભળીને
પચાવવામાં ન આવે ત્યાંસુધી તેનો પુરતો લાભ ન મળી શકે–એમ જિજ્ઞાસુઓ જાણતા હોવાથી, (–વેપાર–ધંધા
વગેરે અનેક પ્રકારની તડામાર અને ચડસાચડસીના આ જમાનામાં પણ) સંખ્યાબંધ ભાઈ–બ્હેનો પૂ.
ગુરુદેવશ્રીના સદુપદેશનો સીધો લાભ લઈ રહ્યાં છે–એ એક ઘણા હર્ષની બિના છે.
૨. પણ બધા મુમુક્ષુઓ તેઓશ્રીના સદુપદેશનો સીધો લાભ હમેશા ન લઈ શકે, તેથી તેઓને પણ
ગુરુદેવશ્રીની કલ્યાણકારી વાણીનો લાભ મળે–એ હેતુથી આ ‘આત્મધર્મ’ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને તેનો
લાભ પણ ઘણા ભાઈ–બહેનો લઈ રહ્યાં છે. ગુજરાતી આત્મધર્મના આશરે ૨૦૦૦ અને હિંદીના આશરે ૧૦૦૦
ગ્રાહકો છે. સત્યધર્મની સાચી સમજણ (એટલે કે આત્માની ઓળખાણ) એ જ સાચા સુખનો ઉપાય છે. સાચા
અવિનાશી સુખની ઈચ્છા સર્વે જીવોને છે માટે જેમ બને તેમ વધારે સંખ્યામાં આ પત્રનો લાભ જીવોને મળે એ
હેતુથી તેના પ્રચારની એક યોજના કરવામાં આવી છે. આ ઉપરાંત, વસ્તુસ્વભાવને સરળ રીતે સમજાવતું એક
પુસ્તક પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો ઉપરથી છપાવવામાં આવે છે, તેની ૫૦૦૦ ગુજરાતી તથા ૫૦૦૦ હિંદી–
એમ કુલ દશ હજાર પ્રત છપાશે. તેમાંથી ગુજરાતીની ૫૦૦૦ પ્રતો છાપવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે.
આ પુસ્તક સત્ધર્મના પ્રચાર અર્થે તદ્ન મફત વહેંચવાની યોજના કરી છે. આ યોજના પાર પાડવા માટે ૫૦૦૦
પૂરા સરનામાની જરૂર છે, તે માટેની ખાસ વિનંતિ આ અંકમાં આપી છે.
૩. આત્મધર્મની ગુજરાતી તેમજ હિંદી આવૃત્તિ ઉપરાંત, આ સંસ્થા (શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ)
મારફત તત્ત્વજ્ઞાનના પુસ્તકોનો જે વિસ્તૃત પ્રચાર થયો છે, તે બધા ભાઈ–બહેનોના જાણવામાં ન હોય તેથી
તેઓની જાણ માટે તે પુસ્તકો સંબંધી જાણવા યોગ્ય વિગતોનું પત્રક આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે
ઉપરથી મુમુક્ષુઓને જણાશે કે આજ સુધીમાં પ્રચાર પામેલા પુસ્તકોની સંખ્યા
एकलाख बसो पचास છે, કે જેની
કિંમત રૂ. ૫૯૪૬૨–છે. (જે પુસ્તકો ભેટ તરીકે આપવામાં આવ્યા છે તેની કિંમત આમાં ગણી નથી.) ભેટ
પુસ્તકોની કિંમત રૂ
।। ૧૦૦૦૦/–દશ હજાર છે.
એ ઉપરાંત હિંદી ભાષાનાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ મોટો પ્રચાર અહીં થઈ રહ્યો છે. લગભગ
૧૦૨૫૦ હિંદી પુસ્તકોનો પ્રચાર થયો છે, જેની કિંમત લગભગ–રૂ।। ૨૫૦૦૦–થાય.
તેમજ ‘શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાન સંબંધી સાહિત્યનો પણ અહીંથી ઘણો પ્રચાર થયો છે, લગભગ
૪૦૦૦ પુસ્તકોનો પ્રચાર થયો છે જેની કિંમત લગભગ રૂ।। ૫૦૦૦–થાય. એ રીતે આ સંસ્થા તરફથી આજ
સુધીમાં કુલ રૂ. ૯૯૪૬૨–ની કિંમતના પુસ્તકો પ્રચાર પામ્યાં છે. આ બધાં પુસ્તકો મુખ્યપણે પડતર ભાવે અને
ઘણાં તો પડતરથી પણ ઘણા ઓછા ભાવે આપવામાં આવ્યાં છે. પુસ્તકોની સંખ્યા કુલ ૧૧૪૫૦૦–અંકે એક લાખ
ચૌદ હજાર પાંચ સો થાય છે. આમાં હાલ સિલક રૂ
।। ૨૦૦૦૦/–વીશ હજાર આશરેનાં પુસ્તકો વેચાવાં બાકી છે.
૪. ‘આત્મધર્મ’ પંચમવર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે માનવંતા મુમુક્ષુ ગ્રાહકોને કેટલીક સૂચનાઓ
કરવાની જરૂર લાગે છે તે નીચે મુજબ છે–