Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA With the permission of Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
જવાબ શોધી કાઢીને લખી મોકલજો. જવાબ તમારી મેળે
લખવાનો છે, કોઈને પૂછીને નહિ.
(૧) પંચ પરમેષ્ઠી ભગવાનનાં નામ શું છે? અને
તેમાંથી કેટલા દેવ છે? કેટલા ગુરુ છે તથા કેટલા શાસ્ત્ર
છે? તે બતાવો.
(૨) એવી ઊંચામાં ઊંચી ત્રણ વસ્તુ કઈ છે કે
જેનાથી આપણને જરૂર મોક્ષ મળે.
(૩) નીચેની વસ્તુઓમાંથી તમને સૌથી વધારે શું
ગમે તે બતાવો.
સોનાનું સમયસાર, ભગવાનની રતનની મૂર્તિ,
સમ્યગ્દર્શન, આખા ભરતક્ષેત્રનું રાજ્ય.
નામ અને સરનામા સાથે જવાબ એક પોસ્ટકાર્ડમાં
નીચેના સરનામે મોકલવા. ચૌદ વર્ષ સુધીના બાળકોએ જ
આમાં ભાગ લેવો.
સંપાદક : આત્મધર્મ : બાલ વિભાગ
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ (કાઠિયાવાડ)
માગશર સુદ ૧૫ સુધીમાં જેના જવાબ પહોંચી જશે અને
તેમાંથી જે પહેલાં આઠ આવશે તેને એક પુસ્તક ભેટ
આપવામાં આવશે.
બાળકની ભાવના
અમે તો જિન શાસનનાં બાળ,
અમારે ભણવાં જૈન–સિદ્ધાંત.... અમે તો૦
ભણવું–ગણવું અમને વહાલું,
ગુરુજી પર છે વહાલ.
વહાલ અમારા સાધર્મી પર,
વહાલી સારી ચાલ...............અમે તો૦
ભણી–ગણીને મોટા થઈશું,
કરીશું આતમ કાજ.
ઉપકાર એ ગુરુજી તણો છે
વંદીએ વારમવાર.................અમે તો૦
બાલ–સ્વાધ્યાય
(૧)
હું એક જીવ છું.
આ એક પુસ્તક છે.
હું પુસ્તકને જાણું છું.
પુસ્તક મને જાણતું નથી.
હું શરીરને જાણું છું
શરીર મને જાણતું નથી.
(૨)
હું જીવ છું.
મારામાં જાણવાનો ગુણ છે.
તેથી હું બધાને જાણું છું.
આ પુસ્તક અજીવ છે.
તેનામાં જાણવાનો ગુણ નથી.
તે કોઈને જાણતું નથી.
(૩)
જાણવાના ગુણને જ્ઞાનગુણ કહેવામાં આવે છે.
જેમાં જ્ઞાન હોય તે જીવ છે.
જેમાં જ્ઞાન ન હોય તે અજીવ છે.
ડબામાં ગોળ હોય તેમ જીવમાં જ્ઞાન નથી,
પણ ગોળમાં ગળપણ હોય તેમ જીવમાં જ્ઞાન છે.
(૪)
મારામાં જ્ઞાન છે;
તેથી હું જીવ છું.
ગોળમાં ગળપણ એકરૂપ છે તેમ મારામાં જ્ઞાન એકરૂપ છે.
પુસ્તકમાં જ્ઞાન નથી;
તેથી તે અજીવ છે.
અજીવને જડ પણ કહે છે.
(૫)
જ્ઞાન તે હું છું
પુસ્તક તે હું નથી,
શરીર તે હું નથી.
પુસ્તક અજીવ છે તેમ શરીર પણ અજીવ છે.
આ જગતમાં બે જાતની વસ્તુઓ છે. એક જીવ અને બીજી
અજીવ. જેનામાં જ્ઞાન હોય તેને જીવ કહેવાય છે. જેનામાં
જ્ઞાન ન હોય તેને અજીવ કહેવાય છે.
(૬)
જીવની પોતાની ઉંધી સમજણ તે દુઃખ છે.
જીવની પોતાની સાચી સમજણ તે સુખ છે.
સમજણ તે જ્ઞાન છે.
અજીવ ને સુખ દુઃખ હોય નહીં.
શરીર અજીવ છે તેથી તેને સુખ દુઃખ હોય નહીં.
(૭)
પુસ્તક મારાથી જુદું છે.
તેમ શરીર મારાથી જુદું છે.
હું જીવ છું
શરીર જડ છે–અજીવ છે.
હું જીવ છું તેથી જાણું છું
શરીર અજીવ છે–જડ છે તેથી જાણતું નથી.