: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૩૧ :
અનુભવ્યા પછી વધારે નિર્મળ જ્ઞાનપ્રકાશ અને વધારે ઉદ્યમ જાગૃત થતાં આત્મા પોતાના સુખામૃત–સમતારસનું
પાન વિશેષપણે કરવા લાગ્યો, એ રીતે સ્વભાવના આશ્રયે નિર્વાણનો (પૂર્ણ સુખનો) માર્ગ પામીને આત્મા
નિર્વાણદશાને પામ્યો તે જ સુપ્રભાત છે. ભગવાનશ્રી મહાવીરપ્રભુ એવા જ ઉપાયથી એવી દશા પામ્યા તે તેમના
આત્માનું સુપ્રભાત છે, ને પોતે પોતાના આત્મામાં સાધક થઈને તેવી દશા પામે તે પોતાનું સુપ્રભાત છે.
(૨૬) જિજ્ઞાસુનું કર્તવ્ય
આ સુપ્રભાત–મંગળમાં આ આત્મા–ભગવાનની સારી મહિમાવંત વાત થઈ છે, તે જિજ્ઞાસુઓએ અંતરમાં
બરાબર વિચારવા જેવી છે, વારંવાર મનન કરવા જેવી છે, ને પોતાના આત્મામાં તે પરિણમાવવા જેવી છે.
(૨૭) જ્ઞાનીઓનાં આશીર્વાદ
આજના મંગળ–સુપ્રભાતમાં પૈસા–વસ્ત્ર વગેરે વસ્તુ પ્રાપ્ત થવાના આશીર્વાદ જ્ઞાનીઓ નથી આપતા, પણ
કેવળજ્ઞાન પામીને મોક્ષ પામવાના જ્ઞાનીઓના આશીર્વાદ છે, એ જ કર્તવ્ય છે. આત્માનો મોક્ષ કરવો એ જ
કર્તવ્ય છે. મુક્તદશામાં આત્મામાંથી જ પૂર્ણ જ્ઞાન, સુખ ને આનંદ પ્રગટે છે, તે માટે તેને કદી કોઈ પરની જરૂર
પડતી નથી. કોઈ પણ આત્માને પોતાના જ્ઞાન, સુખ ને આનંદ માટે પરની જરૂર નથી. એવું સમ્યક્ પ્રભાત
ભગવાન આત્મામાં પ્રગટયું અને મોહરાત્રિ ટળી તે મહાન મંગળ છે, આ જ ધર્મીનું અપૂર્વ સુપ્રભાત છે.
પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ વાણીમાં ઝળકતું દિવ્ય સુપ્રભાત ત્રિકાળ જયવંત વર્તો.
બાલ વિભાગ બાળકોને
ધર્મપ્રેમી બાળકો!
એ જાણીને તમને બહુ જ આનંદ થશે કે, હવેથી ‘આત્મધર્મ’ માં દરેક મહિને ‘બાલ
વિભાગ’ આપવામાં આવશે. તેમાં તમને સમજવું બહુ જ સહેલું પડે એવું અને વાંચતા મજા
પડે એવું સારું સારું લખાણ છપાશે. માટે તમે દરેક મહિને તે બરાબર વાંચજો, અને સમજજો...
તમે જાણો છો?
(૧) કુંદકુંદ અાચાયર્ : – એક નાનકડો બાળક હતો, તેને આત્માનું જ્ઞાન હતું. તે ધર્માત્મા હતો અને બહુ જ
વૈરાગી હતો. જ્યારે તે ૧૧ વર્ષનો હતો ત્યારે જ તેણે જિનદીક્ષા લઈ લીધી... નાના બાળક મટીને મોટા
મુનિરાજ થયા.... એનું નામ હતું ‘કુંદકુંદ.’ તેઓશ્રીને આજે આપણે ‘શ્રી કુંદ–કુંદાચાર્ય’ તરીકે પૂજીએ છીએ.
એકવાર તો તેઓ સીમંધરભગવાન પાસે જઈને તેમનાં દર્શન કરી આવ્યાં. અને ‘સમયસાર શાસ્ત્ર’
તેમણે જ બનાવ્યું છે. તેઓ બહુ જ પવિત્ર હતા. થોડા વખતમાં તેઓ ભગવાન થઈને મોક્ષ પામશે.
(૨) શ્રીમદ્ રાજચંદ્ર : – ‘વવાણિયા’ નામે એક ગામડું છે. ત્યાં એક સાત વર્ષનો બાળક રહેતો હતો. તે ઘણો
વૈરાગી અને બુદ્ધિશાળી હતો. એકવાર તેના ગામમાં કોઈ મરી ગયું. ત્યારે તેના શરીરને બાળવા માટે લઈ ગયા.
બાળક એક ઝાડ ઉપર ચડીને છાનોમાનો તે જોવા લાગ્યો. જોતાં જોતાં તેને એવા પ્રકારનો વિચાર આવ્યો કે
જીવ અને શરીર તો જુદાં છે, આનો જીવ ચાલ્યો ગયો તેથી શરીરને બાળી નાખે છે. જીવ તો પહેલાં કયાંકથી
આવ્યો અને હવે કયાંક જતો રહ્યો. એમ ઊંડો વિચાર કરતાં કરતાં પોતાનો આત્મા પહેલાં કયાં હતો તેની તેને
ખબર પડી ગઈ એટલે કે ફક્ત સાત જ વરસની ઉંમર હતી ત્યારે તેને ‘જાતિસ્મરણ’ જ્ઞાન થયું. એ બાળકનું
નામ હતું ‘રાજ–ચંદ્ર’ ત્યાર પછી જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમને આત્માનું ભાન થયું. નજીકના ભવિષ્યમાં
તેઓ મોક્ષમાં જશે.
તેમણે “આત્મસિદ્ધિ શાસ્ત્ર” બનાવ્યું છે, તે બહુ સુંદર છે. અને જ્યારે તેઓ ૧૬ વર્ષના હતા ત્યારે તેમણે
‘મોક્ષમાળા’ લખી છે, તે ખાસ બાળકો માટે જ લખી છે.
તમે લખી જણાવશો? :– બાળકો, તમને તત્ત્વજ્ઞાનનો લાભ થાય અને સમજવામાં રસ પડે તે માટે અહીં ત્રણ
પ્રશ્નો પૂછયા છે, તેનો
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, તા. ૧૨–૧૨–૪૮
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ.