। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : માગશર
રામજી માણેકચંદ દોશી
અંક બીજો વકીલ ૨૪૭૪
શાસનસ્થંભ કુંદકુંદ – આચાર્યદેવ
(માગશર વદ ૮ ના પવિત્ર દિવસે મહાન ઉપકારી પ્રભુ કુંદકુંદાચાર્યદેવની ચરણ સેવના)
[સુંદર સુવર્ણપુરીમાં.એ રાગ.]
આજે મંગળકારી મહા સૂર્યોદય ઊગીયો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર–
–શ્રીકુંદકુંદપ્રભુજી શાસન શિરોમણી થયારે.... આજે. ૧.
– સાખી –
શ્રી મહાવીર જિણંદના કેડાયત કુંદનાથ;
વીરશાસનનો તું થાંભલો, થંભાવ્યો મુક્તિનો રાહ.
જેને આચાર્યની પદવી આજે શોભતી રે,
જેની જળહળ જ્યોતિ ઝળકે દશ દિશિમાંય–
–જેને જોવાને ઇંદ્રોના ટોળાં ઊતર્યા રે. . . . . આજે. ૨.
શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરંતાં ભગવાન;
સીમંધર જિનનાથના સાક્ષાત દર્શન કરનાર.
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે,
જેની આત્મશક્તિની કરવી શું વાત?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે.... આજે. ૩.
વનવાસી ઓ મુનિવરા! આત્મધ્યાને મગ્ન;
આતમ સાધન સાધતા અહો દિગંબર સંત.
જેના પાદચરણને પૂજે સહુ નર નારીઓ રે,
જેની વાણી સુણવા આવે ચારે તીર્થ–
એવા સંતોના ચરણની ઈચ્છું સેવના રે... આજે. ૪.
કુંદહૃદયને ઓળખાવનાર ગુરુ કહાન છે રે,
જેના મુખ કમળથી વરસે અમૃતમેહ–
–સુણવા ભક્તજનોના ટોળાં ‘સ્વર્ણે’ ઊતરે રે,
–એવા સદ્ગુરુદેવની સેવક ઈચ્છે સેવના રે.... આજે. પ.
તત્ત્વનો કાૈતૂહલી થા
હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી
થઈ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ
કર કે જેથી પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો વિલસતો દેખી આ શરીરાદિ
મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે. –આત્મખ્યાતિ–
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •