Atmadharma magazine - Ank 051
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
જે શક્તિને લીધે દ્રવ્યનો કદી નાશ ન થાય તેને
અસ્તિત્વગુણ કહે છે.
ગુરુજી–બરાબર; હવે વિચાર કરો કે ‘રમણના દાદા’
એ શું વસ્તુ હતી?
વસંત–રમણના દાદામાં એક જીવ અને એક શરીર હતું.
એ જીવ અને શરીર ભેગા રહેતા તેને લોકો ‘રમણના
દાદા’ તરીકે ઓળખતા હતા.
ગુરુજી–રમણના દાદા મરી ગયા–એટલે શું?
ભૂપત–રમણના દાદાનો જીવ અને શરીર છૂટા પડ્યા
તેને લોકો મરણ કહે છે.
ગુરુજી–તો રમણના દાદાનો જીવ નાશ પામ્યો કે નહિ?
ભરત–ના, જી. જીવમાં અસ્તિત્વપણું છે તેથી તે નાશ
પામે જ નહિ.
ગુરુજી–ત્યારે તે જીવ ક્યાં ગયો?
બાબુ–તે જીવ બીજી ગતિમાં અવતર્યો. તેમને ધર્મનો
પ્રેમ હતો તેથી તે સ્વર્ગમાં જાય.
ગુરુજી–જીવનો નાશ થાય નહિ એ વાત બરાબર, પણ
રમણના દાદાનું શરીર અજીવ હતું તેનો તો નાશ થયો ને?
મનસુખ–ના, જી. અજીવ વસ્તુઓમાં પણ અસ્તિત્વ
નામનો ગુણ છે, તેથી તેનો પણ નાશ થાય નહિ.
ગુરુજી–શરીર કઈ વસ્તુમાંથી બન્યું હશે?
કિશોર–પુદ્ગલ નામની અજીવ વસ્તુમાંથી શરીર બન્યું છે.
ગુરુજી–પુદ્ગલ તે શું હશે?
કાન્તિ–એ બહુ ઝીણા રજકણ છે, તે ભેગા થાય છે ને
છૂટા પડે છે.
ગુરુજી–રમણના દાદાના શરીરનું શું થયું?
ધીરજ–રમણના દાદાનું શરીર ઘણા રજકણ ભેગા
થઈને બન્યું હતું, તે બધા છૂટા પડી ગયા; તેથી લોકો કહે
છે કે ‘રમણના દાદાનું શરીર છૂટી ગયું. ’
ગુરુજી–તો શરીરમાંથી છૂટા પડેલા ભાગ તો હોવા
જોઈએ ને?
હરસુખ–જુઓ સાહેબ, તે શરીર સળગીને તેમાંથી
ઘણા રજકણની રાખ થઈ, ઘણાનો ધૂમાડો થયો ને ઘણા
હવામાં ઊડી ગયા.
ગુરુજી–જીવનો પણ નાશ થયો નહિ, ને અજીવનો પણ
નાશ થયો નહિ, તો પછી ‘રમણના દાદા મરી ગયા એમ
બધા લોકો કેમ બોલે છે?
ધરણિધર–લોકોમાં બધાને આવું જ્ઞાન હોય નહિ, તેથી
લોકોના વ્યવહારમાં ‘રમણના દાદા મરી ગયા’ એમ
કહેવાય છે.
ગુરુજી–તો વ્યવહારે જે કહેવાય છે તેનો સાચો અર્થ
શો?
જ્યોતિ–તેનો સાચો અર્થ એ કે ખરેખર કોઈ મરતું નથી,
કોઈ વસ્તુ નાશ પામતી નથી. પહેલાંં જીવ અને શરીર ભેગા
દેખાતા તે જુદા પડ્યાં. બસ, આટલો જ તેનો અર્થ છે.
ગુરુજી–કોઈ જીવ મરે?
ચંદ્રકાન્ત–ના.
ગુરુજી–કોઈ જીવ નવો થાય?
છબીલ–ના. કોઈ જીવ નવો થાય નહિ, એટલે કે કોઈ
જીવ જન્મે નહિ.
ગુરુજી–એમ શા માટે હશે?
સુરેન્દ્ર–કેમ કે વસ્તુમાં અસ્તિત્વ ગુણ છે, તેથી
જગતમાં જે વસ્તુ હોય તેનો કદી નાશ થાય નહિ. જે વસ્તુ
ન હોય તે કદી નવી બને નહિ. પણ જે વસ્તુ હોય તે સદા
ફર્યા કરે.
ગુરુજી–આ ઉપરથી તમે બધા શું સમજ્યા? તે કહો
જોઈએ.
બધા બાળકો સાથે બોલે છે–
હું એક જીવ છું. મારામાં અસ્તિત્વ ગુણ છે;
મારો કદી નાશ થતો નથી. હું કદી મરતો નથી.
હું કદી જનમતો નથી. હું મારા જ્ઞાનથી સદાય જીવું છું.
મારી હાલત જુદી જુદી થયા કરે છે.
અજીવ વસ્તુમાં પણ અસ્તિત્વ ગુણ છે;
તેનો કદી નાશ થતો નથી. હું જીવ છું; શરીર અજીવ છે.
મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. શરીર મારાથી
જુદું છે.
ગુરુજી–બાળકો તમે બહુ સારું સમજી ગયા છો. તમે
નાની ઉમરથી જ આવું શીખો છો તે જોઈને મને આનંદ
થયો છે, તેથી તમને બધાને એકેક શાસ્ત્ર ઈનામ આપું છું.
તમારામાં એક ‘વસ્તુત્વ’ નામનો સરસ ગુણ છે, તેની
સમજણ હવે આપીશ.
ઈનામ મળવાથી બધા બાળકો રાજી થયા અને
‘સીમંધર ભગવાનકી જય’ બોલાવીને બધા છૂટા પડ્યા.
રસ્તામાં પણ રમણના દાદાની અને અસ્તિત્વ ગુણની
વાતો કરતા કરતા બધાય ઘરે ગયા.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા તા. ૧૧–૧–૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ.