। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : પોષ
રામજી માણેકચંદ દોશી
અંક ત્રીજો વકીલ ૨૪૭૪
પાંચ હજાર તત્ત્વ િજજ્ઞાસુઅોને અપૂવર્ ભેટ
વસ્તુ વિજ્ઞાનસાર
જગતમાં સત્ય વસ્તુવિજ્ઞાનનો મહાન પ્રચાર પામે અને સત્યતત્ત્વજ્ઞાન જીવોના
ખ્યાલમાં આવે તેવી ભાવનાથી વસ્તુવિજ્ઞાનસાર નામના પુસ્તકની એકંદર દસ હજાર કોપી
છપાવી છે, અને તે વિનામૂલ્યે ભેટ મોકલવાની યોજના કરવામાં આવી છે.
જગતના ઘણા જીવો આત્મકલ્યાણ કરવાની ભાવનાવાળા હોય છે પરંતુ યથાર્થ
તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના અભાવે તેઓ આત્માની ખરી સમજણ પામી શકતા નથી, એના
પરિણામે યા તો તેઓ મૂંઝાયા કરે છે. અગર તો ઊંધા માર્ગમાં ફસાઈ પડે છે.
–એવા આત્માર્થિ જીવો મૂળભૂત તત્ત્વજ્ઞાનને વાંચે, વિચારે, તેનો નિર્ણય કરીને
આત્માની સમજણ પામે અને નિઃશંકપણે પોતાના આત્મકલ્યાણના પંથે વિચરી શકે એવી
ઉત્કટ શુભભાવનાથી પ્રેરાઈને આ પુસ્તિકા છપાવવામાં આવી છે, એમાં અતિ અગત્યના
મૂળભૂત વસ્તુનિયમોનું દોહન કર્યું છે, જેને વિચારવાથી અને સમજવાથી અવશ્ય સ્વસન્મુખ
પરિણતિ પ્રાપ્ત થાય છે.
આ પુસ્તકમાં આવેલા વિષય સંબંધી પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે, તે
પ્રસ્તાવના પણ આ અંકમાં આપવામાં આવી છે.
આ પુસ્તકની પ્રભાવનામાં ૩૯૩૧/–રૂ. ની સહાયતા જુદા જુદા મુમુક્ષુઓ તરફથી
મળી છે, તે સાભાર સ્વીકારવામાં આવી છે.
આ પુસ્તક મોકલવા માટે ૫૦૦૦ ગુજરાતી સરનામાની જરૂર છે. તો, જે જૈનો આ
પુસ્તક વાંચે અને વિચારે તેવા હોય તેમના સરનામા લખી મોકલવા આત્મધર્મના વાંચકોને
વિનંતિ છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •