ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
૨૧. શ્રીસીતાજીની અગ્નિ–પરીક્ષા પછી તેમને શ્રીરામચંદ્રજી
ઘરે પધારવાનું કહે છે, પણ સીતાજી તેનો અસ્વીકાર કરીને
અર્જિકા બને છે.
૨૨. પૂર્વભવે જે શ્રીકંઠરાજાનો ભાઈ હતો તે ઈન્દ્ર, દેવોસહિત
અષ્ટાહ્નિકાના દિવસોમાં નંદીશ્વરદ્વીપે (શ્રીકંઠ–રાજાના મહેલ
ઉપર થઈને) જાય છે, તેને દેખી શ્રીકંઠરાજા પણ ભક્તિને વશ
થઈ રાણી સહિત વિમાનમાં બેસીને નંદીશ્વરદ્વીપ તરફ જાય છે.
પણ માનુષોત્તરદ્વીપ પાસે આવતાં જ રાજાનું વિમાન અટકી
જાય છે તેથી તે વૈરાગ્ય પામીને ત્યાં જ મુનિ થઈ જાય છે.
૨૩. દુષ્ટ બલિરાજા અકંપનાચાર્ય આદિ ૭૦૦ મુનિઓને
અગ્નિનો ઉપસર્ગ કરે છે. શ્રીવિષ્ણુકુમાર મુનિ
વૈક્રિયઋદ્ધિથી, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે ઉપસર્ગને
શાંત કરે છે, અને તેમની પાસે બલિરાજા ક્ષમા માંગે છે.
૨૪. રામ–લક્ષ્મણ–સીતા વનમાં સુગુપ્તિ–ગુપ્તિ નામના
ચારણ મુનિઓને આહારદાન દે છે.
૨૫. વેદ ધર્મની ચર્ચા કરતા ઈન્દ્રભૂતિને તેડીને બ્રાહ્મણ–
રૂપધારી ઈન્દ્ર મહાવીર પ્રભુના સમવસરણ તરફ જાય છે.
માનસ્થંભને દેખતાં જ ઈન્દ્રભૂતિનું માન ગળી જાય છે, ને
સમવસરણની અંદર જતાં તે જ ગૌતમ–ગણધર બને છે.
૨૬. શીકું કાપીને મેળવેલી વિદ્યાદ્વારા અંજનચોર અકૃત્રિમ
ચૈત્યાલયે જાય છે, ત્યાં જિનદત્ત શેઠ પણ પૂજા કરે છે. પછી
તેઓ બંને મુનિ પાસે જઈને ઉપદેશ શ્રવણ કરે છે. અને
અંજન મુનિ થઈ, ધ્યાન ધરીને કેવળજ્ઞાન પામે છે.
૨૭. શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી સિદ્ધશિલા, ઈડર–નું દ્રશ્ય)
૨૮. સુભદ્રા શેઠાણીએ ચંદનાસતીને સાંકળવડે બાંધી છે; તે
મહાવીર ભગવાનને આહારદાન કરવાની ભાવના ભાવે
છે, ભાવના ભાવતાં ભાવતાં તેનાં બંધન તૂટી પડે છે.
અને ચંદનાસતી ભગવાનને પડગાહન કરીને
નવધાભક્તિથી આહારદાન દે છે, દેવો પુષ્પવૃષ્ટિ કરે છે;
પછી ચંદના અર્જિકા બને છે.
૨૯. પાંચ પાંડવો મુનિદશામાં શત્રુંજય પર્વત ઉપર
ધ્યાનમગ્ન દશામાં સ્થિત છે. ત્યાં દુર્યોધનનો ભાણેજ
ક્રોધાવિષ્ઠ થઈને તેમને લોખંડના ધગધગતા આભૂષણો
(કડાં) પહેરાવીને ઉપસર્ગ કરે છે.
આ ઉપરાંત શ્રીમંડપના મૂળ પ્રવેશદ્વાર ઉપર શ્રી
કુંદકુંદપ્રભુજીની એક સુંદર કલામય, ધ્યાનસ્થ, શાંત મૂર્તિ
કોતરેલી છે, તેનું દ્રશ્ય બહુ ભવ્ય ને આકર્ષક છે.
ગયા અંકમાં પૂછેલા પ્રશ્નોના જવાબ
જવાબ ૧. અત્યારે પણ જીવ અને શરીર જુદા જ છે.
જીવમાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. જીવ જાણે છે, શરીર
જાણતું નથી. જીવ અરૂપી છે, શરીર રૂપી છે. સાચાજ્ઞાનવડે
અત્યારે પણ જીવ અને શરીરનું જુદાપણું જાણી શકાય છે.
જવાબ ૨. આનંદ અને રાગ જીવમાં હોય છે; પ્રકાશ અને
ગળપણ અજીવમાં હોય છે. વસ્તુત્વગુણ જીવ અને અજીવ
બંનેમાં હોય છે. પ્રકાશ તો અજીવ વસ્તુ છે, પુદ્ગલની દશા
છે, જીવમાં પ્રકાશ હોતો નથી.
જવાબ ૩. (क) સાચા જ્ઞાન વગર ‘ધર્મ’ થતો નથી.
(ख) સાચા જ્ઞાન વગર ‘અધર્મ’ થાય છે. (ग) પુણ્ય
કરવાથી સાચું સુખ ‘મળતું નથી.’ (घ) આત્માના
સ્વભાવમાં સુખ ‘છે.’
આ વખતે કુલ ૯૩ બાળકોનાં જવાબ આવ્યા હતા. તેમાંથી
નીચેના ૫૯ બાળકોના જવાબ સાચા હતા–
(૧–૧૪) વીંછીયા, મધુકાન્તાબેન, મંજુલાબેન,
દલસુખરાય, મંછાબેન, કાન્તિલાલ, ઈન્દુમતીબેન,
ઉત્તમલાલ રસિકલાલ–હ, ન્યાલચંદ, ચંપકલાલ, રસિકલાલ–
અ, ચંદ્રકાન્ત, રમાલક્ષ્મીબેન, ભુપેન્દ્ર. (૧૫–૨૦) અમરેલી:
જયંતિલાલ, જ્યોત્સનાબેન, વિનોદરાય, પ્રફુલચંદ્ર, કૈલાસ,
સુશીલાબેન. (૨૧–૨૬) વઢવાણશહેર: મંજુલાબેન,
રસિકલાલ, વિનોદચંદ્ર, નગીનદાસ, વિનયચંદ્ર,
ભાનુમતીબેન(૨૭–૨૯) સાવરકુંડલા: વસંતરાય,
કુસુમબેન, રાજેન્દ્ર. (૩૦–૩૧) લાઠી: ધીરજલાલ,
કાન્તિલાલ, (૩૨–૩૩) વઢવાણકેમ્પ: કંચનબેન,
મનહરલાલ, (૩૪–૩૫) જામનગરઃહસમુખલાલ,
મંજુલાબેન. (૩૬–૪૧) મુંબઈ: ભુપતરાય, કીર્તિકુમાર
ધીમંતકુમાર સરોજબાળા, જગદિશચંદ્ર, ઈન્દીરાબેન. (૪૨–
૪૪) અમદાવાદ: અજબલાલ, કિરીટકુમાર, હરિહરભાઈ.
(૪૪) વીરબાળા–બોરસદ. (૪૫) હિંમતલાલ–પાલેજ.
(૪૬) ઇંદુલાલ–મોરબી. (૪૭) નંદુબેન–વાસણાચૌધરી.
(૪૮) મનહરલાલ–ધૂલીઆ. (૪૯) અરૂણકુમાર–રાજકોટ.
(૫૦–૫૫) સોનગઢ: દિનેશચંદ્ર, સુશીલાબેન, શ્રીકાન્ત,
સુધાબેન મંજુલાબેન, અનિલચંદ્ર. (૫૬) કાન્તિલાલ–
રાણપુર. (૫૭) સૂર્યકાન્ત–મદ્રાસ. (૫૮) કેલાસચંદ્ર–દાહોદ
(૫૯) દલીચંદ–શાન્તાક્રૂઝ.
– નવા પ્રશ્નો –
(૧) અજીવ વસ્તુઓમાં ગુણ હોય કે નહિ?
(૨) જીવ ક્યાં વસે છે? અને જ્ઞાન ક્યાં વસે છે?
(૩) નીચેની વસ્તુઓમાંથી જીવમાં શું હોય ને અજીવમાં શું
હોય તે બતાવો:–સામાયિક, રબરનો ઉંદર, ખોટું જ્ઞાન,
શાસ્ત્રનું જ્ઞાન, સંસાર, મોક્ષ, પુણ્ય અને પાપ.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૬ – ૩ – ૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા,કાઠિયાવાડ
ચૌદ વર્ષ સુધીના બાળકોએ, નામ અને સરનામા સાથે, ફાગણ સુદ ૧૫ સુધીમાં મળી જાય એ રીતે, નીચેના સરનામે
ઉપરના પ્રશ્નોના જવાબ મોકલવા –
આત્મધર્મ: બાલવિભાગ: સોનગઢ: કાઠિયાવાડ