Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : ફાગણ
રામજી માણેકચંદ દોશી
અંક પાંચમો વકીલ ૨૪૭૪
શ્રી સીમંધર પ્રભુજીનાં ભાવ ભર્યાં સન્માન
(રાગ – સારંગ, દેશી – માતા મરૂ દેવીનાનંદ)
તમે તો ભલે બિરાજોજી.... તમે તો ભલે બિરાજોજી
સુવર્ણપુરમાં સીમંધર જિનજી ભલે બિરાજોજી. (ટેક)
મંગલ આગર કરુણા સાગર, સાગર જેમ ગંભીર;
જગતના આધાર દીનદયાળુ, ઉતારો ભવજલ તીર... તમે૦ ૧
નાથ નિરંજન ભવભયભંજન, શરણાગત આધાર;
તરણ તારણ બિરૂદ ધરાવો, વંદું હું વારંવાર. તમે૦ ૨
નિરવિકારી શાંત મનોહર, મુદ્રા નિરખી આજ;
એહવી અન્ય દેવની જગમાં, દીઠી નહિ જિનરાજ... તમે૦ ૩
પુષ્કલા વતી વિજય વસીયા, પિતાશ્રી શ્રેયાંસ પૂજ્ય;
આનંદ દાયક સત્ય માતાના, સમરૂં અહોનિશ તુજ... તમે૦ ૪
પુરણ શશી સમ મુખ મનોહર, નિરખી હર્ષ અપાર;
કેવલજ્ઞાન અનંત ગુણાકાર, પ્રગટ્યા પૂર્ણાનંદ... તમે૦ ૫
સંવત ઓગણીશ સત્તાણું સાલે ફાગણ શુદિ બીજ;
સીમંધર જિનના દરિશન કરીને, સેવક થાયે લીન... તમે૦ ૬
(શ્ર સ્ . )
મહત્સવ
ફાગણ સુદ–૧: ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચન
મંડપના ઉદ્ઘાટનનો બીજો વાર્ષિક મહોત્સવ ફાગણ
સુદ ૧ ને ગુરુવારે છે.
ફાગણ સુદ–૨: મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન
ત્રિલોક પૂજ્ય શ્રીસીમંધરપ્રભુ આદિ જિનેન્દ્રદેવોની
વીતરાગી પ્રતિમાની સોનગઢના શ્રીજિનમંદિરમાં
પ્રતિષ્ઠા થઈ, તેનો આઠમો વાર્ષિક મહોત્સવ ફાગણ
સુદ ૨ ને શુક્રવારે છે.
ફાગણ સુદ–૭ થી ૧પ: અષ્ટાહ્નિકા પર્વ: શ્રી
નંદીશ્વર દ્વિપે શાશ્વત જિનબિંબો રત્નમય છે.
અષ્ટાહ્નિકા પર્વમાં દેવો ત્યાં જઈને ભક્તિનો મોટો
ઉત્સવ કરે છે. ફા. સુ. ૭ બુધવારથી ફા. સુ. ૧૫
બુધવાર સુધી આ પર્વ છે. આ પર્વ શાશ્વત છે.
ફાગણ વદ–૧: શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં ‘“’
ની દસમી વર્ષગાંઠ ફા. વ. ૧ ને ગુરુવારે છે.
ફાગણ વદ–૯: આદિજિનેશ શ્રીઋષભદેવ
ભગવાનનો જન્મકલ્યાણક અને તપકલ્યાણક
ઉત્સવ ફા. વ. ૯ ને શુક્રવારે છે.
ઉપરના ઉત્સવદિનો દરેક સાલ મુજબ ઊજવાશે.
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ