Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 33

background image
: ૧૨૬ : આત્મધર્મ : ૫૫
નથી. આમ જાણીને પોતાના જ્ઞાનમાં સ્થિરતા પ્રગટ કરીને જે ધર્માત્માઓએ દેહાદિના અભિમાનનો વિકલ્પ
છોડી દીધો છે ને સ્વભાવની દ્રઢતા પ્રાપ્ત કરી છે તેમને ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હાલવું–ચાલવું–બોલવું–સ્થિર રહેવું–મૌન રહેવું–ખાવું વગેરે આત્મા કરતો નથી, એ તો બધી શરીરની
ક્રિયાઓ છે. તે ક્રિયાઓ હું કરું છું એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને જડનો અહંકાર છે. દેહના
પરમાણુઓની અવસ્થા સમયે સમયે એની મેળે જ બદલે છે, તેની સાથે મારો સંબંધ નથી. મારા પર્યાયનો સંબંધ
મારા ત્રિકાળી દ્રવ્ય સાથે છે. નિર્મળજ્ઞાન–દર્શન અને ચારિત્રરૂપ મારી દશા સમયે સમયે બદલીને ધુ્રવ સ્વભાવમાં
એકતા વધતી જાય છે. એ રીતે સ્વભાવની એકતા હોવાથી પરનું અભિમાન જ્ઞાનીને ક્યાંથી થાય? અહો,
મુનિવરોને અનેક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય અવધિ–મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું હોય, છતાં ય અભિમાનનો જરા
ય વિકલ્પ પણ થતો નથી, ઉલટા નમ્ર થઈને સ્વભાવમાં ઢળીને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. મુનિને પર્યાય તરફ
લક્ષ જઈને વિકલ્પ ઊઠે કે ‘કેવળજ્ઞાન પ્રગટ કરું’ તે પણ રાગ છે. એવા વિકલ્પને પણ તોડીને વીતરાગી સ્વરૂપ–
સ્થિરતા તે ઉત્કૃષ્ટ માર્દવધર્મ છે, ને તે જ મોક્ષનું કારણ છે.
મારા ઉપદેશથી બીજા ધર્મ પામ્યા, કે હું બીજાને ધર્મ પમાડું–એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી. વાણી જડ
છે, તે વાણીનો કર્તા જ આત્મા નથી. તો પછી બીજાને ધર્મ પમાડું એ વાત તો ક્યાં રહી? માટે પરથી ભિન્ન
પોતાનું સ્વરૂપ ઓળખીને મુનિવરોએ તો નિરંતર જ્ઞાયક સાક્ષી સ્વરૂપ આત્માના નિર્મળ સ્વભાવનું જ ધ્યાન
કરવું જોઈએ. એ રીતે બીજા –ઉત્તમમાર્દવ–ધર્મનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
૩. ઉત્તમ આર્જવ ધર્મ
(ભાદરવા સુદ–૭)
આજે દશલક્ષણપર્વનો ત્રીજો દિવસ છે; આજે ‘ઉત્તમઆર્જવધર્મ’ નો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ
એટલે સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા. આત્માના જ્ઞાયકસ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો તે
ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન–આનંદની મૂર્તિ, ક્રોધ–માન–માયા–લોભરહિત છે, તેને જેવો છે તેવો સમજવો
અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી તે સમ્યગ્દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્યસ્વરૂપને જેમ છે તેમ ન માનતાં,
સ્વરૂપની આડાઈ કરીને પુણ્ય–પાપવાળું માનવું તે અનંત કપટ છે. કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી
આત્માને લાભ માનવો તે વક્રતા છે, અનાર્યતા છે. આર્ય એટલે સરળ. જેવું સહજ જ્ઞાયકમૂર્તિ આત્મસ્વરૂપ છે
તેવું જ માનવું, જરાય વિપરીત ન માનવું તે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કરીને કોઈ
વિકલ્પ કે વ્યવહારના આશ્રયે લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહારરત્નત્રય પણ રાગરૂપ છે, તે આત્માનું
સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય–પાપ રહિત છે, વ્યવહારરત્નત્રયરૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ
માનવો તે અનંત કપટનું સેવન છે. અને તે વ્યવહારનો આશ્રય છોડીને, નિશ્ચય શુદ્ધ જ્ઞાતા–સ્વભાવને જાણવો–
માનવો અને તેમાં સ્થિર થવું તે ઉત્તમઆર્જવધર્મ છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિદશામાં જે
વ્યવહારરત્નત્રયની વૃત્તિ ઊઠે તે રાગ છે, તે કાંઈ ઉત્તમ આર્જવધર્મ નથી, પણ રાગ રહિત થઈને જેટલો
સ્વરૂપમાં ઠર્યો તેટલો ઉત્તમઆર્જવધર્મ છે. ખરેખર તો આત્માના વીતરાગ ભાવમાં જ ઉત્તમક્ષમાદિ દશે ધર્મો
આવી જાય છે, દશે ધર્મોમાં વીતરાગભાવ એક જ પ્રકારનો છે. પણ તે વીતરાગભાવ થયા પહેલાંં ક્ષમાદિ જે
જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમક્ષમાધર્મ વગેરે નામથી તે વીતરાગભાવને ઓળખાવવામાં આવે છે. અને
તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમક્ષમાદિ ધર્મ કહેવામાં આવે છે. આચાર્ય દેવ ઉત્તમઆર્જવધર્મનું વર્ણન કરે છે–
–આર્યા–
हृदि यत्तद्वाचि वहिः फलति तदेवार्जवंभवत्येतत्।
धर्मो विकृतिरधर्मो द्वाविह सुरसद्मनरकपथौ।।८९।।
જે વાત મનમાં હોય તે જ વચનથી પ્રગટ કરવી તેને આર્જવધર્મ કહેવાય છે, અને તેનાથી વિરુદ્ધ–એટલે
કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે અધર્મ છે. આ બંનેમાં આર્જવધર્મ સ્વર્ગનો પંથ છે ને અધર્મ નરકનો
પંથ છે. જેવું હૃદયમાં હોય તેવું જ બોલવાના પરિણામ તે તો શુભ પરિણામ છે; વાણીથી ભિન્ન સ્વરૂપી છું અને
જે શુભ પરિણામ છે તે પણ મારું સ્વરૂપ નથી–એમ, સમ્યક્સ્વભાવના ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે છે તેના
શુભપરિણામને વ્યવહારે ઉત્તમઆર્જવ કહેવાય છે.