Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 33

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૨૫ :
અમે તો મૂઢમતિ–જડબુદ્ધિ છીએ. જ્યાં સુધી પૂર્ણ કેવળજ્ઞાન પરમાત્મદશા પામ્યા નથી ત્યાં સુધી પામરતા છે.
આચાર્યો–સંતો તો મહા જ્ઞાનના સાગર છે, અગાધ બુદ્ધિવાળા છે, એકદમ આરાધક દશા પ્રગટી છે, છતાં તેમને
કેટલી નિર્માનતા છે? જ્ઞાનનો જરા પણ ગર્વ કરતા નથી. અધૂરી દશા કે પૂરી દશા એવો વિકલ્પ તોડીને વારંવાર
સ્વરૂપમાં લીન થઈ જાય છે.–આનું નામ માર્દવ ધર્મ છે. પર્યાયદ્રષ્ટિ છોડીને અખંડ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન ટકાવી
રાખવા તે ગૃહસ્થનો ધર્મ છે. પરંતુ શુભરાગ કરવો કે પૂજા–ભક્તિ કરવા તે કાંઈ ગૃહસ્થનો ધર્મ નથી. અશુભરાગથી
બચવા માટે ધર્મી ગૃહસ્થને પૂજા ભક્તિ વગેરેનો શુભ રાગ હોય છે, ખરો, પરંતુ તે શુભરાગ કાંઈ ધર્મ નથી. પણ
રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધાજ્ઞાન પૂર્વક જેટલો રાગ ટાળ્‌યો તેટલો ધર્મ છે. રાગ રહ્યો તે ધર્મ નથી.
જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વરૂપમાં જાગૃત છે. માન–અપમાનની વૃત્તિ મારા સ્વરૂપમાં નથી, આ સમસ્ત
જગત ઈન્દ્રજાળ સમાન છે અને સ્વપ્ન સમાન છે એટલે કે મારા સ્વભાવમાં સમસ્ત જગતનો અભાવ છે, મારે
જગતમાં કોઈની સાથે સંબંધ જ નથી.–આવું જાણનારા જ્ઞાનીઓને માન ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય.
મુનિને તો માનની વૃત્તિ જ ઊઠે નહિ તે નિર્માનતા છે, અને ગૃહસ્થને કોઈ માનાદિની લાગણી થઈ જાય તો પણ
તે તેના જ્ઞાતા જ છે, માનાદિથી ભિન્ન સ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાનની જ દ્રઢતા તેમને થાય છે. નિત્ય અબંધ ચૈતન્ય–
સ્વભાવ છું. એમ સ્વભાવની પ્રભુતા પાસે જ્ઞાનીને અધૂરા પર્યાયની પામરતા ભાસે છે, તેમને ક્ષણિક પર્યાયનું
અભિમાન હોતું નથી. તેમને જ સ્વભાવના આશ્રયે વીતરાગભાવ થતાં ઉત્તમ માર્દવ ધર્મ હોય છે.
હવે કહે છે કે–સ્વ–પરના જુદાપણાના વિવેકવડે શરીરની અનિત્યતાનું ચિંતવન કરનારા મુનિઓને કોઈ
પણ પદાર્થોમાં અહંકાર કરવાનો અવસર જ મળતો નથી:–
શાર્દૂલ વિક્રીડિત
कास्था सद्मनि सुन्दरेऽपि परितो दंदह्यमानेऽग्निभिः
कायादौतुजरादिभिःप्रतिदिनं गच्छत्यवस्थांतरम्।
इत्यालोचयतो हृद्रि प्राशमिनः भास्वद्विवेकोज्वले
गर्वस्यावरसः कुतोऽत्र घटते भावेषु सर्वेष्वपि।।८८।।
જે સુંદર–મનોહર હોય પરંતુ જે બધી બાજુથી અગ્નિથી સળગી રહ્યું હોય એવા ઘરના બચવાની
અંશમાત્ર આશા નથી, તેમ આ શરીર વૃદ્ધાવસ્યા સહિત છે તથા પ્રતિદિન એક અવસ્થા છોડીને બીજી અવસ્થા
ધારણ કરે છે,–એમ નિરંતર પોતાના નિર્મળ હૃદયમાં સમ્યગ્જ્ઞાનરૂપી ઉજવળ વિવેકથી શરીરની અનિત્યતાનું
ચિંતવન કરનારા મુનિને જગતના સર્વ પદાર્થોમાં ગર્વ કરવાનો અવસર જ કઈ રીતે છે? અર્થાત્ જેઓ ધુ્રવ
નિત્ય ચૈતન્ય સ્વભાવને જાણીને અને શરીરને અનિત્યતાને જાણીને, નિર્મળ આત્મધ્યાનમાં મગ્ન છે તે
મુનિઓને જગતમાં કોઈ પદાર્થોનો ગર્વ હોતો જ નથી.
અત્યંત મનોહર બાગ બગીચાવાળું ઘર હોય, તે ચારે કોરથી અગ્નિમાં બળવા માંડે અને તેને બચવાની
જરાય આશા ન હોય ત્યારે લોકો તેનું ધણીપણું છોડીને બહાર ભાગે છે.–આમ અનિત્યતાનું દ્રષ્ટાંત આપીને
આચાર્યદેવ સમજાવે છે કે આ શરીર અનિત્ય છે, વૃદ્ધાવસ્થાવાળું છે, સદાય તે પોતાની દશા બદલતું બદલનું
જીર્ણતાને પામે છે, જેવી અવસ્થા આજ હોય છે તેવી અવસ્થા કાલ દેખાતી નથી, એવા આ અનિત્ય શરીરને
કોઈ રીતે રોકી શકાય તેમ નથી. જ્યાં આ શરીર જ પોતાનું નથી ત્યાં બીજા ક્યા પદાર્થો પોતાના હોય?
આત્માનો ચૈતન્યસ્વભાવ જ ધુ્રવ અને નિત્ય એકરૂપ છે, તે કદી જીર્ણ થતો નથી, ને તેમાં આગ લાગતી નથી.
આમ, શરીરાદિની અનિત્યતા અને પોતાના ચૈતન્યસ્વભાવની નિત્યતાનો પોતાના અંતરમાં ભેદજ્ઞાનવડે વિચાર
કરનારા જીવોને આ જગતમાં કોઈ પદાર્થોનો ગર્વ થવાનો અવકાશ જ નથી. જ્યાં શરીરને જ પર જાણ્યું ત્યાં
બીજા કોનો અહંકાર કરે!
શરીર તેના સ્વભાવથી જ નિરંતર એક અવસ્થા બદલીને બીજી અવસ્થા ધારે છે. વૃદ્ધાવસ્થા થઈ તેનો કર્તા
આત્મા નથી. ધર્મી જીવને શરીરની કોઈ અવસ્થાનો અહંકાર નથી. કેમ કે આત્મા પોતે તો અરૂપી ચૈતન્યસ્વરૂપ છે,
અને શરીર તો જડ પરમાણુનું બનેલું છે. આત્મા કદી પણ શરીરાદિને અડયો પણ નથી, આત્મા તો અસ્પર્શી છે.
શરીર ક્ષણે ક્ષણે વિનાશ થનારૂં છે, તે કાયમ રહેશે નહિ– હું ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપી છું, મારા સ્વરૂપના
આશ્રયે મારી નિર્મળદશા ક્ષણે ક્ષણે પલટે છે, મારા સ્વભાવના આશ્રયે પલટીને જે કેવળજ્ઞાન દશા થશે, તે તો
દ્રવ્યમાં અભેદ એકાકાર થઈને સદાય એવી ને એવી રહેશે, પણ શરીરની કોઈ અવસ્થા મારી સાથે રહેનાર