Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
ફરી વળ્‌યું, અને તે માટે તૈયારીઓ થવા માંડી. મુમુક્ષુઓ તે ઉજજવળ દિનની અતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે
જે દિવસે તેમના તારણહાર આ ભરતમાં ઉતર્યા હતા.
વૈશાખ સુદ એકમ આવી.... સવારમાં જ ‘સદ્ધર્મપ્રભાવક દુદુંભી મંડળી’ના વાજિંત્રો મંગળનાદથી ગાજી
ઉઠયાં... અને નજીક આવી પહોંચેલા એ મહામંગળ પ્રસંગની વધામણી સર્વત્ર પહોંચાડી દીધી. તરત જ
મુમુક્ષુઓનાં ટોળાં પૂ. ગુરુદેવશ્રીના દર્શને આવ્યા, તેમની સ્તુતિ કરી, જયકાર કર્યો. પછી જિનમંદિરમાં
સમૂહપુજન કર્યું. ત્યાર પછી સર્વે મુમુક્ષુઓનો સંઘ ભેગો થઈને ગાજતે–વાજતે પૂ. ગુરુદેવશ્રીની વાણીનું શ્રવણ
કરવા આવ્યો અને પૂ. ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સતતપણે એક કલાક શ્રવણ કર્યા બાદ પોણો કલાક સુધી
જન્મોત્સવ સંબંધી ભક્તિભાવનાઓ કરવામાં આવી હતી. તેમજ પૂ. ગુરુદેવશ્રીના અધ્યાત્મ તત્ત્વજ્ઞાનનો આખા
જગતમાં પ્રચાર થાય અને આ ૫૯ મી જયંતિનો મહોત્સવ ચિરંજીવ બની રહે તે માટે ૫૯ નાં મેળવાળો એક
ફાળો શરૂ થયો હતો. જેમાં એકંદર લગભગ ૨૪૦૦/– રૂા. થયા હતા. (જેની વિગત આ અંકમાં અન્યત્ર
આપવામાં આવી છે.) ત્યારબાદ લગભગ ૧૦ વાગે પૂ. ગુરુદેવશ્રી આહાર માટે પધાર્યા હતા. આ દિવસે
આહારદાન શેઠ શ્રી નાનાલાલભાઈને ત્યાં થયું હતું. આહારદાન પ્રસંગની ભક્તિ એ એક ખાસ પ્રસંગ હતો,
આખો સંઘ ઉલ્લાસિત હતો, અને શેઠશ્રી નાના–લાલભાઈ વગેરે પૂ. ગુરુદેવશ્રી પાસે ભક્તિથી નાચી ઉઠયા હતા.
બપોરે વ્યાખ્યાન પછી જિનમંદિરમાં ભક્તિ વખતે, હંમેશ કરતાં વિશિષ્ટ એક પ્રસંગ એ બન્યો કે ભક્તિ વખતે
પૂ. પવિત્ર બન્ને બહેનો પ્રભુસન્મુખ ઊભા ઊભા ભક્તિ ગવરાવતા હતા. એ વખતની તેઓશ્રીની ઉત્કટ ભક્તિ
ભાવનાનો ખ્યાલ તો, તે વખતે જેણે તેમની મૂદ્રા નિહાળી હોય તેને જ આવી શકે.
રાત્રે, મુમુક્ષુમંડળનું મુખ્ય ઘર ૫૯ દીપકોની જ્યોતિથી જગમગી રહ્યું હતું. સોનગઢ જેવા ગામડામાં
આટલા દીપકો પહેલી જ વાર થયા હશે.
× × × ×
વૈશાખ સુદ બીજ
વૈશાખ સુદ એકમ આવી અને પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મોત્સવની વધામણી આપીને ચાલી ગઈ. વૈશાખ
સુદ બીજનો સૂર્ય ઉદય થઈને જગતના અંધકારનો નાશ કરે ત્યાર પહેલાંં તો, જગતના અજ્ઞાન અંધકારને નાશ
કરવા માટે ‘કહાન–સૂર્ય’નો જગતમાં ઉદય થયો. ધર્મને નામે ચાલી રહેલા પાખંડોને જડમૂળથી ઉખેડી નાંખવા
માટે ‘જ્ઞાન–ભાનુ’નો અવતાર થયો; ભરતને જેવા ધર્મ યુગસર્જક પુરુષની જરૂર હતી તેવા જ પુરુષનો જન્મ
થયો.... મંગળ વાજિંત્રોના નાદથી એની વધામણી સર્વત્ર પહોંચી ગઈ. સ્વાધ્યાયમંદિર ૫૯ દીપકોથી ઝગમગી
ઊઠયું. આખો મુમુક્ષુસંઘ “શું છે શું છે ભરત મોઝાર!– ભરતે જનમ્યા કહાન ગુરુરાજ... સદ્ગુરુવંદન જઈએ....”
એમ ગાતો ગાતો ઉલટભેર ગુરુદેવશ્રીના દર્શને આવી પહોંચ્યો.... પ્રથમ સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને
તેમાં પ્રવેશ કર્યો. શ્રી ગુરુદેવશ્રીની ખૂબ ભાવભીની સ્તુતિ કરી... અને એ ભક્તિરૂપી જળવડે ભાવથી
જન્માભિષેક કર્યો. આ પવિત્ર પ્રસંગે આખા ગામમાં ઘેર ઘેર સાકર વહેંચાણી. સવારમાં શ્રીજિનમંદિરમાં
મહાપૂજન થયું. પૂજન બાદ પ્રદક્ષિણા કરીને તરત જ શ્રી સમયસારજીની રથયાત્રા નીકળી અને આખા ગામમાં
ફરી. રથયાત્રા પછી પૂ. ગુરુદેવશ્રીએ એવો અપૂર્વ કલ્યાણકારી તત્ત્વોપદેશ સંભળાવ્યો કે જે સાંભળતાં,
‘જ્ઞાનીઓનો જન્મ જગતના જીવોના ઉદ્ધારને માટે જ છે’ એ વાતની સિદ્ધિ આપોઆપ થઈ જતી હતી.
વ્યાખ્યાન પૂરું થયા બાદ તરત જ, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા દિવ્ય આત્મા આપણને મળ્‌યા તે માંગળિક દિવસ
આજે હોવાથી, સકલસંઘની વતી શ્રીમાન્ પ્રમુખશ્રી રામજીભાઈ, હિંમતભાઈ, ખીમચંદભાઈ, નેમીચંદભાઈ
પાટની અને પ્રેમચંદભાઈએ પોતાના વક્તવ્ય–દ્વારા આ મહા પ્રસંગની ખુશાલી અને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની મહા
ભક્તિની જાહેરાત કરી હતી. જેનો સાર આ અંકમાં આપવામાં આવ્યો છે તે વાંચીને એ મહાન દિવસના
ઉત્સવનો ઝાંખો ઝાંખો ખ્યાલ વાંચકોને આવશે. આ ઉપરાંત ૫૯ ની રકમના મેળવાળું ફંડ પણ આગળ ચાલ્યું
હતું. લગભગ દસ વાગે પૂ. ગુરુદેવશ્રી આહાર માટે પધાર્યા હતા. આજે આહારદાન પ્રસંગ પૂ. બેનશ્રી બેન તથા
શ્રી ગંગા બેનના ઘેર થયો હતો. તે પ્રસંગે ગઈ કાલના જેવા ઉત્સાહથી ભક્તિ કરવામાં આવી હતી.
બપોરે ૧।। થી ૨।। સુધી, જન્મોત્સવ નિમિત્તે બાલિકાઓએ સંવાદ કર્યો હતો. સંવાદ દ્વારા, ‘દેવલોકમાં
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૫ – ૬ – ૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ