Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૮૧ :
સમ્યક્પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન તથા પીંછી–કમંડલાદિ સંયમના
સાધન આપવા તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગધર્મ છે. ‘હું શુદ્ધ આત્મા છું, મારું કાંઈ પણ નથી’ એવા
સમ્યગ્જ્ઞાનપૂર્વક અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધસ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં
મુનિઓને સર્વે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે. આત્માના ભાનપૂર્વક શરીરાદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો
ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચન્યધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યદેવે બે ધર્મોનું વર્ણન કર્યું છે.
આત્માના ભાનપૂર્વક મુનિદશા વર્તતી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઊઠે ત્યારે
મુનિઓ શ્રુતની–શાસ્ત્રની ભલી રીતે વ્યાખ્યા કરે તેને અહીં ત્યાગધર્મ કહ્યો છે. ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની
ક્રિયાને કે રાગને ધર્મ કહ્યો નથી પણ તે વખતે અંતરમાં વીતરાગ સ્વભાવનું ઘોલન થતાં જે રાગનો ત્યાગ થાય
છે, તે જ ઉત્તમ ત્યાગ છે. શ્રુતની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કાંઈ ધર્મ નથી. શ્રુતનું રહસ્ય તો
આત્મસ્વભાવ છે, વીતરાગભાવ એ જ સર્વશ્રુતનું પ્રયોજન છે. વિકલ્પ હોવા છતાં તે વખતે વીતરાગી
જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યક્શ્રુતની વૃદ્ધિ થાય છે, અને રાગ ટળતો જાય છે. –આ જ ધર્મ છે. જેવું વસ્તુસ્વરૂપ
છે તેવું વ્યાખ્યાન કરતાં– એટલે કે આત્માના સ્વભાવામાં વિપરીતતા ન થાય એવી રીતે સમ્યગ્જ્ઞાનનું ઘોલન
કરતાં મુનિઓને ઉત્તમ ત્યાગધર્મ હોય છે. ગૃહસ્થોને પણ આત્મસ્વભાવના લક્ષે શ્રુતનું ઘોલન–સ્વાધ્યાય કરતાં
શ્રુતજ્ઞાનની નિર્મળતા વધે છે. ને રાગ તૂટતો જાય છે, તેથી તેટલે અંશે તેને પણ ત્યાગધર્મ છે. મિથ્યાદ્રષ્ટિને તો
એકલો અધર્મ જ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી જ સાધકજીવને નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ એવા બે પ્રકાર
છે. જેટલો વીતરાગભાવ થયો છે તેટલો ખરેખર ધર્મ છે, ને શુભરાગ રહ્યો તે ખરેખર ધર્મ તો નથી, પણ ધર્મી
જીવને તે રાગનો નિષેધ વર્તે છે તેથી ઉપચારથી તેને ધર્મ કહેવાય છે.
શ્રુતની વ્યાખ્યાના શબ્દો આત્માના નથી, આત્મા તે શબ્દોનો કર્તા નથી; અને શુભરાગ થાય છે તે પણ
આત્માનો સ્વભાવ નથી. આવા ભાનપૂર્વક શુદ્ધસ્વભાવના અનુભવમાં લીન ન રહી શકે ત્યારે ધર્મી જીવોને
શ્રુતનું વ્યાખ્યાન વગેરે શુભરાગ હોય છે, તે વખતે અશુભરાગ નથી થતો એ અપેક્ષાએ વ્યવહારે ત્યાગ છે, અને
જ્ઞાનનું જ્ઞાનમાં જેટલું ઘોલન થાય છે તેટલો પરમાર્થત્યાગ છે. પરમાર્થે તો શ્રુતજ્ઞાન તે આત્મા જ છે, તેથી
આત્મસ્વભાવનું ઘોલન રહે તે જ નિશ્ચયથી શ્રુતની વ્યાખ્યા છે અને એ જ ઉત્તમ ત્યાગ ધર્મ છે. ત્યાગના નવ
પ્રકાર કે ઓગણપચાસ પ્રકાર તો વ્યવહારથી છે. શુભરાગ વખતે કેવા કેવા પ્રકારના નિમિત્તો હોય છે અને રાગ
તોડીને જ્ઞાયકસ્વભાવમાં લીનતા થતાં કેવાકેવા પ્રકારના નિમિત્તો ઉપરથી લક્ષ છૂટી જાય છે તે બતાવવા માટે
બહારના ભેદોથી વર્ણન છે. જે જીવો મૂળભૂત વસ્તુસ્વરૂપ ન સમજે તેઓ ભંગ–ભેદના કથનમાં અટકી પડે છે.
પ્રશ્ન:– આત્મા વચનો તો બોલી શકતો નથી, તો અહીં મુનિઓ શ્રુતની વ્યાખ્યા કરે છે–એવી વાત કેમ કરી?
ઉત્તર:– ઉપદેશમાં કથનો તો નિમિત્ત અપેક્ષાએ હોય, પરંતુ દરેક વસ્તુ સ્વતંત્ર છે એવું ભેદજ્ઞાન રાખીને
તેના અર્થો સમજવા જોઈએ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનસ્વભાવ રાગરહિત છે, જે રાગ છે તે જ્ઞાન નથી. જ્ઞાન
અને રાગ જુદા છે, રાગને કારણે વચનો બોલવાની ક્રિયા થતી નથી. બાહ્ય વચનો તો નિમિત્તમાત્ર છે, અને તે
વચનો તરફનો રાગ પણ ખરેખર ત્યાગધર્મ નથી, પરંતુ તે વખતે સ્વભાવના આશ્રયે જે જ્ઞાનસામર્થ્ય વધતું
જાય છે, તે જ ત્યાગ છે. રાગનો ત્યાગ ત્યાં થઈ જાય છે. યથાર્થ ભેદવિજ્ઞાન વગર ધર્મનું આરાધન થઈ શકે
નહિ અને સાચી ક્ષમાપના થાય નહિ. મિથ્યાત્વ એ જ સૌથી મોટો ક્રોધ છે, સમ્યગ્દર્શનવડે તે મિથ્યાત્વ ટાળ્‌યા
વગર ક્ષમાધર્મ પ્રગટે નહિ.
પોતે અનાદિથી અજ્ઞાનભાવને લીધે પોતાના આત્મસ્વભાવ ઉપર ક્રોધ કર્યો, તે ક્રોધ ટળીને ક્ષમા શી
રીતે થાય? તેની વાત કહેવાય છે. ખમ્મા આત્મ સ્વભાવને? એટલે કે પુણ્ય–પાપરહિત સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
કરીને વીતરાગભાવ પ્રકટ કરું અને રાગના એક અંશથી પણ સ્વભાવને ખંડિત ન કરું. આનું નામ સાચી ક્ષમા
છે. રાગ થાય તેટલો અપરાધ છે. અને રાગને આત્માના સ્વભાવનો માને તે તો આત્મસ્વભાવ ઉપર અનંતો
ક્રોધ કરનાર છે.
ધર્મ–પુસ્તકો વગેરેનું દાન કરવું તેને ગૃહસ્થનો ત્યાગધર્મ કહ્યો છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ ધર્માત્મા જાણે છે કે
બહારમાં પુસ્તક વગેરે દેવા લેવાની ક્રિયા તો આત્માની નથી અને અંતરમાં ‘વીતરાગ શાસન ટકે, સાધક
ધર્માત્માઓ ટકે ને સમ્યક્શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય’ એવી ભાવનારૂપ વિકલ્પ તે પણ રાગ છે. આત્મા તેનો કર્તા
નથી. અંતરમાં પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના