જેટલી વીતરાગતા તેટલો જ ધર્મ છે. પણ કેવા પ્રકારના વિકલ્પથી ખસીને વીતરાગભાવમાં એકાગ્ર થાય છે!
અર્થાત્ વીતરાગભાવ પૂર્વે કેવા પ્રકારનો વિકલ્પ હતો તે બતાવવા માટે આ દસ ભેદો છે. ક્ષમા સંબંધી વિકલ્પ
તોડીને વીતરાગ સ્વભાવમાં ઠરે તો તેને ‘ઉત્તમક્ષમાધર્મ’ કહ્યો. એ રીતે અનેક પ્રકારે રાગરહિત આત્માને સમજે
અને રાગનાં અનેક પ્રકારો છે તેને સમજે તો જ્ઞાનની દ્રઢતા થાય. રાગરહિત ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધાપૂર્વક
આરાધના કરતાં વચ્ચે પ્રમાદ થતાં વિકલ્પ ઊઠે છે, તે પ્રમાદને દૂર કરીને સ્વભાવના અવલંબને વિશેષ સ્થિરતા
કરવી તેને અહીં ઉત્તમ ત્યાગધર્મ કહ્યો છે. આવો ત્યાગ મુખ્યપણે સાતમા ગુણસ્થાનથી હોય છે અને ગૌણપણે
તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આવે ત્યારે વિશેષ પ્રમાદ ન થવા દેવો અને તે વિકલ્પ તોડીને વીતરાગી એકાગ્રતા પ્રગટ કરવી–એવા વિશેષ
ત્યાગ માટે આ વાત છે. જેટલી દશા પ્રગટી છે ત્યાંને ત્યાં પ્રમાદ કરીને ન અટકતાં, સ્વભાવની સ્થિરતાના
જોરપૂર્વક પ્રમાદનો પરિહાર કરીને આગળ વધવા માટેના આ દસ પ્રકારના ઉત્તમ ધર્મોનો ઉપદેશ છે. અહીં
બહારના ત્યાગની વાત જ નથી, મુનિને બાહ્યમાં સર્વ પરિગ્રહનો ત્યાગ હોય છે–એવા બાહ્ય ત્યાગની વાત નથી,
અંતરમાં મુનિને ઘણો વિભાવ ટળી ગયો છે તેટલો ત્યાગધર્મ તો પ્રગટ્યો છે, પણ તેની વાત અહીં નથી. સ્વરૂપ
આગળ વધે–તે ઉત્તમ ત્યાગ ધર્મ છે.
ઊઠે છે તેનો ત્યાગ કરીને વીતરાગભાવ પ્રગટ કરવાની વાત છે. છતાં અહીં નિમિત્તની અપેક્ષાએ કથન છે. તેથી
કહ્યું છે કે મુનિઓ શ્રુતનું વ્યાખ્યાન કરે તે ઉત્તમ ત્યાગ છે. ખરેખર વાણી જડ છે, શબ્દો જડ છે, અને
ભાવનાના જોરે જે જ્ઞાનની એકાગ્રતા વધે છે ને રાગ તૂટે છે–તે જ ત્યાગધર્મ છે.
ને તે જ ઉત્તમ ત્યાગ છે. માત્ર શાસ્ત્રની વ્યાખ્યા તો અજ્ઞાની પણ કરે; અભવ્ય જીવ અગિઆર અંગ ભણી જાય
આત્માની ભાવનાના જોરે નિશ્ચય ચારિત્રદશા વધે છે ને રાગ તૂટે છે તે ધર્મ છે. બહારના નિમિત્તથી અહીં કથન
કર્યું છે.
વિકલ્પ તોડી નાંખીને સ્વભાવમાં ઠરી જાય છે. સ્વભાવના જોરે વિકલ્પનો નકાર છે તેનું નામ ત્યાગ છે. ત્યાં
વાંચવા આપે છે. પણ ‘આ નવા શાસ્ત્રમાં શું વિષયો છે તે પહેલાંં હું જોઈ લઉં, પછી તેમને આપું’ –એવો
આગ્રહ થતો નથી. કેમકે શાસ્ત્રનું પ્રયોજન તો વીતરાગભાવ છે. ને પોતે પણ શાસ્ત્ર તરફનો વિકલ્પ તો તોડવા
જ માંગે છે. અંતરમાં સ્વભાવના જોરે વાંચવાની વૃત્તિનો વેગ તોડી નાખે છે તેનું નામ ઉત્તમ ત્યાગધર્મ છે.