ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
આત્મામાં સ્વભાવના આશ્રયે રાગ તોડીને જ્ઞાનની વૃદ્ધિ થાય એવા ભાવે શાસ્ત્ર તરફના વિકલ્પને તોડી નાંખે છે
તે મુનિનો ઉત્તમ ત્યાગધર્મ છે. પુસ્તક વાંચવામાં પણ જ્ઞાનની વૃદ્ધિનું અને રાગ ઘટાડવાનું પ્રયોજન હતું, તે જ
પ્રયોજન પુસ્તકની વૃત્તિ તોડીને સિદ્ધ કર્યું. સ્વભાવમાં લીન થતાં, પુસ્તક તરફની વૃત્તિને તોડીને અનંત
કેવળજ્ઞાનને નિકટ કરે છે. સ્વભાવના ભાનપૂર્વક ગૃહસ્થોને પણ પોતાની ભૂમિકા મુજબ ઉત્તમ ત્યાગધર્મ હોય છે.
અહીં ઉત્તમ ત્યાગધર્મનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
પંચાધ્યાયી – ગુજરાતી (ભાગ – ) ૧
ભગવાનશ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાળાના ૩૧ મા પુષ્પ તરીકે ઉપરનું શાસ્ત્ર પ્રસિદ્ધ થયું છે. આ
ભાગનું નામ ‘દ્રવ્ય સામાન્ય અધિકાર’ છે. મુમુક્ષુઓએ આ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. લગભગ ૩૪૦
પૃષ્ઠના આ પુસ્તકની કિંમત રૂ।. ૩–૮–૦ છે. પ્રાિપ્ત સ્થાન : – શ્રી જૈન સ્વાધ્યાય મંિદર: સોનગઢ
શ્રાવણ અને ભાદરવા માસના મંગળ દિવસો
શ્રાવણ સુદ ૬: મંગળ: શ્રીનેમિનાથ પ્રભુના જન્મ તથા તપ કલ્યાણક.
શ્રાવણ સુદ ૧૫: ગુરુ: આ દિવસે શ્રી વિષ્ણુકુમારે અકંપનાચાર્યાદિ ૭૦૧ મુનિઓની ઉપસર્ગથી રક્ષા કરી હતી.
શ્રાવણ વદ ૭ ગુરુ: શ્રીશાંતિનાથ ગર્ભકલ્યાણક.
ભાદરવા સુદ પ: મંગળવારથી ભાદરવા સુદ ૧૪ શુક્રવાર સુધી દશ લક્ષણી પર્વ.
ભાદરવા વદ ૧ રવિ: ક્ષમાવણી દિન.
ધાર્મિક દિવસો
મુમુક્ષુઓની સગવડ ખાતર, સોનગઢમાં દર વર્ષે જે રીતે ધાર્મિક દિવસો મનાય છે તે રીતે આ વર્ષે
શ્રાવણ વદ ૧૩ (તા. ૩૧–૮–૪૮) મંગળવારથી ભાદરવા સુદ પ (તા. ૭–૯–૪૮) મંગળવાર સુધી ધાર્મિક
દિવસો ગણવામાં આવશે. પરમાગમ શ્રી પ્રવચનસારજી શાસ્ત્રનું ગુજરાતી પ્રકાશન પણ એ દિવસો દરમિયાન
થશે. શ્રી જૈન અિતિથ સેવા સિમિતની વાિષર્ક મીટીંગ ભાદરવા સુદ ૨ તા. ૪ – ૯ – ૪૮ શિનવારના રોજ સાંજે
પાંચ વાગે થશે.
(અનુસંધાન ટાઈટલ પાન ૨ થી ચાલુ)
તે ફૂલાય છે અને પવન કાઢી નાંખતાં તે સંકોચ પામે છે, પણ તેથી તેનું રબ્બર કાંઈ વધતું ઘટતું નથી. તેમ
આત્માનો આકાર મોટો હોય કે નાનો હોય પણ તેના પ્રદેશોમાં વધ–ઘટ થતી નથી.
૯. દરેક વસ્તુ જગ્યા રોકે છે. કોઈ થોડીક જગ્યા રોકે ને કોઈક ઝાઝી જગ્યા રોકે; પણ જગ્યા ન રોકે એવી
કોઈ વસ્તુ હોતી નથી. વસ્તુ જેટલી જગ્યા રોકે તેટલો તેનો આકાર હોય છે. પરમાણુ સૌથી ઓછી જગ્યા
રોકે છે; પરમાણુ સૌથી નાની ચીજ છે. જેટલી જગ્યાને એક પરમાણુ રોકે તેટલી જગ્યાને ‘એક પ્રદેશ’
કહેવાય છે. પરમાણુને એક જ પ્રદેશ છે તેથી તેનો આકાર નાનો–મોટો થતો નથી. સંસારદશામાં જીવનો
આકાર નાનો–મોટો થાય છે. સિદ્ધદશામાં જીવનો આકાર સદા એક સરખો રહે છે.
૧૦. જીવને નાના કે મોટા આકારની સાથે ધર્મનો સંબંધ નથી. દેડકા જેવો નાનો આકાર હોય છતાં જો
આત્માની સમજણ કરે તો ધર્મ પામી શકે છે. અને હાથી જેવો મોટો આકાર હોય છતાં જો આત્માની
સમજણ ન કરે તો ધર્મ પામતો નથી. માટે નાના–મોટા આકાર ઉપર ન જોતાં આત્માના જ્ઞાનસ્વભાવને
સમજવો.
૧૧. પુદ્ગલ વસ્તુમાં પણ પ્રદેશત્વ ગુણ છે, તેથી પુદ્ગલને પણ આકાર હોય છે. ડુંગર, મકાન, ઘડો વગેરેના
આકારને જીવ કરતો નથી પણ તે અજીવ વસ્તુમાં રહેલા પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે. ઘડાનો
આકાર કુંભાર બનાવતો નથી પણ માટીના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે. મકાનનો આકાર કડિયો
કરતો નથી પણ પત્થરના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે–એમ સમજવું.
આ પ્રમાણે છ સામાન્ય ગુણોનું વર્ણન પૂરું થયું. બાળકો! એ છ સામાન્ય ગુણોનું સ્વરૂપ
આત્મધર્મમાંથી વાંચીને બરાબર સમજી લેજો. એ છ ગુણોની સમજણ તમને ઘણી ઉપયોગી થશે.