स्वयमपि निभृतः स्रन् पश्य षण्मासमेकम्।
हृदयसरसि पुं सः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किननुपलब्धिर्भाति किंचोपलब्धि।।
નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો
(તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં, જેનું તેજ,
પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે
થાય છે.
સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ
છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે
એટલો જ વખત લાગે. તેનું થવું તો મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ
શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો
સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે;
તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી
સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.