જાય–એવો નિયમ નથી. દેહ તો પરમાણુઓનો સંયોગ છે, તેનો વિયોગ આયુકર્મની સ્થિતિ પૂરી થાય ત્યારે થાય
છે; પણ તેના ઉપરનું મમત્વ છોડીને નિર્મોહી ચૈતન્યસ્વભાવમાં જાગૃત રહેવું તે ઉત્તમ આકિંચન્યધર્મ છે.
મુનિઓને શરીર, વાણી, પુસ્તક વગેરે વિદ્યમાન હોય છે તોપણ તે પ્રત્યે જરા પણ મમત્વ રાખતા નથી તેથી
તેમને ઉત્તમ આકિંચન્યધર્મ છે.
સંયમનું નિમિત્ત નથી, વસ્ત્ર તો રાગનું–અસંયમનું–નિમિત્ત છે. બુદ્ધિપૂર્વક વસ્ત્ર રાખે–વસ્ત્ર તરફનો વિકલ્પ હોય
છતાં કોઈ કહે કે મને તે પ્રત્યે રાગ નથી, તો તેની વાત જૂઠી છે. નિર્મમત્વપણે વસ્ત્રનો સંયોગ ક્યારે ગણાય?
જ્યારે મુનિરાજ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક આત્મધ્યાનમાં લીન હોય, અને બહારના પદાર્થોનું લક્ષ જ ન હોય તે
વખતે કોઈ બીજા આવીને તેના ઉપર વસ્ત્ર નાંખી જાય તો તે વખતે પરિસહ ગણાય અને તે વખતે તે મુનિને તે
વસ્ત્ર રાગનું નિમિત્ત નથી પણ જ્ઞાનનું નિમિત્ત છે. તે વસ્ત્ર સાથે જ્ઞેયજ્ઞાયક સંબંધ છે. વસ્ત્ર ધારણ કરવાનો
રાગ હોવા છતાં જો મુનિપણું માને તો તે જીવને સમ્યગ્દર્શન પણ હોતું નથી. મુનિદશાને અને નિર્ગ્રંથતાને
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ મુનિદશાને અને વસ્ત્રને નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી. વસ્ત્ર ઉપરનું મમત્વ છૂટી
ગયા પછી વસ્ત્ર ધારણ કરવાની બુદ્ધિ થાય–એમ બને જ નહિ. વસ્ત્ર છોડવાની ક્રિયા આત્માની નથી, વસ્ત્ર તો
એના કારણે સ્વયં જ છૂટે છે. પણ વસ્ત્રનો રાગ છોડતાં બહારમાં બુદ્ધિપૂર્વક વસ્ત્રનો સંગ હોય જ નહિ એવો
નિયમ છે. મુનિદશામાં વિકલ્પ ઊઠે ત્યારે શાસ્ત્ર વગેરેનું આલંબન હોય, પરંતુ તેનો પણ આગ્રહ હોતો નથી,
પણ વસ્ત્ર ધારણ કરવાનો રાગ તે તો અશુભભાવ છે, તે તો મુનિદશામાં હોતો જ નથી. શાસ્ત્ર તો ખરેખર
વીતરાગભાવનું નિમિત્ત છે, જ્યારે સાક્ષાત્ વીતરાગ–ભાવમાં લીનતા થતી નથી અને વિકલ્પ ઊઠે છે ત્યારે
વીતરાગના નિમિત્તો પ્રત્યે લક્ષ હોય છે. ત્યારે અશુભભાવથી બચીને જેટલો વીતરાગભાવ ટકાવી રાખે છે,
તેટલો પરમાર્થે આકિંચન્ય ધર્મ છે, તે વખતના શુભરાગને ઉપચારથી આકિંચન્ય ધર્મ કહેવાય છે. જેને
શુભરાગની મમતા છે તેને તો એકલો અધર્મ છે. રાગનું મમત્વ છોડીને રાગરહિતસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન પૂર્વક
જ ધર્મ હોય છે.
આયુષ્યકર્મને લીધે મમતા–વગર પણ હોઈ શકે છે, પરંતુ અબ્રહ્મચર્યરૂપ પાપભાવ વગર સ્ત્રીનો સંગ હોઈ શકે
નહિ. બ્રહ્મચર્યભાવ હોય અને સ્ત્રીસંગની બુદ્ધિ હોય–એમ બને જ નહિ. શરીર અને શાસ્ત્ર પ્રત્યે જે મમતા કરે તે
મુનિને પણ જિન–આજ્ઞાનો ભંગ છે. મુનિદશા એટલે અત્યંત નિસ્પૃહ વીતરાગતા; મુનિઓ આકાશની જેમ
નિરાલંબીવૃત્તિવાળા હોય છે. એક વખત આહાર હોય છે. તે પણ શરીરની મમતા ખાતર હોતો નથી, પરંતુ
સંયમના નિભાવની વૃત્તિથી હોય છે. આહાર લેવા જતાં આહારમાં દોષનો વિકલ્પ ઊઠે તો અંતરાય જાણીને,
આહારની વૃત્તિ તોડીને જરાપણ ખેદ વગર પાછા ફરી જાય છે, ને પાછા આત્માના અનુભવમાં લીન થઈ જાય
છે; આ રીતે શરીરથી પણ અત્યંત વિરક્ત હોય છે, ને પોતાના સ્વભાવમાં વીતરાગતાને ઘૂંટે છે. એવા
મુનિઓને ઉત્તમ આકિંચન્યધર્મ હોય છે, તે મોક્ષનું કારણ છે. –અહીં ઉત્તમ આકિંચન્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
હવે છેલ્લું ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન બાકી છે, તે હવે પછી આપવામાં આવશે.