तपस्यंतोन्यस्मिन्नपि यमिनि शास्त्रादि ददतो सहायाः स्युर्ये ते जगति यमिनो दुर्लभतरा।।
પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે તેમ જ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્રાદિક દાન કરે છે અને તેમના
સહાયી છે એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે.
જશે” –એવા ઈર્ષાભાવનો વિકલ્પ પણ મુનિને હોતો નથી. બીજા કોઈ પોતાથી આગળ વધીને પોતાની પહેલાંં
કેવળજ્ઞાન પામી જતા હોય તો તેમાં અનુમોદના છે. એવી રીતે સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થોને પણ જ્ઞાન–ચારિત્રાદિ
ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે. વિકલ્પ વખતે, અધિક ગુણવાન
પ્રત્યે જો અનુમોદના ન હોય તો તેવા જીવને ગુણની રુચિ નથી. મુનિઓ અંતરમાં જરાપણ ગોપવ્યા વગર
સરળપણે પાત્ર જીવને સર્વ રહસ્યનો ઉપદેશ કરે છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. શરીરનું
અને વિકલ્પનું મમત્વ જેમને નથી અને આહાર તથા ઉપદેશાદિના વિકલ્પને તોડીને વીતરાગ સ્વભાવમાં સ્થિત
છે તેવા ઉત્તમ આકિંચન્યધર્મમાં રત મુનિઓ આ જગતમાં ધન્ય છે. તેમને ચારિત્રદશા તો છે, કેવળજ્ઞાન લેવાની
ઊઠે છે તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાના કામી છે–એવા મુનિઓ
દુર્લભ છે. મુનિઓ ઉપદેશાદિ દેવામાં કોઈ ઊંચી વાતને કે મહિમાવંત ન્યાયને છૂપાવતા નથી; જ્ઞાનદાન
આપવાથી તે કાંઈ ખૂટે તેમ નથી, પણ ઊલટી પોતાને જ્ઞાનસ્વભાવની ભાવના ઘૂંટાતા જ્ઞાન એકદમ ખીલતું
જાય છે. લૌકિકમાં પણ જેને પોતાના પુણ્યનો વિશ્વાસ હોય છે તે જીવ દાનમાં લક્ષ્મી વગેરે ખરચવામાં સહજપણે
ઉદાર હોય છે, દાનમાં વધારે લક્ષ્મી ખરચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે–એવી તેને શંકા પડતી નથી, તેમ લોકોત્તર
મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી, મારા સ્વભાવના આશ્રયે
મારા જ્ઞાનની વૃદ્ધિ જ છે; તે મુનિઓ બીજાને શાસ્ત્રજ્ઞાન દેતાં જરાય અચકાતા નથી. પોતાને ઉપદેશની વૃત્તિમાં
અટકવાની ભાવના નથી, પણ વૃત્તિ તોડીને સ્વભાવમાં જ એકાગ્ર રહીને પૂર્ણ જ્ઞાનની ભાવના છે–આવા
રહિત વીતરાગભાવ તે ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. ભેદજ્ઞાન વડે પરથી જુદા સ્વભાવને જાણ્યા વગર પર ઉપરની
મમતા ટળે નહિ ને ધર્મ થાય નહિ.
ममत्वाभावे तत्सदपि न सदन्यत्र घटते जिनेन्द्राज्ञा भंगो भवति च हठात् कल्मषवृषेः।।
ત્યાગ કેમ ન કર્યો? તેનો ઉત્તર–તે પણ ત્યાગ સમાન જ છે. શરીરાદિમાં મમતાનો અભાવ હોવાથી તે નહિ હોવા
સમાન જ છે. આયુકર્મના નાશ વગર શરીર છૂટે નહિ. પણ શરીર ઉપરનું મમત્વ છૂટી શકે છે. અરિહંતોને પણ
બહારમાં શરીર તો વિદ્યમાન છે પણ તેમને મમત્વનો તદ્ન અભાવ છે તેથી તેમને શરીરનો પણ પરિગ્રહ નથી.