• જેઠ માસના પ્રશ્નોના જવાબ •
[બાલ – વિભાગ]
(૧) “આત્મા અરૂપી વસ્તુ છે તેથી પોતે પોતાને જાણી શકે નહિ” એ વાત ખોટી છે. આત્મા અરૂપી
વસ્તુ હોવાથી તે ઈન્દ્રિયોથી જણાતો નથી. પરંતુ આત્મામાં ‘પ્રમેયત્વ’ ગુણ છે એટલે આત્માનો એવો સ્વભાવ
છે કે, સાચા જ્ઞાનમાં તે જણાય છે. વળી આત્મામાં જ્ઞાન ગુણ છે; તે જ્ઞાનનો સ્વભાવ એવો છે કે તે રૂપી તેમ જ
અરૂપી વસ્તુઓને પણ જાણે છે. તેથી આત્મા પોતાના જ્ઞાનથી પોતાને જાણી શકે છે. ‘આત્મા અરૂપી છે માટે
તેને જાણી શકાય નહિ’ એમ જેઓ માને છે તેઓ અજ્ઞાની છે, કેમ કે તેઓ આત્માના જ્ઞાન–ગુણને તેમ જ
પ્રમેયત્વ ગુણને માનતા નથી.
(૨) ખાલી જગ્યા પૂરેલા વાક્યો–
૧. અરૂપી વસ્તુઓ પણ જ્ઞાનમાં જણાય છે, કેમકે તેમનામાં પ્રમેયત્વ ગુણ છે.
૨. આત્માને કોઈએ બનાવ્યો નથી અને તેનો કદી નાશ થતો નથી, કેમકે તેનામાં અસ્તિત્વ ગુણ છે.
૩. આત્માની અજ્ઞાનદશા ટાળીને જ્ઞાનદશા પ્રગટ કરી શકાય છે, કેમકે તેનામાં દ્રવ્યત્વ ગુણ છે.
૪. આત્મા બધા પદાર્થોને જાણી શકે છે, કેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે.
૫. શરીરમાં સુખ–દુઃખ થતાં નથી, કેમકે તે અજીવ છે.
(૩) ‘ગુણ’ જીવ અને અજીવ બંનેમાં હોય છે, કેમકે ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. અસ્તિત્વ જીવ અને
અજીવ બંનેમાં હોય છે, કેમકે તે સામાન્યગુણ છે.
(૪) મુનિશ્રી કુંદકુંદ–આચાર્ય, મુનિશ્રી ધરસેન–આચાર્ય, મુનિશ્રી પુષ્પદંત–આચાર્ય, મુનિશ્રી ભૂતબલી–
આચાર્ય અને મુનિશ્રી અમૃતચંદ્ર–આચાર્ય–એ પાંચે મુનિવરો શ્રીમહાવીર ભગવાન પછી થઈ ગયેલા છે.
આ વખતે ૬૦ બાળકોના જવાબ આવેલા, તેમાંથી નીચેના ૧૪ બાળકોના જવાબ સંપૂર્ણ સાચા હતાં:–
(૧–૪) વીંછીયા: ચંદ્રકાન્ત, રસિકલાલ, સ્નેહલતા, ઇંદુમતી. (પ) ભાનુમતી–વઢવાણ સીટી (૬) શાંતિલાલ:
વાંકાનેર (૭) હરિહરઃઅમદાવાદ (૮) જગદીશચંદ્ર: મુંબઈ (૯) રાજેન્દ્રઃસાવરકુંડલા (૧૦) કૌશલ્યા: મહેસાણા
(૧૧–૧૨) ચંદ્રપ્રભા, સુશિલા. સોનગઢ (૧૩) અમરેલીના એક બાળક: (તેણે પોતાનું નામ તથા સરનામું
મોકલવું.) (૧૪) લલિતકુમાર: સાવરકુંડલા.
– નવા પ્રશ્નો –
(૧) શું કરવાથી ધર્મ થાય?
(૨) अ–જે ગુણ જીવમાં જ હોય ને અજીવમાં ન હોય તેને શોધી કાઢો.
ब–જે ગુણ અજીવ–પુદ્ગલમાં જ હોય ને જીવમાં ન હોય તેને શોધી કાઢો.
क–જે ગુણ જીવમાં પણ હોય ને અજીવમાં પણ હોય તેને શોધી કાઢો.
(૩) નીચેના લખાણમાં જો ભૂલ હોય તો સુધારો:–
अ. જ્યારે શરીરમાં જીવ રહેલો હીટોય ત્યારે શરીર જાણે છે, અને જીવ શરીરમાંથી નીકળી જાય ત્યારે
શરીર જાણતું નથી.
ब. આત્મા કદી જડ થતો નથી પણ સદાય આત્મા જ રહે છે, અને જડ વસ્તુ કદી આત્મા થતી નથી પણ
સદાય જડરૂપે જ રહે છે. કેમ કે બંનેમાં દ્રવ્યત્વગુણ છે.
જવાબો જેમ બને તેમ વહેલાસર નીચેના સરનામે મોકલવા:
“આત્મધર્મ–બાલવિભાગ:” સોનગઢ.
આત્મધર્મ અંક ૫૮ માં સુધારો
પૃ. ૧૭૧ કોલમ ૨ લાઈન ૧૮: ‘પરિણામ–પરિણામ’ ને બદલે ‘પરિણામી–પરિણામ’ એમ સુધારવું.
પૃ. ૧૭૩ કોલમ ૨ લાઈન ૩૬–૩૭: ‘સ્વભાવનો નાશ થયા પછી’ ને બદલે ‘સ્વભાવની અભેદતાના
આશ્રયે મિથ્યાત્વનો નાશ થયા પછી’ એમ સુધારવું.
પૃ. ૧૭૪ કોલમ ૧ લાઈન ૨૪: “એવી ઊંધી પ્રતીતિ” ને બદલે “મિથ્યાત્વ અને રાગાદિ મારા સ્વરૂપમાં
છે એવી ઊંધી પ્રતીતિ” એમ સુધારવું.
પૃ. ૧૮૧ કોલમ ૧ લાઈન ૧૯: ‘સર્વત્રતનું પ્રયોજન’ ને બદલે ‘સર્વશ્રુતનું પ્રયોજન’ એમ સુધારવું.
પૃ. ૧૮૧ કોલમ ૧ લાઈન ૨૩: “વ્યાખ્યાનનું ઘોલન” ને બદલે “વ્યાખ્યાન કરતાં–એટલે કે આત્માના
સ્વભાવમાં વિપરીતતા ન થાય એવી રીતે સમ્યગ્જ્ઞાનનું ઘોલન કરતાં” એમ સુધારવું.