: ૨૨૦ : આત્મધર્મ : ૬૦
સનાતન જૈનશાસનના દશલક્ષણધર્મની આજથી શરૂઆત થઈ હતી. આજે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ હતો.
(૧૦) પર્યુષણના આઠ દિવસના વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા માટે કુંડલાના શાહ બાવચંદ જાદવજીભાઈ
તરફથી રૂપિયા ૭૦૧/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યા હતા.
(૧૧) ભાદરવા સુદ ૬ને દિવસે સવારે શ્રી શાસ્ત્રજીની ટૂંકી રથયાત્રા નીકળી હતી. આજે દશલક્ષણ
ધર્મમાં ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હતો તેથી, રથયાત્રા બાદ માંગળિક સંભળાવીને પછી પૂ. ગુરુદેવશ્રીએ ઉત્તમ
માર્દવ (નિરભિમાનતા) નું સુંદર વર્ણન કર્યું હતું. અને ત્યારબાદ ભાઈશ્રી હિંમતલાલભાઈએ શ્રી પ્રવચનસાર
પરમાગમમાંથી શ્રી અમૃતચંદ્રસૂરિકૃત કલશો અર્થસહિત વાંચી સંભળાવ્યા હતા............બપોરે વ્યાખ્યાનને બદલે
શ્રી યોગસારના તથા ઉપાદાન–નિમિત્તના દોહાઓની સ્વાધ્યાય હતી.
* * * * * *
આ વખતના ઉત્સવમાં બધાથી જુદી તરી આવે એવી સૌથી મોટી વિશેષતા એ હતી કે, પૂ. ગુરુદેવશ્રીના
સવારના પ્રવચનો (શ્રી સમયસારજી ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના) અનોખી શૈલીના હતા; મુમુક્ષુઓના મહાભાગ્યે
સાત દિવસ સુધી એક ધારી અપૂર્વ વાણી વરસી ગઈ હતી. એ વ્યાખ્યાનો છપાઈને જો કે પ્રસિદ્ધ તો થવાના છે,
પરંતુ–તે ગમે તેવા લખાયા હોય તો પણ સાક્ષાત્ શ્રવણના કરતાં ૧૦૦ મા ભાગનો પણ લાભ તે વાંચવામાં
મળવો મુશ્કેલ છે! અંતરંગ તત્ત્વનું અપૂર્વ ઘોલન થઈને આવતા એ ન્યાયોનો પૂરો મહિમા કઈ કલમ વર્ણવી શકે?
છેવટે : –
પાન કરાવ્યું છે તેથી પણ વિશેષ વિશેષ સૂક્ષ્મ અંતરંગતત્ત્વના ન્યાયોથી ભરેલી પાવનકારી વાણી સદાકાળ
તેઓશ્રી વર્ષાવ્યા કરે. અને અપૂર્વ આત્મિક સંપદાનું દાન આપણને આપ્યા કરે–એ જ તેઓશ્રીના ચરણમાં
ભાવના છે.
જયવંત વર્તો મુમુક્ષુઓના સ્વસન્મુખ પુરુષાર્થને જાગૃત કરતી એ કલ્યાણકારી વાણી, અને તે વાણીના
દાતાર કલ્યાણમૂર્તિ પૂ. શ્રી સદ્ગુરુદેવ!
અનંત ચતુદર્શી : – અનંત ચતુર્દશી એટલે દશ લક્ષણ ધર્મનો અંતિમ દિવસ. તે દિવસે પૂજા–ભક્તિ વગેરે સુંદર
રીતે, ઉત્સાહપૂર્વક થયા હતા. દસ લક્ષણ પર્વના વ્યાખ્યાનોરૂપી મહેલના શિખર ઉપર, આ દિવસનું વ્યાખ્યાન
ધ્વજ સમાન હતું. પૂ. ગુરુદેવશ્રી અંતરમાં શ્રુતસમુદ્રમાં ડૂબકી મારીને, અંતરમંથનદ્વારા તેમાંથી કોઈ કોઈ અપૂર્વ
ન્યાયરૂપી રત્નો મેળવીને, પછી અપૂર્વ વાણી દ્વારા હોંશથી મુમુક્ષુઓને તે અણમોલ ન્યાયરત્નોનું દાન કરે છે. આ
દિવસનું વ્યાખ્યાન પણ એક એવું જ અંતરમંથનદ્વારા મેળવેલું રત્ન હતું. શ્રુતસમુદ્રના મંથન વખતે જ્ઞાનીઓના
અંતરમાં જે આનંદનો સહજ અનુભવ થતો હશે તેને તો તેના અનુભવનાર જ જાણે, કે તેમના જેવા બીજા
અનુભવી હોય તે જાણે. અનંતચતુર્દશીના પવિત્ર દિવસે પૂ. ગુરુદેવશ્રીએ અનંત પ્રકાશથી ભરેલું જે દિવ્યરત્ન
મુમુક્ષુઓને ભેટ કર્યું છે, તે રત્નનાં મૂલ્યાંકન તો અહો! કોઈ વિરલા ‘ઝવેરી’ જ કરી શકે?
શ્રી િજનમંિદરનું ખાતમુહૂતર્ : – સૌરાષ્ટ્ર દેશમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી જાય
છે; અને યથાર્થ તત્ત્વ–જ્ઞાનમાં હજારો જીવો રસ લઈ રહ્યા છે. લાંબા કાળમાં નજરે નથી પડતી એવી
જૈનશાસનની મહાન પ્રભાવના અત્યારે ઉદય પામી છે.
એ મહા પ્રભાવનાના જ એક ફળસ્વરૂપ, લાઠીમાં શ્રાવણ સુદ ૯ના મંગળ દિવસે શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
થયું છે. તે દિવસે લાઠી (કલાપીનગર) ના સર્વેમુમુક્ષુઓએ ઉત્સાહથી આનંદ અને ભક્તિભાવપૂર્વક ખાતમુહૂર્તની
વિધિ–પૂજન વગેરે કર્યું હતું. આ માંગળિક કાર્યની શરૂઆત કરવા બદલ લાઠીના સર્વે મુમુક્ષુઓને વધાઈ!!!
સૂચના : – આ અંશથી આત્મધર્મ માસિકના પાંચમા વર્ષના ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. કારતક માસનો અંક
ગ્રાહકોને વી. પી. થશે. પરંતુ અહીંની બ્રાન્ચ પોસ્ટ ઓફિસ રોજના ૨૫–૩૦ના હિસાબે વી. પી. સ્વીકારતી
હોવાથી બધા ગ્રાહકોને વી. પી. કરતાં સહેજે બે–અઢી માસ થાય તો ગ્રાહકોને પોતાનાં લવાજમો મનીઓર્ડરથી
આ અંક મળે કે તુરત જ મોકલી આપવા વિનંતી છે. વ્યવસ્થાપક
અનેકાંત મુદ્રણાલય