Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
આસો : ૨૪૭૪ : ૨૧૯:
સુવર્ણપુરીના સમાચાર
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના દિવસોમાં ઊજવાયેલા ધાર્મિક ઉત્સવના કાર્યક્રમની ટૂંક
માહિતી અત્રે જણાવવામાં આવે છે.
ઉત્સવના આઠે દિવસો દરમિયાન સામાન્યપણે નીચે મુજબ કાર્યક્રમ હતો:–
સવારે પાાા
–૬ શ્રી સદ્ગુરુવંદન
૬ાા –૭ાા શ્રીજિનમંદિરમાં દર્શન–પૂજનાદિ
૮–૯ પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન (શ્રીસમયસારજી ગાથા ૩૯૦ થી ૪૦૪ ઉપર)
બપોરે ૧ાા –૨ાા સમયસાર તથા પ્રવચનસારના હરિગીતની સ્વાધ્યાય (શ્રાવણ વદ ૦)) થી
ભાદરવા સુદ ૪ સુધીના પાંચ દિવસ).
૩–૪ શ્રી પદ્મનંદિ પચીસીમાંથી દેશવ્રત ઉદ્યોતન અધિકાર ઉપર પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
૪–૫ શ્રી જિનેન્દ્ર દેવની ભક્તિ. ૬ાા–૭ આરતિ
૭–૮ પ્રતિક્રમણ ૮–૯ રાત્રિચર્ચા (શ્રાવણ વદ ૦)) ને
દિવસે રાત્રિચર્ચાને બદલે આત્મસિદ્ધિની સ્વાધ્યાય.)
એ સિવાય નીચેના ખાસ પ્રસંગો બન્યા હતા:–
() : િ : પરમાગમ શ્રી પ્રવચનસારજીશાસ્ત્રનું ગુજરાતી ભાષામાં પ્રકાશન થયું હતું.
અને શ્રી જિનેન્દ્રદેવ તથા પ્રવચનસારજીની રથયાત્રા નીકળી હતી.
(૨) બહેનોને વાંચન–તત્ત્વચર્ચા–પ્રતિક્રમણાદિ કરવા માટે કોઈ સ્વતંત્ર જગ્યા નહિ હોવાને લીધે ઘણા
વખતથી ઉત્સવ દરમિયાન ઘણી મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી વહેલી તકે દૂર કરવા માટે, બહેનો માટે એક
સ્વતંત્ર મકાન કરાવવા ચૂડાના ભાઈશ્રી ગોકળદાસ શીવલાલના ધર્મપત્ની શ્રી લેરી બહેને રૂપિયા ૫૦૦૧/–
પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. એ રીતે બહેનોના સ્વતંત્ર મકાન માટેના ફંડની શરૂઆત થઈ હતી.
અને ત્યારપછી અન્ય મુમુક્ષુઓએ પણ તેમાં રકમો ભરી હતી. (અત્રે એ યાદ આપવું જરૂરી છે કે બે વર્ષ પહેલાંં
પોરબંદરના શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈએ મુમુક્ષુ બહેનોને માટે મકાન બંધાવવા રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યા હતા; તે રકમનો ઉપયોગ સદરહુ મકાન માટે કરવામાં આવશે.)
(૩) બપોરે દાન અધિકારનું વ્યાખ્યાન પછી–શેઠશ્રી નેમિદાસ ખુશાલચંદભાઈએ, પોતાના આંગણે પૂ.
ગુરુદેવ શ્રી વગેરેના આહારદાનનો લાભ મળ્‌યો તેના ઉલ્લાસથી, તેમ જ ગુજરાતી–પ્રવચનસારનું અપૂર્વ
પ્રકાશન આજે થયું તેની ખુશાલીમાં રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રીને યોગ્ય લાગે
તેમ વાપરવા અર્પણ કર્યા હતા. તેમાં રૂપિયા ૨૫૦૧/–પોતાના નામથી અને રૂપિયા ૨૫૦૧/–પોતાના
ધર્મપત્નીના નામથી આપ્યા હતા.
(૪) મુંબઈમાં શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર વગેરે માટે જે ફંડ થાય છે તેમાં પણ કેટલીક નવી રકમો
ભરાણી હતી. આ ફંડ લગભગ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
(૫) રાજકોટના જિનમંદિર માટેના ફંડમાં પણ કેટલીક રકમો ભરાઈ હતી.
(૬) આ ઉપરાંત, આ વર્ષે વરસાદની ખેંચને કારણે ઢોરોને ઘાસચારાની ઘણી મુશ્કેલી હોવાથી, ઢોરોના
ઘાસચારા માટેનું એક ફંડ થયું હતું.
ભાદરવા સુદ પ બુધવાર
(૭) સવારના વ્યાખ્યાન પછી શ્રી શ્રુતજ્ઞાનનું પૂજન થયું હતું.
(૮) બપોરે બાળકોનો સંવાદ થયો હતો. સંવાદમાં ઉપાદાન–નિમિત્ત તેમજ ગૃહીતમિથ્યાત્વ વગેરે
બાબતો ગોઠવવામાં આવી હતી.
(૯) બપોરના વ્યાખ્યાનમાં શ્રી પદ્મનંદિઆચાર્યકૃત આલોચના વાંચવામાં આવી હતી. આલોચના બાદ
પરમ પૂ. ગુરુદેવશ્રીની સ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે મુમુક્ષુઓની વતી શ્રીમાન્ પ્રેમચંદભાઈએ
પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ–અપૂર્વ ઉપકારોને તેમજ પવિત્ર ધર્માત્માઓના પરમ ઉપકારોને અત્યંત ભક્તિભાવે
વ્યક્ત કર્યા હતા; તેમજ માનનીય પ્રમુખશ્રીનો અને વિદ્વાન્ ભાઈશ્રી હિંમતલાલભાઈ વગેરેનો આભાર વ્યક્ત
કર્યો હતો. સાંજે લગભગ ૫ાા
થી ૮ સુધી સંવત્સરિ–પ્રતિક્રમણ થયું હતું.