मुहुर्मुह गृणनाति वीतरागं स गुरुपदं भासति सदा।।
દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે. વીતરાગ
પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગ સ્વરૂપે અભ્યાસે છે–અનુભવે છે, અને બાહ્યમાં
પણ જ્યારે બોલે છે ત્યારે ‘આત્માનું વીતરાગ સ્વરૂપ છે’ એ જ બોલ બોલે છે. એવા
વીતરાગનો (–વીતરાગી ગુરુનો અથવા વીતરાગ સ્વરૂપી આત્માનો) ઉપદેશ
સાંભળતાં આસન્નભવ્ય જીવને ચોક્કસપણે પોતાના વીતરાગ સ્વરૂપની ઓળખાણ થાય
છે, તેમાં જરા ય સંદેહ નથી. જેમના વચન વિષે વીતરાગતાનું જ કથન છે એવા જૈની
સાધુને આસન્નભવ્ય જીવો ગુરુ કહે છે; કેમ કે તેમના સિવાય બીજા કોઈ પુરુષ એવા
વીતરાગી તત્ત્વનો ઉપદેશ કરતા નથી, તેથી એ પુરુષને જ (–વીતરાગ સ્વરૂપનો
અનુભવ તથા ઉપદેશ કરનારને જ) ગુરુની પદવી શોભે છે, બીજાને શોભતી નથી.–
આમ નિઃસંદેહપણે જાણવું.