Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
[શ્રી સ્વામીકાર્તિ કેયાનુપ્રેક્ષા પૃ. ૧૮ થી ૧૨૦ નો અનુવાદ]
હવે, સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી ઉપજેલું સમ્યક્ત્વ જેના દ્વારા જાણી શકાય એવા
તત્ત્વાર્થ–શ્રદ્ધાનનું સ્વરૂપ કહે છે અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિને કેવું તત્ત્વાર્થ–શ્રદ્ધાન હોય છે તે કહે છે–
जो तच्चमणेयंतं णियमा सद्दहदि सत्त मंगेहिं।
लोयाण पणहवसदो ववहारपवत्तणट्ठं च।।
३११।।
जो श्रायरेण मणणदि जीवाजीवादि णवविहं श्रत्थं।
सुदणणेण णयेहिं य सो सद्दिट्ठी हवेसुद्धो।।
३१२।।
यः तत्त्वं अनेकान्तं नियमात् श्रद्दधाति सप्तभ।
लोकानां प्रश्नवशतः व्यवहारप्रवर्त्तनार्थं च ।।
३११।।
यः आदरेण मन्यते जीवाजीवादि नवविधं अर्थं।
श्रुतज्ञानेन नयैः च सः सद्रष्टिः भवेत् शुद्धः।।
३१२।।
અર્થ:– લોકોના પ્રશ્નના વિશે વિધિ–નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે તેથી વ્યવહારના પ્રવર્તન
અર્થે પણ સાત ભંગરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે. જે પુરુષ સાત ભંગો વડે અનેકાન્ત તત્ત્વનું નિયમથી શ્રદ્ધાન
કરે છે તેમજ જીવ–અજીવાદિ નવપ્રકારના પદાર્થોને પણ શ્રુતજ્ઞાન પ્રમાણ વડે તથા તેના (પ્રમાણના) ભેદરૂપ
નયોવડે પોતાના આદર–યત્ન–ઉદ્યમથી માને છે–શ્રદ્ધાન કરે છે તે જીવ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થ
વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત એટલે કે ધર્મ હોય તે અનેકાન્ત કહેવાય છે. તે ધર્મોમાં
અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ,
પૌરુષસાધ્યત્વ, હેતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરગત્વ, બહિરંગત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ ઈત્યાદિ ધર્મો તો
સામાન્ય છે; અને જીવત્વ, અજીવત્વ, સ્પર્શત્વ–રસત્વ–ગંધત્વ,–વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ,
અમૂર્તત્વ, સંસારીત્વ, સિદ્ધત્વ, અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તના હેતુત્વ ઈત્યાદિ વિશેષધર્મો છે.
વસ્તુ સમજવાને માટે પ્રશ્નવશથી તે ધર્મોના સંબંધમાં વિધિ–નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તે સાત
ભંગોમાં ‘સ્યાત્’ એવું પદ લગાડવું. ‘કથંચિત્’–‘કોઈ પ્રકારે’ એવા અર્થમાં ‘સ્યાત્’ શબ્દ છે; તેના વડે વસ્તુને
અનેકાન્ત સ્વરૂપે સાધવી.
સપ્તભંગી અને અનેકાન્ત
(૧) વસ્તુ સ્યાત્ અસ્તિત્વરૂપ છે એમ કોઈ પ્રકારે–પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ પણે અસ્તિત્વરૂપ
કહેવાય છે–૧. વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે–એમ પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે નાસ્તિત્વરૂપ કહેવાય છે–૨.
વળી વસ્તુ સ્યાત્ અસ્તિત્વ–નાસ્તિત્વરૂપ છે–એમ વસ્તુમાં અસ્તિ–નાસ્તિ બંને ધર્મો રહેલા છે તે વચનવડે ક્રમથી
કહી શકાય છે–૩. વળી વસ્તુ સ્યાત્ અવક્તવ્ય છે; જો કે વસ્તુમાં અસ્તિ, નાસ્તિ બન્ને ધર્મો એક જ વખતે રહેલા છે
તોપણ વચન વડે બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી તેથી કોઈ પ્રકારે વસ્તુ અવક્તવ્ય છે–૪. અસ્તિત્વપણે
વસ્તુ–સ્વરૂપ કહી શકાય છે, પણ અસ્તિ–નાસ્તિ બંને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે તેથી વસ્તુ કહી શકાતી
નથી, આ રીતે વસ્તુ વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે તેથી અસ્તિત્વ–અવક્તવ્ય છે–પ. એ જ પ્રમાણે વસ્તુને
સ્યાત્ નાસ્તિત્વ– અવક્તવ્ય કહેવી–૬. વળી બંને ધર્મો ક્રમે કહી શકાય પણ એક સાથે કહી શકાય નહિ તેથી વસ્તુને
સ્યાત્ અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્ય કહેવી– ૭. એ રીતે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે.
(૨) એ પ્રમાણે એકત્વ, અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો પર તે સાત ભંગ વિધિ–નિષેધથી લગાડવા.
જ્યાં જે અપેક્ષા સંભવે તે લગાડવી. વળી તે જ પ્રમાણે જીવત્વ, અજીવત્વ આદિ વિશેષ ધર્મોમાં તે ભંગો
લગાડવા. જેમ કે–જીવ નામની વસ્તુ છે તે સ્યાત્ જીવત્વ છે, સ્યાત્ અજીવત્વ છે ઈત્યાદિ પ્રકારે સાત ભંગ
લગાડવા. ત્યાં આ પ્રમાણે અપેક્ષા સમજવી કે–જીવનો પોતાનો જીવત્વધર્મ જીવમાં છે તેથી જીવત્વ છે, પરનો–
અજીવનો અજીવત્વધર્મ જીવમાં નથી તોપણ જીવના બીજા (જ્ઞાન સિવાયના) ધર્મોને મુખ્ય કરીને કહીએ ત્યારે
તે ધર્મોની અપેક્ષાએ અજીવત્વ છે; ઈત્યાદિ સાત ભંગ લગાડવા. તથા અનંત જીવો છે તેની અપેક્ષાએ એટલે કે
પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ પોતામાં નથી તેથી પર જીવોની