Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૫ :
અપેક્ષાએ અજીવત્વ છે, એ પ્રમાણે પણ અજીવત્વધર્મ સાધી શકાય છે–કહી શકાય છે. આ પ્રમાણે અનાદિનિધન
અનંત જીવ, અજીવ વસ્તુઓ છે તે દરેકમાં પોતપોતાનાં દ્રવ્યત્વ, પર્યાયત્વ વગેરે અનંત ધર્મો છે તે ધર્મો સહિત
સાત ભંગથી વસ્તુને સાધવી–સિદ્ધ કરવી.
(૩) વસ્તુના સ્થૂળ પર્યાયો છે તે પણ ચિરકાલસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે. જેમ કે–જીવમાં સંસારી
પર્યાય અને સિદ્ધ પર્યાય; વળી સંસારીમાં ત્રસ, સ્થાવર; તેમાં મનુષ્ય, તિર્યંચ ઈત્યાદિ. પુદ્ગલમાં અણુ, સ્કંધ તથા
ઘટ પટ વગેરે. તે પર્યાયોને પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. તે પણ ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવું; તેમ
જ જીવ અને પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ, મોક્ષ વગેરે ભાવોમાં પણ,
ઘણા ધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ–નિષેધ–વડે, અનેકધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; તે
સપ્તભંગ વડે સાધવું. જેવી રીતે એક જ પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું,
ભત્રીજાપણું વગેરે ધર્મો સંભવે છે તે ધર્મો પોતપોતાની અપેક્ષાથી વિધિનિષેધ વડે સાત ભંગથી સાધવા.
(૪) એ નિયમપૂર્વક જાણવું કે દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્તસ્વરૂપ જાણીને જે
શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય,
પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થો છે તેમને તે જ પ્રમાણે સપ્તભંગ વડે સાધવા. તેનું સાધન
શ્રુતજ્ઞાન–પ્રમાણે છે.
નય
શ્રુતજ્ઞાનના બે ભેદ છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક; વળી તેના (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના) નૈગમ,
સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાત ભેદ છે; (તેમાંના પહેલા ત્રણ ભેદ
દ્રવ્યાર્થિકના છે અને પછીના ચાર ભેદ પર્યાયાર્થિકના છે.) અને તેના પણ ઉત્તરોત્તર ભેદ, જેટલા વચનના પ્રકાર
છે તેટલા છે. તેને પ્રમાણ–સપ્તભંગી અને નય સપ્તભંગીના વિધાનવડે સાધવામાં આવે છે. તેનું કથન પહેલા
લોકભાવના–અધિકારમાં કર્યું છે અને તેનું વિશેષ કથન તત્ત્વાર્થ સૂત્રની ટીકાથી જાણવું. આ પ્રમાણે પ્રમાણ અને
નયદ્વારા જીવાદિ પદાર્થોને જાણીને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.
વળી અહીં એટલું વિશેષ જાણવું કે, નય છે તે વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે, તે દરેક નય
પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેમને મુખ્ય ગૌણ
કરીને કહે છે. જેમ કે જીવ નામની વસ્તુ છે, તેમાં અનેક ધર્મો છે તોપણ ચેતનપણું પ્રાણધારણપણું વગેરે ધર્મો
અજીવથી અસાધારણ દેખીને, જીવને અજીવથી જુદો દર્શાવવાના પ્રયોજનવશ, તે ધર્મોને મુખ્ય કરીને વસ્તુનું
નામ ‘જીવ’ રાખ્યું. એ જ પ્રમાણે વસ્તુના સર્વ ધર્મોમાં પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરવાનું જાણવું.
શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે નિશ્ચયની સદા મુખ્યતા ને વ્યવહારની સદા ગૌણતા
અહીં આ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે.
તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદ નયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો.
દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે અને પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે.
તેમાં (અર્થાત્ નિશ્ચયને મુખ્ય અને વ્યવહારને ગૌણ કરવામાં) પ્રયોજન આ પ્રમાણે છે કે, ભેદરૂપ વસ્તુને સર્વ
લોક જાણે છે તેથી જે જાણે તે જ તેને પ્રસિદ્ધ છે (અર્થાત્ લોકોને ભેદરૂપ વસ્તુ જ પ્રસિદ્ધ છે), તેથી કરીને લોક
પર્યાયબુદ્ધિ છે. જીવના નર, નારકાદિ પર્યાયો છે તથા રાગ–દ્વેષ, ક્રોધ–માન–માયા–લોભ આદિ પર્યાયો છે તેમ જ
જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિક પર્યાયો છે. તે પર્યાયોને જ લોકો જીવ સમજે છે; તેથી (તે પર્યાયબુદ્ધિ
છોડાવવાના પ્રયોજનથી) તે પર્યાયમાં અભેદરૂપ અનાદિઅનંત એક ભાવ જે ચેતના ધર્મ છે તેને ગ્રહણ કરી
નિશ્ચયનયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત જે ભેદનય તેને ગૌણ કર્યો. તથા
અભેદદ્રષ્ટિમાં તે ભેદ દેખાતા નથી તેથી અભેદનયની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહ્યું કે–જે પર્યાયનય છે તે વ્યવહાર
છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ભેદબુદ્ધિના એકાંતનું નિરાકરણ કરવા માટે આ કથન જાણવું.
જે ભેદ છે તેને અસત્યાર્થ કહ્યા છે તેથી ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી–એમ નથી. ‘ભેદ નથી’ એમ જો
સર્વથા માને તો તે અનેકાન્તમાં સમજ્યા નથી, સર્વથા એકાંત શ્રદ્ધાથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અધ્યાત્મશાસ્ત્રો વિષે
જ્યાં નિશ્ચય–