Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
અનેકાન્ત અને તેનું પ્રયોજન આત્મધર્મ : ૧૩ :
વ્યવહાર–નય કહ્યા છે. ત્યાં પણ તે બંનેના પરસ્પર વિધિનિષેધ વડે સપ્તભંગીથી વસ્તુ સાધવી. એક નયને સર્વથા
સત્યાર્થ માને અને એકને સર્વથા અસત્યાર્થ માને તો મિથ્યાશ્રદ્ધા હોય છે. માટે ત્યાં પણ ‘કથંચિત્’ જાણવું.
ઉપચર નય
એક વસ્તુનું બીજી વસ્તુમાં આરોપણ કરીને પ્રયોજન સાધવામાં આવે ત્યાં ઉપચાર નય કહેવાય છે. તે
પણ વ્યવહારમાં જ ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં તે ઉપચાર પ્રવર્તે છે. ઘીનો ઘડો
એમ કહીએ ત્યારે, માટીના ઘડાના આશ્રયે ઘી ભરેલું છે તેમાં વ્યવહારી જનોને આધાર–આધેયભાવ ભાસે છે
તેને પ્રધાન કરીને (ઘીનો ઘડો) કહેવામાં આવે છે. જો ‘ઘીનો ઘડો છે’ એમ જ કહીએ તો લોક સમજે અને
‘ઘીનો ઘડો’ મંગાવે ત્યારે તે લઈ આવે; માટે ઉપચાર વિષે પ્રયોજન સંભવે છે. તેવી રીતે જ્યાં અભેદનયને
મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી, છતાં તે વખતે તેમાં (અભેદનયની મુખ્યતામાં) જ
ભેદ કહે છે, તે અસત્યાર્થ છે; પરંતુ ત્યાં પણ ઉપચારની સિદ્ધિ (ગૌણપણે) હોય છે.
નિશ્ચયની મુખ્યતા અને વ્યવહારની ગૌણતાને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિ તે જાણતા નથી
આ મુખ્ય ગૌણના રહસ્યને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે (અર્થાત્ નિશ્ચયની મુખ્યતા અને વ્યવહારની ગૌણતાનું
સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે) ; મિથ્યાદ્રષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ
પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને
અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે.
સમ્યક્ત્વનું કાર્ય છે, તેથી તેને (–તત્ત્વાર્થ શ્રદ્ધાનને) પણ સમ્યક્ત્વ જ કહેવાય છે, એમ જાણવું.
સમયક્ત્વ પ્રાપ્તિ માટે મુમુક્ષુઓએ શું કરવું?
જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપ સમજવી. અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને
ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે. આ અનેકાન્તરૂપ કથનીના મર્મની પ્રાપ્તિ મહાભાગ્યથી થાય છે.
આ પંચમકાળમાં અત્યારે આ કથનીનું રહસ્ય સમજાવનાર ગુરુનું નિમિત્ત સુલભ નથી. (પણ જ્યાં તે મળી શકે
ત્યાં) તેમની પાસેથી મુમુક્ષુઓએ આ સ્વરૂપ સમજવું. અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર
ઉદ્યમ રાખીને આ સમજવું યોગ્ય છે. કેમ કે મુખ્યપણે આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જો કે
શ્રીજિનેન્દ્રદેવની પ્રતિમાનું દર્શન તથા પ્રભાવના અંગનું દર્શન ઈત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં કારણ છે (પણ તે
ગૌણ છે) અને શાસ્ત્રનું શ્રવણ કરવું, વાંચવું, ભાવના કરવી, ધારણા કરવી, હેતુ યુક્તિવડે સ્વમત–પરમતનાં
ભેદને જાણીને નય વિવક્ષા સમજવી અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો તે સમ્યગ્દર્શનનું મુખ્ય
કારણ છે. તેથી ભવ્ય જીવોએ નિરંતર તેનો ઉપાય રાખવો યોગ્ય છે.
હ ભવ્ય! મઝઈશ નહીં
યથાર્થતત્ત્વ આત્મા આનંદસ્વરૂપે છે, તે દ્રષ્ટિમાં ન લેવો તે મોહભાવ છે. તે મોહભાવ ક્ષણિક છે, તેનું ફળ
સંસાર છે. આચાર્યદેવ કહે છે કે તને યથાર્થતત્ત્વ સમજાતું નથી તેથી તું મૂંઝાય છે, પણ મૂંઝવણ છે તે મિથ્યાત્વ
છે: તે મિથ્યાભાવરૂપ મોહ આત્માનું સ્વરૂપ નથી. તે થાય છે ચૈતન્યની અવસ્થામાં, પણ તેમાં પરનું નિમિત્ત છે,
તે આત્માનો સ્વભાવ નથી માટે તે જડ છે.
બીજા બધામાં–વકીલાતમાં, ડોકટરપણામાં યુક્તિ ચલાવે, તેમાં સમજે, પણ જ્યાં તત્ત્વની વાત ચાલતી
હોય ત્યાં એમ કહે કે આ તે શું કહે છે? અમને તો આમાં સમજાતું નથી, અને અમે જે સમજીએ છીએ તેનાં
મીંડાં વાળે છે, તો કરવું શું?–એવી જે મૂંઝવણ તે મોહ છે. ભાઈ! ન સમજાય તેવી મૂંઝવણ તારા સ્વરૂપમાં છે જ
નહિ. યથાર્થ તત્ત્વની ઓળખાણે તત્ત્વની અપ્રાપ્તિરૂપ મોહ–મૂંઝવણ ટળી શકે છે. મૂંઝાઈશ નહિ ભાઈ! ભગવાન
આત્મા મૂંઝવણનો મારનાર છે, મૂંઝવણનો રક્ષક નથી. સમજાતું નથી, ઘડ બેસતી નથી તે બધી મોહની મૂંઝવણ
છે, માટે આત્મતત્ત્વની જિજ્ઞાસા કરી યથાર્થ તત્ત્વને ઓળખ. પછી એ બધા મોહનાં મડદાં મરેલાં જ પડયાં છે.
મોહ તારા સ્વરૂપમાં નથી માટે મુંઝાઈશ નહિ. નિરાકુળપણે પુરુષાર્થ કર તો સમજાય તેવું છે અને સત્ય
સમજણથી તે મોહ ટળી શકે એવો છે.